IND vs SL : શ્રીલંકાના કોચ સનથ જયસૂર્યાની નવી રણનીતિ, સંજુ સેમસનના નજીકના વ્યક્તિનો કર્યો ટીમમાં સમાવેશ
ભારત અને શ્રીલંકા વચ્ચે 27 જુલાઈથી T20 સિરીઝ શરૂ થઈ રહી છે. આ શ્રેણી જીતવા માટે શ્રીલંકાની ટીમે શાનદાર રણનીતિ અપનાવી છે. શ્રીલંકાના મુખ્ય કોચ સનથ જયસૂર્યાએ પોતાની ટીમમાં સંજુ સેમસનના પડછાયા સમાન એક વ્યક્તિનો ટીમ મેનેજમેન્ટમાં સમાવેશ કર્યો છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે T20 સિરીઝ શરૂ થવામાં વધુ સમય બાકી નથી. T20 શ્રેણી 27 જુલાઈથી શરૂ થવાની છે અને તે પહેલા શ્રીલંકાના મુખ્ય કોચ સનથ જયસૂર્યાએ એક શાનદાર વ્યૂહરચના અપનાવી છે. IPLમાં પડછાયાની જેમ બનેલા સંજુ સેમસનની સાથે જયસૂર્યાએ શ્રીલંકાની ટીમમાં એક ખાસ વ્યક્તિનો સમાવેશ કર્યો છે. શ્રીલંકાના કોચે ખુલાસો કર્યો છે કે IPL ટીમ રાજસ્થાન રોયલ્સના હાઈ પર્ફોર્મન્સ ડિરેક્ટર ઝુબિન ભરૂચાએ T20 શ્રેણીની તૈયારીમાં તેમના બેટ્સમેનોની મદદ કરી છે.
ઝુબીન ભરૂચાની રાજસ્થાન રોયલ્સમાં મહત્વની ભૂમિકા
જયસૂર્યાએ કહ્યું કે, ‘શ્રીલંકા ટીમ મેનેજમેન્ટ ઝુબિનને રાજસ્થાન રોયલ્સમાંથી લાવ્યા અને તેણે 6 દિવસ સુધી શ્રીલંકાના બેટ્સમેનો સાથે કામ કર્યું. જયસૂર્યાએ આશા વ્યક્ત કરી કે ખેલાડીઓએ ઝુબિન પાસેથી પ્રેક્ટિસ અને ટેકનિક વિશેની બાબતો શીખી હશે. ઝુબિન ભરૂચા એ વ્યક્તિ છે જેના માર્ગદર્શન હેઠળ રાજસ્થાન રોયલ્સ નિર્ભયતાથી રમી છે. કેપ્ટન સંજુ સેમસન હોય, યશસ્વી જયસ્વાલ હોય કે રિયાન પરાગ હોય, બધાએ સારું પ્રદર્શન કર્યું છે અને ત્રણેય T20 ટીમમાં પણ સામેલ છે.
‘We were lucky to work with Zubin Bharucha. He is from Rajastan Royals. Sanga introduced him. Some of the things that he did with our batters we had never done before. It was very refreshing. It was a splendid program. You will see the results during the India series.’ Sanath. pic.twitter.com/PuJJeIaq1N
— Rex Clementine (@RexClementine) July 24, 2024
Zubin Bharucha, the high-performance director for Rajasthan Royals, will soon arrive to conduct a batting master class for a group of national cricketers ahead of their white-ball series against India – The Sunday Times #lka #SriLanka #SriLankaCricket pic.twitter.com/sjw4TbuIJ1
— Thimira Navod (@ImThimira07) July 7, 2024
વિરાટ-રોહિતની નિવૃત્તિનો લાભ ઉઠાવશે!
વિરાટ કોહલી અને રોહિત શર્માએ T20 ક્રિકેટને અલવિદા કહી દીધું છે અને સનથ જયસૂર્યાએ કહ્યું કે શ્રીલંકાની ટીમ આનો ફાયદો ઉઠાવવા જઈ રહી છે. જયસૂર્યાએ કહ્યું, ‘રોહિત શર્મા અને વિરાટ કોહલી વિશ્વના શ્રેષ્ઠ ખેલાડી છે. તેમની પ્રતિભા અને તેમણે જે પ્રકારનું ક્રિકેટ રમ્યું છે તે જોઈને આપણે બધા જાણીએ છીએ કે રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવીન્દ્ર જાડેજા ક્યાં ઊભા છે. તેમની ગેરહાજરી ભારતીય ટીમ માટે નુકસાન છે અને અમારે તેનો મહત્તમ ફાયદો ઉઠાવવો પડશે, જો કે T20 શ્રેણી પહેલા શ્રીલંકાને મોટો ઝટકો લાગ્યો છે. તેમનો ફાસ્ટ બોલર દુષ્મંથા ચમીરા ઈજાના કારણે T20 સિરીઝમાંથી બહાર થઈ ગયો છે.
આ પણ વાંચો: IND vs PAK: 216 કલાકમાં બીજી વાર થશે ભારત-પાકિસ્તાનની ટક્કર! જાણો ક્યારે અને ક્યાં થશે મહામૂકાબલો?