ICC World Cup 2023 PAK vs NED Highlights : નેધરલેન્ડની ટીમ થઈ ઓલઆઉટ, પાકિસ્તાનની 81 રનથી જીત

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2023 | 9:22 PM

ICC World cup 2023 Pakistan vs Netherlands Live Score in Gujarati : વર્લ્ડ કપ 2023ની બીજી મેચ આજે હૈદરાબાદમાં રમાઈ રહી છે. પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે રમાઈ રહેલી આ મેચ શરુઆતથી જ રોમાંચક રહી છે. નેધરલેન્ડની ટીમ પાકિસ્તાનને ટક્કર આપી રહી છે.

ICC World Cup 2023 PAK vs NED Highlights :  નેધરલેન્ડની ટીમ થઈ ઓલઆઉટ, પાકિસ્તાનની 81 રનથી જીત

ODI વર્લ્ડ કપની બીજી મેચમાં પાકિસ્તાને નેધરલેન્ડને 81 રને હરાવ્યું. બંને ટીમો વચ્ચેની આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમ 49 ઓવરમાં 286 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં નેધરલેન્ડની ટીમ 41 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 06 Oct 2023 09:22 PM (IST)

    PAK vs NED Live: પાકિસ્તાનની મોટી જીત

    પાકિસ્તાને વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં નેધરલેન્ડને 81 રને હરાવીને મોટી જીત હાંસલ કરી છે. ODI ફોર્મેટમાં નેધરલેન્ડ સામે આ તેમની સતત સાતમી જીત છે. તે અત્યાર સુધી એક પણ મેચ હારી નથી. જો વર્લ્ડ કપની વાત કરીએ તો પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે આ ત્રીજી મેચ હતી. દરેક પાકિસ્તાની ટીમ જીતી છે.

  • 06 Oct 2023 08:36 PM (IST)

    PAK vs NED Live Score : બાસ ડી લીડે અડધી સદી ફટકારી

    નેધરલેન્ડના બાસ ડી લીડેએ શાનદાર અડધી સદી ફટકારી હતી. વર્લ્ડ કપમાં આ તેની પ્રથમ અડધી સદી છે. નેધરલેન્ડે 31 ઓવરમાં પાંચ વિકેટે 152 રન બનાવ્યા છે. બાસ ડી લીડે 62 રન બનાવીને અણનમ છે. સાકિબ ઝુલ્ફીકાર પાંચ રન બનાવીને અણનમ છે.

  • 06 Oct 2023 08:21 PM (IST)

    PAK vs NED Live Score : પાકિસ્તાનને મળી બેક ટૂ બેક વિકેટ

    હારિસ રઉફની ઓવરમાં પાકિસ્તાનને 2 વિકેટ મળી. રઉફની 27મી ઓવરમાં નિદામાનુરુ અને તેજા આઉટ થયા. 27મી ઓવરમાં નેધરલેન્ડનો સ્કોર 133 રન હતો. મેચ જીતવા નેધરલેન્ડની ટીમે વિકેટ બચાવી રાખવી જરુરી છે.

  • 06 Oct 2023 07:36 PM (IST)

    PAK vs NED Live Score : પાકિસ્તાનને બીજી સફળતા મળી

    ઈફ્તિખાર અહેમદે પાકિસ્તાનને બીજી સફળતા અપાવી. તેણે 12મી ઓવરના પહેલા બોલ પર કોલિન એકરમેનને ક્લીન બોલ્ડ કર્યો હતો. એકરમેને 21 બોલમાં 17 રન બનાવ્યા હતા. નેધરલેન્ડે 14 ઓવરમાં બે વિકેટે 58 રન બનાવ્યા છે. વિક્રમજીત સિંહ 42 બોલમાં 27 રન અને વાસ ડી લીડે નવ બોલમાં પાંચ રન બનાવીને અણનમ છે.

  • 06 Oct 2023 06:38 PM (IST)

    PAK vs NED Live Score : નેધરલેન્ડની પહેલી વિકેટ પડી

    પાકિસ્તાનની ટીમે પહેલી ઈનિંગમાં 286 રન બનાવીને નેધરલેન્ડને 287 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટાર્ગેટનો પીછો કરતી નેધરલેન્ડની ટીમે સારી શરુઆત કરી હતી. 28 રન પર નેધરલેન્ડની પહેલી વિકેટ પડી હતી.

