AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL પહેલા MS Dhoni પહોંચ્યો આર્મી કેમ્પ, ખુલ્લી જીપમાં ફર્યો, ફોટો અને વીડિયો થયો વાયરલ

ભારતીય ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટેરિટોરિયલ આર્મીમાં લેફ્ટનન્ટ કર્નલનો સ્ટાન્ડર્ડ રેન્ક આપવામાં આવ્યો છે. ધોનીને જ્યારે પણ તક મળે છે ત્યારે તે આર્મી કેમ્પ પહોંચી જાય છે.

IPL પહેલા MS Dhoni પહોંચ્યો આર્મી કેમ્પ, ખુલ્લી જીપમાં ફર્યો, ફોટો અને વીડિયો થયો વાયરલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2023 | 5:20 PM
Share

ભારતના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સ્ટાઈલ એવી છે કે તે હંમેશા કોઈને કોઈ કામ કરીને ચાહકોને ચોંકાવી દે છે. ધોની તેની પાસેથી જે અપેક્ષા રાખવામાં આવે છે તેનાથી કંઈક અલગ કરે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે સીરિઝની છેલ્લી મેચ શુક્રવારે રમાવાની હતી. મેચના થોડા દિવસો પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ અહીં પ્રેક્ટિસ કરી રહી હતી. આવી સ્થિતિમાં ચાહકોને લાગ્યું કે ધોની પણ ત્યાં જોવા મળશે, પરંતુ મેચના દિવસે જ ધોની ચેન્નાઈ છોડીને જોધપુર પહોંચી ગયો હતો.

મહેન્દ્ર સિંહ ધોની પોતાની બીજી જવાબદારી નિભાવવા અહીં આવ્યો હતો. ક્રિકેટર ઉપરાંત ધોની આર્મી ઓફિસર પણ છે. 2011માં ટેરિટોરિયલ આર્મી દ્વારા તેમને લેફ્ટનન્ટ કર્નલનો સ્ટાન્ડર્ડ રેન્ક આપવામાં આવી હતી. ધોની IPL પહેલા જોધપુરના આર્મી કેમ્પ પહોંચ્યો હતો જ્યાં તેણે સૈનિકો સાથે સમય પસાર કર્યો હતો.

ધોનીને એરપોર્ટ પર રાહ જોવી પડી

રિપોર્ટ્સ અનુસાર, ધોની જ્યારે એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે તેને લેવા માટે કોઈ હાજર નહોતું. ધોનીએ ચહેરા પર માસ્ક પહેર્યું હતું. આવી સ્થિતિમાં, કોઈ તેને ઓળખી શક્યું નહીં. જ્યારે મીડિયાના લોકોએ ધોની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો ત્યાં હાજર લોકોને ખબર પડી કે ધોની ત્યાં છે. આ પછી લોકો સેલ્ફી લેવા માટે તલપાપડ થઈ ગયા છે. ત્યાં સુધીમાં સેનાનું વાહન ત્યાં પહોંચી ગયું અને ધોની તેમાં બેસીને કેન્ટ જવા રવાના થયો.

ધોનીના ફોટો વાયરલ

ધોનીના વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કેટલાક ફોટોમાં ધોની આર્મી યુનિફોર્મમાં જોવા મળ્યો હતો. આ સિવાય એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં ધોની ખુલ્લી જીપમાં બેસીને કેન્ટની વિઝીટ કરી રહ્યો છે. જીપમાં ધોની સાથે જવાનો દેખાઈ રહ્યા છે, જ્યારે રસ્તા પર ચાહકોની ભીડ દેખાઈ રહી હતી. દરેક વ્યક્તિ ધોનીની એક ઝલક જોવા માંગતા હતા. માહીએ અહીં જવાનો સાથે સમય પસાર કર્યો હતો. ધોની અગાઉ પણ આર્મી કેમ્પમાં જઈ ચૂક્યો છે. વર્ષ 2019માં તે વર્લ્ડ કપ બાદ કાશ્મીર ગયો હતો અને ત્યાં 15 દિવસ વિતાવ્યા હતા.

g clip-path="url(#clip0_868_265)">