AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન પર ભારતની વધુ એક સ્ટ્રાઈક, PSL છોડી IPLમાં રમવા ભારત આવી રહ્યા છે આ ખેલાડીઓ

17 મેથી ફરી IPL અને PSL શરૂ થવા જઈ રહ્યું છે. પરંતુ આ દરમિયાન PCB અને PSL ફ્રેન્ચાઈઝીઓને મોટો ઝટકો લાગ્યો છે. ખરેખર, કેટલાક ખેલાડીઓ સિઝનની વચ્ચે PSL છોડીને IPL રમવા માટે ભારત આવી રહ્યા છે.

ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન પર ભારતની વધુ એક સ્ટ્રાઈક, PSL છોડી IPLમાં રમવા ભારત આવી રહ્યા છે આ ખેલાડીઓ
foreign players leaving PSL
| Updated on: May 15, 2025 | 5:34 PM
Share

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હંમેશા BCCI સાથે ગડબડ કરવાનો પ્રયાસ કરે છે. પહેલા IPLની સાથે PSLનું આયોજન અને હવે યુદ્ધ વિરામ બાદ ફરી ટુર્નામેન્ટ શરૂ કરવાની સમાન તારીખ પસંદ કરી BCCIને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો. છતાં ફરી એકવાર ભારત સામે પાકિસ્તાનની બદનામી થઈ છે, કારણકે બે ખેલાડીઓએ IPLમાં રમવા માટે PSLની સિઝનની અધવચ્ચે છોડી પાકિસ્તાનથી ભારત આવવાનો નિર્ણય લીધો છે.

BCCI વિદેશી ખેલાડીઓને મનાવવામાં સફળ

ભારત-પાકિસ્તાન તણાવ પછી, ઘણા વિદેશી ખેલાડીઓ તેમના દેશ પાછા ફર્યા. આવી સ્થિતિમાં ખેલાડીઓની અછત છે. આ કારણે, IPL અને PSL માટે તેમને પાછા બોલાવવા અને ટુર્નામેન્ટ ફરી શરૂ કરવી એ એક મોટો પડકાર છે. જોકે, BCCI આમાં PCBને હરાવી રહ્યું હોય તેવું લાગે છે, કારણ કે તેમણે IPL રમી રહેલા ખેલાડીઓને પાછા આવવા માટે મનાવી લીધા છે.

મિશેલ ઓવેન PSL છોડી IPLમાં રમશે

હવે કેટલાક PSL ખેલાડીઓ પણ ભારત આવી રહ્યા છે. હકીકતમાં, બાબર આઝમની આગેવાની હેઠળ પેશાવર ઝાલ્મી માટે રમતા ઓસ્ટ્રેલિયન ખેલાડી મિશેલ ઓવેને સિઝનની મધ્યમાં જ PSLને છોડી દીધી છે. 17 મેથી ફરી IPL શરૂ થાય તે પહેલા ઓવેન પંજાબ કિંગ્સ ટીમમાં જોડાયો છે.

પંજાબે મેક્સવેલના સ્થાને ઓવેનને સામેલ કર્યો

પંજાબ કિંગ્સે ઈજાગ્રસ્ત ગ્લેન મેક્સવેલના રિપ્લેસમેન્ટ તરીકે ઓવેનને કરારબદ્ધ કર્યો છે. તે PSL ફાઈનલ પછી ભારત આવવાનો હતો. પરંતુ ફાઈનલ પહેલા જ પાકિસ્તાન પાછા જવાને બદલે, તેણે ભારતમાં IPL રમવાનું પસંદ કર્યું છે.

કુસલ મેન્ડિસે ગુજરાતમાં સામેલ

બીજી તરફ, કુસલ મેન્ડિસે પણ ગુજરાત ટાઈટન્સ સાથે કરાર કરીને ક્વેટા ગ્લેડીયેટર્સને ઝટકો આપ્યો છે. ગુજરાતે તેને બટલરની જગ્યાએ કરારબદ્ધ કર્યો છે. બટલર બાકીની મેચો માટે ભારત પરત ફરશે નહીં. તેથી મેન્ડિસ તેનું સ્થાન લેશે. હાલમાં એ ખબર નથી કે બંને ખેલાડીઓને કેટલા પૈસા મળ્યા છે. પરંતુ ચોક્કસ PSL કરતા વધુ પૈસા ઓફર કરવામાં આવ્યા હશે, તો જ આ ખેલાડીઓએ ભારત આવવાનું નક્કી કર્યું હશે.

ઓવેન અને મેન્ડિસનું કેવું રહ્યું પ્રદર્શન

ઓવેને PSL 2025માં પેશાવર ઝાલ્મી માટે 8 મેચ રમી હતી. આ દરમિયાન તેનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. તેણે 14.57ની સરેરાશથી માત્ર 102 રન બનાવ્યા અને બે વિકેટ પણ લીધી. પરંતુ તેણે બિગ બેશ લીગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી. જ્યારે કુસલ મેન્ડિસે આ સિઝનમાં ક્વેટા ટીમ માટે 168ના સ્ટ્રાઈક રેટથી 143 રન બનાવ્યા હતા.

પાકિસ્તાનને મોટો ઝટકો

આ ખેલાડીઓનું ભારતમાં આગમન પાકિસ્તાની લીગ માટે મોટો ફટકો હશે. આના કારણે ફ્રેન્ચાઈઝી અને PCBને નુકસાન થશે. IPLમાં ખેલાડીઓની અછત પૂરી થશે પરંતુ PSL માટે આ એક મોટી સમસ્યા બનવાની છે.

આ પણ વાંચો: ઈંગ્લેન્ડના ખેલાડીએ ગુજરાતને આપ્યો ઝટકો, તો ગુજરાતે પાકિસ્તાનને માર્યો મોટો ફટકો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">