  • 06 Oct 2023 05:46 PM (IST)

    PAK vs NED Live Score : પાકિસ્તાની ટીમ થઈ ઓલઆઉટ

    નેધરલેન્ડના કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમ 49 ઓવરમાં 286 રનમાં સમેટાઈ ગઈ હતી. નેધરલેન્ડને જીતવા માટે 287 રનનો ટાર્ગેટ મળ્યો છે.

  • 06 Oct 2023 05:22 PM (IST)

    PAK vs NED LIVE Score : 45 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર – 258/8

    44 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર 8 વિકેટ સાથે 258 રન છે. મોહમ્મદ નવાઝ અને અફરીદી હાલમાં ક્રિઝ પર છે. પાકિસ્તાનની ટીમ મોટો સ્કોર ઉભો કરવાની તૈયારી કરી રહ્યા છે.

  • 06 Oct 2023 05:07 PM (IST)

    PAK vs NED LIVE Score :42 ઓવર પછી સ્કોર 244/6

    શાદાબ ખાને ફરી એકવાર પાકિસ્તાન ટીમ માટે ઉપયોગી ઇનિંગ રમીને મુશ્કેલી ટાળી દીધી છે.મોહમ્મદ નવાઝ સાથે મળીને ટીમને 244 રન સુધી પહોંચાડી દીધી.

  • 06 Oct 2023 04:58 PM (IST)

    PAK vs NED LIVE Score :પાકિસ્તાનનો સ્કોર 227

    40 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 6 વિકેટે 227 રન છે. નવાઝ 19 અને શાદાબ 23 રને રમી રહ્યા છે.

  • 06 Oct 2023 04:56 PM (IST)

    PAK vs NED LIVE Score :પાકિસ્તાનનો સ્કોર 6 વિકેટે 219 રન છે

    શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝ વચ્ચે સાતમી વિકેટ માટે 31 રનની ભાગીદારી છે. શાદાબ એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 22 રને રમી રહ્યો છે. જ્યારે નવાઝ 23 બોલમાં 14 રને રમતમાં છે. પાકિસ્તાનનો સ્કોર 6 વિકેટે 219 રન છે.

  • 06 Oct 2023 04:56 PM (IST)

    PAK vs NED LIVE Score :પાકિસ્તાનનો સ્કોર 200ને પાર

    37 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 6 વિકેટે 204 રન છે. નવાઝ 10 અને શાદાબ 11 રને રમી રહ્યા છે.

  • 06 Oct 2023 04:56 PM (IST)

    અમદાવાદ ફરી એક વાર સ્પાની આડમાં દેહવ્પાર ઝડપાયો

    • અમદાવાદમાં ફરી એક વાર સ્પાની આડમાં દેહવ્પાર ઝડપાયો
    • આનંદનગર વિસ્તારમાં હાલો સ્પા એન્ડ મોરમાં દરોડા
    • ડમી ગ્રાહક મોકલી પોલીસે કર્યો દેહવ્પારનો પર્દાફાશ
    • મહિલા સંચાલક અને મેનેજરની ધરપકડ
    • દરોડા પાડતા સ્પામાંથી 3 યુવતીઓ અને 3 મહિલાઓ મળી આવી
    • આનંદનગર પોલીસ મથકે નોંધાયો ગુનો
  • 06 Oct 2023 04:51 PM (IST)

    PAK vs NED LIVE Score :પાકિસ્તાનનો સ્કોર 200ને પાર

    37 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 6 વિકેટે 204 રન છે. નવાઝ 10 અને શાદાબ 11 રને રમી રહ્યા છે.

  • 06 Oct 2023 04:49 PM (IST)

    PAK vs NED LIVE Score :પાકિસ્તાનનો સ્કોર 35 ઓવર બાદ 196 રન

    35 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 6 વિકેટે 196 રન છે. શાદાબ ખાન 06 અને મોહમ્મદ નવાઝ 07 રને રમી રહ્યા છે. નેધરલેન્ડના બોલરો યોગ્ય લાઇન લેન્થ પર બોલિંગ કરી રહ્યા છે.

  • 06 Oct 2023 04:48 PM (IST)

    PAK vs NED LIVE Score :બસ ડી લીડે રિઝવાન અને ઈફ્તિખારને એક જ ઓવરમાં પેવેલિયન મોકલી દીધા

    પાકિસ્તાનની છઠ્ઠી વિકેટ 188ના સ્કોર પર પડી હતી. ફાસ્ટ બોલર બાસ ડી લીડે એક જ ઓવરમાં રિઝવાન અને ઈફ્તિખારને આઉટ કર્યા હતા. ઈફ્તિખાર 11 બોલમાં માત્ર 9 રન જ બનાવી શક્યો હતો.

