જ્યારે દેશના નેતા ફ્રન્ટ ફુટ પર બેટીંગ કરી રહ્યા હોય તો પછી ….. સૂર્યકુમાર યાદવે PM મોદી ના ટ્વીટ પર કહી આ મોટી વાત
PM મોદીએ એશિયા કપ 2025ની ફાઈનલમાં ટીમ ઈન્ડિયાની પાકિસ્તાને ધૂળ ચટાવ્યા બાદ ગજબનું ટ્વીટ કર્યુ. જેનાથી પાકિસ્તાની હુકમરાનોને મરચા લાગ્યા છે. હવે પીએમ મોદીના ટ્વીટ પર ખુદ T-20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે પ્રતિક્રિયા આપી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયા કપ 2025ના ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાની ટીમને પછાડ્યા બાદ ખુદ પીએમ મોદીએ પાકિસ્તાનને ટોણો મારતુ ટ્વીટ કર્યુ હતુ. જેનાથી પાકિસ્તાનીઓ તો એટલા સળગી ઉઠ્યા છે કે એશિયા કપનો પ્રમુખ મોહસિન નક્વી ટ્રોફી અને મેડલ લઈને હોટેલ પર ભાગી ગયા હતા. જેના પર T-20 ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવે મોટુ નિવેદન આપ્યુ છે.
પીએમ મોદીએ કરી પ્રશંસા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની જીતને ઓપરેશન સિંદૂર સાથે જોડી ટ્વીટ કર્યુ હતુ કે ઓપરેશન સિંદૂર રમતના મેદાન પર પણ જોવા મળ્યુ. આના પર સૂર્યકુમાર યાદવે કહ્યુ કે જ્યારે દેશના લીડર જ ફ્રન્ટ ફુટ પર બેટીંગ કરી રહ્યા હોય, ખુદ સ્ટ્રાઈક લઈને રન બનાવતા હોય તો ઘણુ સારુ લાગે જ . સૂર્યકુમારે કહ્યુ એવુ લાગ્યુ જાણે પીએમ મોદીએ ખુદ સ્ટ્રાઈક લીધી અને રન બનાવ્યા. ટીમ ઈન્ડિયાએ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં તેમના ઘોર પ્રતિદ્વન્દી પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને એશિયા કપની ફાઈનલમાં શાનદાર જીત મેળવી તો જીત બાદ ટીમ ઈન્ડિયાએ પીસીબીના અધ્યક્ષ અને એસીસીના ચીફ મોહસિન નક્વી ના હાથે ટ્રોફી લેવાનો ઘસીનો નનૈયો ભણી દીધો.
સૂર્ય કુમાર યાદવે ANI સાથેની વાતચીતમાં પીએમ મોદીની પોસ્ટ પર તેમની ખુશી વ્યક્ત કરી. તેમણે કહ્યુ કે જ્યારે દેશના નેતા ખુદ સામે આવીને સમર્થન કરે છે તો ખેલાડીઓને ઘણી પ્રેરણા મળે છે. સૂર્યકુમાર યાદવે કહ્યુ કે પુરો દેશ આ જીતની ઉજવણી કરી રહ્યો છે અને જ્યારે ટીમ પરત ફરશે તો તેમને વધુ સારુ લાગશે. ટ
પીએમ મોદીએ કર્યુ હતુ ટ્વીટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ પર ટ્વીટ કરતા કહ્યુ, “રમતના મેદાન પર પણ ઓપરેશન સિંદૂર, પરિણામ એ જ રહ્યુ. ભારત જીતી ગયુ..આપણા ક્રિકેટર્સને શુભેચ્છાઓ” આ નિવેદન બાદ સૂર્યકુમાર યાદવે મોટુ નિવેદન આપ્યુ. તો પાકિસ્તાન પીએમ મોદીના આ ટ્વીટથી સમસમી ગયુ છે. ત્યા સુધી કે મોહસિન નકવી એ ખુદ ટ્વીટ કરી વિરોધ વ્યક્ત કર્યો.
#OperationSindoor on the games field.
Outcome is the same – India wins!
Congrats to our cricketers.
— Narendra Modi (@narendramodi) September 28, 2025
9 મી વાર જીત્યો એશિયા કપનો ખિતાબ
ટીમ ઈન્ડિયાએ 9 મી વાર એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ભારતીય ટીમથી વધુ કોઈપણ બીજી ટીમે આટલીવાર ટ્રોફીને નથી જીતી. શ્રીલંકાની વાત કરીએ તો તેમણે 6 વાર ટ્રોફી જીતી છે. તો પાકિસ્તાનની ટીમે અત્યાર સુધીમાં ફક્ત બેવાર એશિયા કપનો ખિતાબ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ 2023માં વન ડે એશિયા કપ જીત્યો હતો અને હવે ટીમ T-20નો ખિતાબ જીતવામાં પણ સફળ રહી છે.