AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિંકૂ સિંહે ઓસ્ટ્રેલિયા સામે અંતિમ ઓવર્સમાં પોતાની રમતને લઈ કર્યો ખુલાસો, કહ્યુ-ધોની મંત્ર

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની T20 સિરીઝ રમાઈ રહી છે. પ્રથમ મેચમાં ભારતે 2 વિકેટથી જીત નોંધાવી છે. આમ સિરીઝમાં ભારતે વિજયી શરુઆત કરી છે. નાની ઈનીંગ રમીને પણ રિંકૂ સિંહે માહોલ લૂંટી લીધો છે. તેણે અંતિમ બોલ પર છગ્ગો ઝડી દીધો હતો, પરંતુ નો-બોલના એક્સ્ટ્રા રનથી જીત થતા તેની નોંધ સ્કોરમાં થઈ શકી નહોતી. હવે મેચ બાદ રિંકૂએ મહેન્દ્રસિંહ ધોનીએ આપેલા મંત્રથી ફાયદો થયાની વાત કરી છે.

રિંકૂ સિંહે ઓસ્ટ્રેલિયા સામે અંતિમ ઓવર્સમાં પોતાની રમતને લઈ કર્યો ખુલાસો, કહ્યુ-ધોની મંત્ર
ધોનીએ આપ્યો મંત્ર
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2023 | 7:23 PM
Share

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વિશાખાપટ્ટનમમાં T20 સિરીઝની પ્રથમ મેચ ગુરુવારે રમાઈ હતી. મેચમાં ભારત સામે 209 રનનુ લક્ષ્ય પ્રથમ બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાએ રાખ્યુ હતુ. આમ છતાં ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમે પીછો કરતા લક્ષ્યને પાર કરી લીધુ હતુ. સુકાન સંભાળી રહેલા સૂર્યાકુમાર યાદવ અને ઈશાન કિશને શાનદાર ઈનીંગ રમી હતી. જોકે ચર્ચામાં રિંકૂ સિંહ છવાયેલો રહ્યો હતો.

આ પણ વાંચોઃ રિંકૂ સિંહે અંતિમ બોલ પર ફટકારેલ ‘વિનિંગ સિક્સર’ કેમ ના આવી કામ? આ નિયમને કારણે 6 રન ઉમેરાયા નહીં

સૂર્યા અને ઈશાને શાનદાર અડધી સદી નોંધાવવા સાથે મહત્વની ભાગીદારી રમત રમી હતી. બંને ટીમની જીત માટેની ઈમારત ચણવા રુપમ બેટિંગ કરી હતી. જોકે સૂર્યા અને ઈશાન બંને ડગ આઉટમાં પરત ફર્યા બાદ રિંકૂ સિંહે જીતની જવાબદારી સ્વિકારી હતી. રિંકૂ સિંહે અંતિમ બોલ સુધી ટીમને જીત માટે સફળ પ્રયાસ કર્યો હતો.

નાનકડી પરંતુ મહત્વની ઈનીંગ રમી

જીત માટે નાનકડી છતાંય અત્યંત મહત્વની ઈનીંગ રિંકૂ સિંહે રમી હતી. રિંકૂએ 14 બોલનો સામનો કરીને 22 રન નોંધાવ્યા હતા. જે દરમિયાન તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે અંતમાં 1 બોલ પર 1 રનની જરુર હતી, ત્યારે રિંકૂએ શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. જોકે તે છગ્ગો ના તો ભારતીય ટીમના ખાતામાં નોંધવામા આવ્યો હતો કે, ના રિંકૂના વ્યક્તિગત ઈનીંગના સ્કોરમાં. કારણ કે ભારતને જીત માટે જરુરી એક રન નો-બોલના એક્સ્ટ્રા રનથી મળ્યો હતો.

તોફાની બેટર રિંકૂની રમતથી સૌ કોઈ પ્રભાવિત છે. તેણે અંતિમ ઓવર્સમાં શાંત રહીને રમત રમી હતી. તેનુ શાંત રહીને રમવાને લઈને પણ સૌને સવાલ થઈ રહ્યો હતો, જે સવાલ અંતે રિંકૂને મેચ બાદ પૂછી જ લેવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેણે પૂર્વ ભારતીય કેપ્ટન રિંકૂ સિંહનુ નામ લીધુ હતુ.

ધોનીએ આપ્યો મંત્ર

રિંકૂ સિંહને મેચ બાદ પૂછવામાં આવેલા સવાલમાં તેણે બતાવ્યુ હતુ કે, સૂર્યા ભૈયા મારી સાથએ હતા અને એના કારણે મને રમવામાં સરળતા રહી હતી. અંતિમ 4 ઓરમાં લગભગ 40 રન જરુર હતા. આ માટે મારા મગજમાં એ જ ચાલી રહ્યુ હતુ કે, શાંત રહીને મેચને નજીક લઈ જઉં.

શાંત રહેવા અંગેના કરાયેલા સવાલમાં તેણે બતાવ્યુ કે, આવી કંઈ વાત નથી, આના પહેલા માહી ભાઈની સાથે એકાદ બે વાર વાત થઈ હતી. તેમણે કહ્યુ હતુ કે, અંતિમ ઓવર્સ દરમિયાન શાંત રહેવુ જોઈએ અને આગળ શોટ રમવા જોઈએ. તેમણે કહ્યુ હતુ કે, જેટલા તમે શાંત રહેશો અને જેટલા આગળ મારવા માટે જોશો એટલુ સારુ રહેશે. મારા માટે આ ફાયદો કરે છે અને આજે પણ મે એજ કર્યુ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">