  • 06 Oct 2023 04:46 PM (IST)

    PAK vs NED LIVE Score :મોહમ્મદ રિઝવાન આઉટ

    પાકિસ્તાનની પાંચમી વિકેટ 32મી ઓવરમાં 182ના સ્કોર પર પડી હતી. મોહમ્મદ રિઝવાન 75 બોલમાં 68 રન બનાવીને આઉટ થયો હતો.

  • 06 Oct 2023 04:36 PM (IST)

    શાળામાં નમાઝ પઢવાનો મુદે સ્કૂલના કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવા આદેશ

    • અમદાવાદ કેલોરેક્સ સ્કૂલમાં નમાઝ પઢવાનો મુદ્દો
    • સ્કૂલના કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવા આદેશ
    • DEO દ્વારા 3 એજ્યુકેશન ઇન્સ્પેકટર દ્વારા તપાસ સમિતિ રચાઇ
    • વીડિયો બનાવી અપલોડ કરનાર સામે કાર્યવાહી કરવા આદેશ
    • તપાસમાં અન્ય દોષિત હશે તો તેમની સામે પણ થશે કાર્યવાહી
  • 06 Oct 2023 04:35 PM (IST)

    રખડતા ઢોર મુકનાર પશુમાલિકો રહે સાવધાન

    રાજ્યમાં રખડતા ઢોર મુકનાર પશુમાલિકો સામે હવે પાસા હેઠળ ફરિયાદ દાખલ કરાશે. રખડતા ઢોરના ત્રાસને ડામવા માટે રાજ્ય સરકારે હાઈકોર્ટમાં પોતાનો એક્શન પ્લાન રજૂ કર્યો હતો. જેમાં કહ્યું, રખડતા ઢોરને પકડનાર CNCD વિભાગને પૂરતું પોલીસ રક્ષણ અપાશે. સરકારે AMCને નિર્દેશ આપ્યો છે. કોર્પોરેશનના બે અધિકારીઓની રખડતા ઢોર મુદ્દે સંપૂર્ણ જવાબદારી રહેશે. જાહેર માર્ગો પર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મુકાયો છે.

  • 06 Oct 2023 04:23 PM (IST)

    સુરતમાં મારી માટી, મારો દેશ અભિયાનની ઉજવણી

    રાષ્ટ્રની એકતા અને અખંડિતતાને ઉજાગર કરવા તેમજ દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા આયોજિત ‘મારી માટી મારો દેશ’ અભિયાનની રાષ્ટ્રવ્યાપી ભવ્ય ઉજવણીના ભાગરૂપે વન, પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને ઓલપાડ તાલુકાના અસ્નાબાદ ગામે ‘અમૃત્ત કળશ યાત્રા’ યોજાઈ હતી.

  • 06 Oct 2023 04:23 PM (IST)

    ઓલપાડ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મ

    ઓલપાડ તાલુકાના એક હવસખોર આધેડે ધોરણ 8માં અભ્યાસ કરતી 14 વર્ષીય સગીરા સાથે મરજી વિરૂદ્ધ અવારનવાર શરીર સંબંધ બાંધી સગીરા સાથે દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી દીધી. સગીરાને પેટમાં દુખાવો ઉપડતા હોસ્પિટલ લઈ જવામાં આવી અને આધેડની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો.

  • 06 Oct 2023 04:22 PM (IST)

