NZ W vs IND W: ભારતીય મહિલા ટીમ ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ODI માં પણ હારી, 5 મેચની સીરીઝ ગુમાવી

TV9 GUJARATI

|

Updated on: Feb 18, 2022 | 4:23 PM

યજમાન કિવી ટીમે 3-0ની અજેય સરસાઈ મેળવીને ODI શ્રેણી પર કબજો કર્યો હતો. ન્યૂઝીલેન્ડે ત્રીજી વનડેમાં ભારત મહિલા ટીમ (Indian Women Cricket Team) ને 5 બોલ બાકી રહેતા 3 વિકેટે હરાવ્યું.

NZ W vs IND W: ભારતીય મહિલા ટીમ ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી ODI માં પણ હારી, 5 મેચની સીરીઝ ગુમાવી
Indian Women Cricket Team ની ન્યુઝીલેન્ડ સામે 3 વિકેટે હાર થઇ હતી

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ (Indian Women’s Cricket Team) ન્યુઝીલેન્ડ વિમેન્સ (New Zealand Women) સામેની ત્રીજી ODI પણ હારી ગઈ છે. આ મેચની લડાઈ કરો યા મરોની હતી. કારણ કે, તેમાં હાર્યા બાદ હવે તેમને 5 મેચની શ્રેણી પણ ગુમાવવી પડી છે. યજમાન કિવી ટીમે 3-0 ની અજેય સરસાઈ મેળવીને ODI શ્રેણી પર કબજો કર્યો હતો. ન્યૂઝીલેન્ડે ત્રીજી વનડેમાં ભારત મહિલા ટીમને 5 બોલ બાકી રહેતા 3 વિકેટે હરાવ્યું. વનડે શ્રેણીમાં આ હાર બાદ ભારતના વર્લ્ડ કપ અભિયાનને પણ ઝટકો લાગ્યો છે, જે ન્યુઝીલેન્ડમાં જ રમાનાર છે.

ત્રીજી વનડેમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે 280 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેને યજમાન ટીમે 49.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ પહેલા ન્યૂઝીલેન્ડે ભારતને પ્રથમ વનડેમાં 62 રને અને બીજી વનડેમાં પણ 3 વિકેટથી હરાવ્યું હતું.

ભારતે 279 રન બનાવ્યા હતા

જોકે, ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી વનડેમાં ભારતની શરૂઆત ઘણી સારી રહી હતી. ભારતીય મહિલા ક્રિકેટમાં 2019 પછી પ્રથમ વખત શરૂઆતની વિકેટ માટે 100 રનની ભાગીદારી જોવા મળી હતી. શેફાલી વર્માએ 57 બોલમાં 51 રન બનાવ્યા હતા જ્યારે સભીનેનીએ 61 રન બનાવ્યા હતા. આ સિવાય ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ મિડલ ઓર્ડરમાં 69 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ 3 અડધી સદીની મદદથી ભારતની ટીમ 49.3 ઓવરમાં 279 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી.

ન્યુઝીલેન્ડ 3 વિકેટે જીત્યું

જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ ભારત તરફથી મળેલા 280 રનના ટાર્ગેટનો પીછો કરવા મેદાને ઉતરી ત્યારે તેની શરૂઆતને ધક્કો લાગ્યો હતો. અનુભવી ઝડપી બોલર ઝુલન ગોસ્વામીએ માત્ર 14 રનના સ્કોર પર તેના બંને ઓપનરોને કેચ આઉટ કરાવીને પેવેલિયન તરફ મોકલી દીધા હતા. પરંતુ આ પછી કેર અને એમી વચ્ચે શાનદાર ભાગીદારી થઈ, જેમાં મેચ કિવી ટીમ તરફ વળી હતી.

જ્યારે ભારતે ન્યૂઝીલેન્ડની 6 વિકેટ 171 રનમાં ઝડપી લીધી હતી ત્યારે થોડી આશા દેખાતી હતી. પરંતુ લોરેન ડાઉનના અણનમ 64 રનના કારણે ન્યૂઝીલેન્ડે વિજય મેળવીને શ્રેણી જીતવામાં સફળ રહી.

આ પણ વાંચોઃ IPL 2022: દિલ્હી કેપિટલ્સે ખરીદેલા આ યુવા ખેલાડીને બનવુ છે ‘રવિન્દ્ર જાડેજા’

આ પણ વાંચોઃ WWE નો આ સુપર સ્ટાર ઇન્સ્ટાગ્રામ પર વિરાટ કોહલી સહિત અત્યાર સુધીમાં 4 ભારતીય ક્રિકટરોની તસ્વીરો શેર કરી ચુક્યો છે

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati