નવસારીમાં વિનાશક વાવાઝોડાએ વેર્યો વિનાશ, 150 થી વધુ ઘરોના ઉડી ગયા છાપરા, અનેક પરિવારો બન્યા ઘરવિહોણા- Video
નવસારીમાં આવેલા મીની વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે અને વિનાશ વેર્યો છે. ભારે પવન ફુંકાવાને કારણે 150 થી વધુ ઘરોના છાપરા ઉડી ગયા છે. 1 હજાર જેટલા ઘરોને નુકસાન પહોંચ્યુ છે.
નવસારીમાં આવેલા વાવાઝોડાએ ચીખલી અને વાંસદા તાલુકામાં ભારે વિનાશ વેર્યો છે. અહીં 1 હજાર જેટલા ઘરોને નુકસાન પહોંચ્યું છે, જ્યારે 5 હજાર જેટલા લોકો પ્રભાવિત થયા છે. દુ:ખની આ ઘડીએ કેટલાક સામાજ સેવી લોકો અસરગ્રસ્તોની મદદે આવ્યા છે. સમાજસેવી લોકો અસરગ્રસ્તોની જરૂરીયાત મુજબ સેવા કરી રહ્યા છે.. કોઇને ભોજન, તો કોઇને ઘર વખરી, તો કોઇને તાડપત્રી આપીને આ લોકો હતપ્રત બનેલાની મદદ કરી માનવતા મહેકાવી રહ્યા છે.
આ વાવાઝોડાએ અનેક લોકોને ઘરવિહોણા કર્યા છે. અનેક ગામડાઓમાં ભારે નુકસાની જોવા મળી રહી છે. વાંસદાના શીણધા ગામમાં 200 થી વધુ કાચા મકાનો જમીનદોસ્ત થઈ ગયા છે. ત્યારે પોતાો એકમાત્ર આશરો છીનવાઈ જતા મહિલાની વેદના બહાર આવી છે. મહિલાનું કાચુ ઘર પડી ગયુ અને ઘરવખરી પણ નાશ પામતા મહિલા ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. અશ્રુભીની આંખે મહિલાએ સરકાર સામે મદદની આજીજી કરતી જોવા મળી રહી છે. મહિલા કહી રહી છે કે તેની પાસે એકમાત્ર આશરા સમાન ઘર હતુ તે પણ પડી ગયુ હવે તે ક્યાં જાય. કેવી રીતે તે નવુ ઘર ઉભુ કરે? વાવાઝોડામાં એકમાત્ આશિયાનો ગુમાવનાર મહિલાની વેદના સહુ કોઈની આંખો ભીની કરી રહી છે. ત્યારે સરકાર દ્વારા સત્વરે પ્રભાવિત લોકોને મદદનો હાથ લંબાવવામાં આવે તે જોવુ રહ્યુ.