    અમદાવાદમાં પેચવર્કના નામે રીતસરની વેઠ ઉતારવામાં આવી

    • અમદાવાદમાં ફરી એકવાર AMC ના ઈજનેર વિભાગની રોડની કામગીરી સામે ઉઠ્યા પ્રશ્નો
    • માધુપુરાના ફુલપુરા વિસ્તારમાં જોવા મળી મોટી બેદરકારી
    • પેચવર્કના નામે રીતસરની વેઠ ઉતારવામાં આવી
    • ખાડા પૂરવાના નામે હોટમિક્સ મટિરિયલનો ઢલગો કરી દેવાયો
    • મટીરીયલ પાથર્યા બાદ રોલર ફેરવી લેવલ પણ ન કરાયું
    • સામાન્ય વ્યક્તિ હાથથી મટીરીયલ ઉપાડી શકે એ હદની લાલીયાવાડી
    • કરોડોના ખર્ચે મંજુર કરાતા રોડ રીપેરીંગના ટેન્ડર કોણા લાભાર્થે મંજુર કરાઈ રહ્યા છે ?
    • આ પેચવર્ક થયું ત્યારે AMC અધિકારીઓ ઉપસ્થિત હતા કે કેમ ?
    • જો ઉપસ્થિત હતા તો યોગ્ય સુપરવિઝન થયું કેમ નહીં ?
    • ઘટનાની જાણ મીડિયાને થતા અધિકારી સ્થળ પર દોડી આવ્યા
    • રોલર અંદર ન જતા મજૂરો દ્વારા રોડ ટીપવાની કામગીરી હાથ ધરાઈ
    • અધિકારીએ તપાસ કરી જવાબ આપવાનો ડોળ કર્યો
    • તો લોકોમાં AMC ની કામગીરીને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો
  • 06 Oct 2023 04:19 PM (IST)

    PAK vs NED LIVE Score : પાકિસ્તાનને ચોથો ફટકો, શકીલ આઉટ

    પાકિસ્તાનની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઝડપી સ્કોર કરી રહેલા સઈદ શકીલે 52 બોલમાં 68 રન બનાવ્યા બાદ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાનને 158 રનના સ્કોર પર ચોથો આંચકો લાગ્યો છે.

  • 06 Oct 2023 03:50 PM (IST)

    PAK vs NED LIVE Score :શકીલની ફિફ્ટી

    મોહમ્મદ રિઝવાનને સપોર્ટ કરી રહેલા સઈદ શકીલે અચાનક જ બોલરો પર વિસ્ફોટક હુમલો કર્યો હતો. થોડી જ વારમાં તેણે ચોગ્ગા અને છગ્ગા ફટકારીને પોતાની ફિફ્ટી પૂરી કરી. તેણે 32 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે પચાસ રન પૂરા કર્યા.

  • 06 Oct 2023 03:36 PM (IST)

    PAK vs NED LIVE Score : પાકિસ્તાનનો સ્કોર 20 ઓવરમાં 101/3

    પાકિસ્તાનના 100 રન પૂરા થઈ ગયા છે. શરૂઆતના ઝટકામાંથી પાકિસ્તાન બહાર આવ્યું છે. મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલે મળીને ચોથી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. પાકિસ્તાને 20 ઓવરમાં ત્રણ વિકેટે 101 રન બનાવ્યા છે. રિઝવાન 38 અને શકીલ 28 રન બનાવીને અણનમ છે.

  • 06 Oct 2023 03:32 PM (IST)

    PAK vs NED LIVE Score :પાકિસ્તાનનો સ્કોર 100 રનને પાર

    મોહમ્મદ રિઝવાન અને સઈદ શકીલે પાકિસ્તાનની ટીમને શરૂઆતના આંચકાઓમાંથી બચાવી છે. 38 રનના સ્કોર પર ત્રીજી વિકેટ ગુમાવ્યા બાદ સ્કોર 100 રનને પાર કરી ગયો હતો.

  • 06 Oct 2023 03:17 PM (IST)

    PAK vs NED LIVE Score :રિઝવાન અને શકીલ ક્રિઝ પર જામ્યા

    માત્ર 38ના સ્કોર પર ત્રણ વિકેટ પડ્યા બાદ રિઝવાન અને શકીલે પાકિસ્તાનની કમાન સંભાળી લીધી છે. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 41 બોલમાં 43 રનની ભાગીદારી છે. રિઝવાન 24 અને શકીલ 23 પર રમી રહ્યો છે.

  • 06 Oct 2023 03:07 PM (IST)

    PAK vs NED LIVE Score :13 ઓવર પછી 3 વિકેટે 67 રન

    13 ઓવર પછી પાકિસ્તાનનો સ્કોર 3 વિકેટે 67 રન છે. નેધરલેન્ડના બોલરો યોગ્ય લાઇન લેન્થ પર બોલિંગ કરી રહ્યા છે. મોહમ્મદ રિઝવાન 17 બોલમાં 21 અને સઈદ શકીલ 9 બોલમાં 12 રને રમી રહ્યો છે.

