ચેમ્પિયન્સ ટ્રોફીમાં અફઘાનિસ્તાન દ્વારા ‘છેતરપિંડી’ થતાં જય શાહ ગુસ્સે થયા?
ભારતીય ટીમ 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. દરરોજ પાકિસ્તાની મીડિયા આ મુદ્દે નિવેદનો આપી રહ્યું છે. હવે પાકિસ્તાની મીડિયા દાવો કરી રહ્યું છે કે અફઘાનિસ્તાને પાકિસ્તાનનું સમર્થન કર્યું, જેનાથી BCCI સેક્રેટરી જય શાહ નારાજ છે. ચાલો જાણીએ કે આ દાવો કેટલો સાચો છે.
2025માં પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે પરંતુ ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ માટે ત્યાં જશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. જોકે ભારતીય ચાહકો આ પ્રશ્નનો જવાબ પહેલેથી જ જાણે છે. BCCI કેન્દ્ર સરકારની પરવાનગી વગર ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન જેવા દેશમાં ક્યારેય નહીં મોકલે. જો કે, પાકિસ્તાની મીડિયા આ મુદ્દે દરરોજ વિચિત્ર દાવા કરી રહ્યું છે. પાકિસ્તાની મીડિયાનો લેટેસ્ટ દાવો છે કે BCCI સેક્રેટરી જય શાહ અફઘાનિસ્તાનથી નારાજ છે.
જય શાહ અફઘાનિસ્તાનથી ગુસ્સે હોવાનો દાવો
પાકિસ્તાની મીડિયાનો દાવો છે કે અફઘાનિસ્તાને પાકિસ્તાનને ખાતરી આપી છે કે ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેમની ટીમ ચોક્કસપણે પાકિસ્તાન આવશે. ત્યાંના મીડિયાએ એવો પણ દાવો કર્યો છે કે જય શાહ આ નિર્ણયથી નિરાશ છે. કારણ કે BCCIએ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડને ઘણી મદદ કરી છે. નોઈડા, લખનૌ અને દેહરાદૂનના સ્ટેડિયમો પણ BCCI દ્વારા અફઘાનિસ્તાનને ટેમની હોમ ટેસ્ટ સિરીઝ માટે આપવામાં આવ્યા છે. જો કે, પાકિસ્તાની મીડિયાના દાવામાં કોઈ સત્યતા જણાતી નથી. આ મુદ્દે જય શાહ તરફથી ક્યાંય પણ કોઈ પ્રતિક્રિયા આવી નથી.
The Board of Control for Cricket in India (BCCI) and its secretary, Jay Shah, are reportedly unhappy with Afghanistan’s decision to travel to Pakistan for the 2025 Champions Trophy, it was reported on Wednesday.https://t.co/f9G0WEhJrx pic.twitter.com/DwWGKK5yG7
— The Scoop Watch (@TheScoopWatch) July 24, 2024
ટીમ ઈન્ડિયા હાઈબ્રિડ મોડલમાં રમશે
એવા અહેવાલો છે કે ટીમ ઈન્ડિયા ફરી એકવાર હાઈબ્રિડ મોડલ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી રમશે. છેલ્લી વખત ટીમ ઈન્ડિયા એશિયા કપ 2023 હાઈબ્રિડ મોડલમાં રમી હતી. મતલબ કે એશિયા કપનું યજમાન પાકિસ્તાન હતું પરંતુ ટીમ ઈન્ડિયાએ તેની મેચો શ્રીલંકામાં રમી અને ત્યારબાદ ફાઈનલ પણ કોલંબોમાં યોજાઈ અને ટીમ ઈન્ડિયા ચેમ્પિયન પણ બની. હવે ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ આવું થાય તો નવાઈ નહીં. BCCIની તાકાત અને પ્રભાવ કોઈનાથી છુપાયેલ નથી.
આ પણ વાંચો: IND vs SL : શ્રીલંકાના કોચ સનથ જયસૂર્યાની નવી રણનીતિ, સંજુ સેમસનના નજીકના વ્યક્તિનો કર્યો ટીમમાં સમાવેશ