LSG vs MI: નવીન ચેન્નાઈમાં પણ જપતો નથી ! રોહિત શર્માની વિકેટ ઝડપીને વિરાટ કોહલીને ચિડવવા લાગ્યો? મનાવ્યો અજબ જશ્ન

Naveen Ul Haq Celebration: નવીન ઉલ હકે મુંબઈ સામેની મેચમાં પોતાની પ્રથમ ઓવરમાં જ એલિમિનેટન મેચમાં રોહિત શર્માના રુપમાં મોટી વિકેટ ઝડપી હતી.

LSG vs MI: નવીન ચેન્નાઈમાં પણ જપતો નથી ! રોહિત શર્માની વિકેટ ઝડપીને વિરાટ કોહલીને ચિડવવા લાગ્યો? મનાવ્યો અજબ જશ્ન
Naveen Ul Haq Celebration Rohit Sharma wicket Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 25, 2023 | 12:16 AM

અફઘાનિસ્તાનનો ક્રિકેટર નવીન ઉલ હક IPL 2023 માં ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. પ્રથમ વાર આઈપીએલમાં રમી રહેલા અફઘાન ખેલાડીએ ઝડપી બોલિંગ વડે સારુ પ્રદર્શન કર્યુ છે. પરંતુ નવીનની બોલિંગ કરતા વધારે તેની હરકતો ખૂબ જ ચર્ચામાં રહી છે. ખાસ કરીને વિરાટ કોહલી સાથેનો તેનો વિવાદ ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. વિરાટ કોહલીની વિકેટ આઈપીએલ મેચમાં પડવા દરમિયાન કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હાર દરમિયાનના સમયે નવીનની સોશિયલ મીડિયામાં કંઈકના કંઈક શેર કરવાને લઈને ખૂબ ચર્ચા જગાવી હતી. હવે ચેપોકમાં એલિમિનેટર મેચમાં મુંબઈના સુકાની અને સ્ટાર બેટર રોહિત શર્માની વિકેટ ઝડપીને અજબ હરકત કરી છે.

નવીન ઉલ હકે રોહિત શર્માની વિકેટ ઝડપ્યા બાદ અજબ જશ્ન મનાવીને ચર્ચા બનાવી છે. રોહિત શર્માએ ટોસ જીતીને લખનૌ સુપર જાયન્ટ્સ સામે પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. આમ રોહિત શર્મા પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરતા જ નવીન ઉલ હકે મોટી વિકેટ હિટમેનના રુપમાં ઝડપી હતી. આમ મુંબઈને શરુઆતમાં જ મોટો ઝટકો નવીને આપ્યો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

મનાવ્યો અજાબ જશ્ન

મુંબઈની બેટિંગની ચોથી ઓવરમાં જ રોહિત શર્માની વિકેટ નવીન ઉલ હકે ઝડપી હતી. રોહિત શર્માએ ઓવરના બીજા બોલ પર જ લગાવેલા શોટથી બોલ સીધો જ ફિલ્ડરના હાથમાં પહોંચ્યો હતો. આસાન કેચ ઝડપાતા જ નવીન ખુશીથી જશ્ન મનાવવા લાગ્યો હતો. પરંતુ તેની ખુશીઓનો અંદાજ કંઈક જુદો હતો. તેના જશ્ન એ સૌનુ ધ્યાન તેની તરફ ખેંચ્યુ હતુ. નવીને બંને હાથની આંગળીઓ વડે પોતાના કાનને દબાવ્યા હતા.

નવીને મનાવેલ આ જશ્નને વિશ્વમાં ‘નો નોઈઝ’ સેલિબ્રેશન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બહારના અવાજને બંધ કરવાના રુપમાં ખેલાડી આ પ્રકારે સેલિબ્રેશન કરતા હોય છે. લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ પણ આ પ્રકારે અનેક વાર સદી અને મોટી ઈનીંગ વેળા સેલિબ્રેશન મનાવે છે.

દર્શકોએ કોહલીનો શોર મચાવતા આપ્યો જવાબ

ચેન્નાઈમાં પ્રેક્ષકોએ નવીનને ચિડાવવા માટે ‘કોહલી-કોહલી’ ના નારા લગાવ્યા હતા. નવીન-ઉલ-હક બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો ત્યારે જ આવું સાંભળવા મળ્યુ હતુ. કોહલી સાથે તેનુ ઘર્ષણ થયુ ત્યારથી, નવીન જ્યારે પણ બેંગ્લોરની હાર થઈ હોય કે અથવા કોહલીની વિકેટ પડે છે ત્યારે તે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તસવીરો પોસ્ટ કરતો રહ્યો છે. આવી સ્થિતિમાં ચાહકો નવીન ઉલ હક વિરુદ્ધ નારા લગાવી રહ્યા હતા. જેથી નવીને પણ નો નોઈઝ સેલિબ્રેશન મનાવી બહારના અવાજને લઈ આ ઈશારો કર્યો હતો.

આ પણ વાંચોઃ MS Dhoni Controversy: ધોનીને કયા નિયમને લઈ અંપયાર સાથે વાંધો પડ્યો? ચર્ચામાં માહી ચાલ ખેલી ગયો! કયા નિયમે કરાવી દીધી રકઝક જાણો-Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">