  • 06 Oct 2023 03:02 PM (IST)

    PAK vs NED LIVE Score :પાકિસ્તાનની વિકેટ આ રીતે પડી

    1. પ્રથમ વિકેટ- ફખર ઝમાન 12 રન (15/1)
    2. બીજી વિકેટ- બાબર આઝમ 5 રન (34/2)
    3. ત્રીજી વિકેટ- ઇમામ ઉલ હક 15 રન (38/3)
  • 06 Oct 2023 02:48 PM (IST)

    PAK vs NED LIVE Score :ઈમામ ઉલ હક પણ આઉટ

    પાકિસ્તાનને ત્રીજો ઝટકો ઈમામ ઉલ હકના રૂપમાં મળ્યો. પોલ વેન મીકેરેને ઈમામ અલ હકને આઉટ કર્યો. ઈમામ 19 બોલમાં 15 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો.  પાકિસ્તાનનો સ્કોર ત્રણ વિકેટે 38 રન થઈ ગયો છે.

  • 06 Oct 2023 02:46 PM (IST)

    PAK vs NED LIVE Score :બાબર આઝમ આઉટ

    આ મેચમાં બાબર આઝમનું બેટ ચાલ્યું નથી. નેધરલેન્ડ સામે તે માત્ર પાંચ રન બનાવી શક્યો હતો. તેણે 18 બોલનો સામનો કર્યો હતો. કોલિન એકરમેને તેને સાકિબ ઝુલ્ફીકારના હાથે કેચ કરાવ્યો હતો. પાકિસ્તાને બે વિકેટે 34 રન બનાવ્યા છે. બાબરના આઉટ થયા બાદ મોહમ્મદ રિઝવાન ક્રિઝ પર આવ્યો છે.

  • 06 Oct 2023 02:23 PM (IST)

    Pakistan vs Netherlands cricket live score : ફખર ઝમાન 12 રન બનાવી આઉટ

    Pakistan vs Netherlands cricket live score : નેધરલેન્ડ સામે પહેલા વર્લ્ડ કપ મુકાબલામાં પાકિસ્તાને પહેલી વિકેટ ફખર ઝમાનના રૂપમાં ગુમાવી હતી. ફખર ઝમાન 12 રન બનાવી આઉટ થયો હતો અને કેપ્ટન બાબર આઝમ ક્રિઝ પર આવ્યો હતો.

  • 06 Oct 2023 02:05 PM (IST)

    Pakistan vs Netherlands match live score : પાકિસ્તાન-નેધરલેન્ડ વચ્ચે મેચ શરૂ

    Pakistan vs Netherlands match live score : પાકિસ્તાન અને નેધરલેન્ડ વચ્ચે વર્લ્ડ કપનો મુકાબલો શરૂ થઈ ગયો છે. પાકિસ્તાનના ઓપનરો ઈમામ ઉલ હક્ક અને ફખર ઝમાન ક્રિઝ પર પહોંચ્યા છે અને ઇનિંગની શરૂઆત કરી છે. 

  • 06 Oct 2023 01:39 PM (IST)

    PAK vs NED cricket live score : નેધરલેન્ડે જીત્યો ટોસ

    PAK vs NED cricket live score : વર્લ્ડ કપ 2023માં બીજા મુકાબલામાં આજે નેધરલેન્ડ અને પાકિસ્તાનની ટક્કર થશે. મેચ પહેલા બંને દેશના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં નેધરલેન્ડે ટોસ જીતી બોલિંગ પસંદ કરી. પાકિસ્તાન પહેલા બેટિંગ કરશે.

  • 06 Oct 2023 01:11 PM (IST)

    મુંબઈના ગોરેગાંવ આગમાં મૃતકો અને ઘાયલ લોકો માટે PM મોદીએ જાહેર કરી સહાય

    મુંબઈમાં ગોરેગાંવ આગ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ PMNRF તરફથી પ્રત્યેક મૃતકોના પરિવાર માટે 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.

  • 06 Oct 2023 01:09 PM (IST)

    PAK vs NED live score : વર્લ્ડ કપમાં પાકિસ્તાન અને નેધરલેન્ડની થશે ટક્કર

    PAK vs NED live score : ક્રિકેટના મહાકુંભમાં આજએ બીજો મુકાબલો રમાશે, જેમાં પાડોશી દેશ પાકિસ્તાનનો સામનો નેધરલેન્ડ વચ્ચે થશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 2 વાગ્યે મેચ શરૂ થશે. 1:30 વાગ્યે બંને દેશના કપ્તાનો વચ્ચે ટોસ થશે.

Published On - Oct 06,2023 1:00 PM

Follow Us:
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">