અમારી આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે અમે ઝૂંપડામાં રહેતા હતા, યુવા ક્રિકેટરે આપ્યું નિવેદન

Cricket: હું મારી કારકિર્દીમાં સંઘર્ષ કરી રહ્યો હતો. ત્યારે તેમણે મને સપોર્ટ કર્યો અને મુંબઈ છોડીને યુપી ગયો. જ્યારે મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને 6-7 વર્ષનો હતો ત્યારે મારા પિતા મને મેદાન પર લઈ જતા હતા.

અમારી આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે અમે ઝૂંપડામાં રહેતા હતા, યુવા ક્રિકેટરે આપ્યું નિવેદન
Sarfaraz Khan (PC: Twitter)
TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

Jul 05, 2022 | 10:17 PM

મુંબઈનો યુવા બેટ્સમેન સરફરાઝ ખાન (Sarfaraz Khan) છેલ્લા ઘણા સમયથી રણજી ટ્રોફી (Ranji Trophy)માં સતત શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ વર્ષે તેના પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પછી તેને એક ચેક મળ્યો અને આ ચેક સાથે સરફરાઝ ખાન અને તેના પિતાની એક તસવીર વાયરલ થઈ છે. સરફરાઝ ખાને જણાવ્યું કે કેવી રીતે તેના પિતાએ તેની ક્રિકેટ કારકિર્દી માટે સંઘર્ષ કર્યો. જેના કારણે તે આજે આ તબક્કે છે. યુવા ક્રિકેટર સરફરાઝ ખાન માટે તેના પિતાએ ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. જ્યારે તે યુપીમાં ડોમેસ્ટિક ક્રિકેટ રમવા જતો હતો, ત્યારે પણ તેના પિતા તેને ખૂબ સપોર્ટ કરતા હતા. આ જ કારણ છે કે તેણે મેન ઓફ ધ સિરીઝનો ચેક તેના પિતા સાથે શેયર કર્યો.

પહેલા અમારી આર્થિક સ્થિતી ઘણી ખરાબ હતીઃ સરફરાઝ ખાન

મીડિયા સાથેની એક વાતચીતમાં યુવા ક્રિકેટર સરફરાઝ ખાન (Sarfaraz Khan)એ તેની સફળતા માટે તેના પિતાએ કરેલા સંઘર્ષ વિશે વાત કરી હતી. તેણે કહ્યું, મારા પિતા હંમેશા પ્રક્રિયા પર ધ્યાન આપે છે. જ્યારે હું મારી કારકિર્દીમાં સંઘર્ષ કરી રહ્યો હતો, ત્યારે તેમણે મને સપોર્ટ કર્યો અને મુંબઈ છોડીને યુપી ગયો. જ્યારે મેં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને 6-7 વર્ષનો હતો, ત્યારે મારા પિતા મને મેદાન પર લઈ જતા હતા. અમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ હતી અને અમે ઝૂંપડીમાં રહેતા હતા. અલ્લાહની મહેરબાનીથી અત્યારે બધું બરાબર થઈ ગયું છે. હું અત્યારે IPL રમી રહ્યો છું.

યુવા ક્રિકેટર સરફરાઝ ખાન (Sarfaraz Khan) IPLમાં રમનાર સૌથી યુવા ખેલાડી હતો. તેણે ભારત માટે અંડર-19 વર્લ્ડ કપમાં પણ ભાગ લીધો છે. તેણે પોતાના વિચિત્ર શોટ્સ દ્વારા IPLમાં ઘણી શાનદાર ઈનિંગ્સ રમી હતી. આ સિવાય તે દર વર્ષે રણજી ટ્રોફી (Ranji Trophy)માં સારું પ્રદર્શન કરી રહ્યો છે અને સતત નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે આ વખતે મધ્ય પ્રદેશ ટીમે 41 વખતની ચેમ્પિયન મુંબઈ રણજી ટીમને માત આપીને પહેલીવાર રણજી ટ્રોફીનું ટાઈટલ જીત્યું હતું.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati