AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિંકૂ સિંહે અંતિમ બોલ પર ફટકારેલ ‘વિનિંગ સિક્સર’ કેમ ના આવી કામ? આ નિયમને કારણે 6 રન ઉમેરાયા નહીં

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરુવારે વિશાખાપટ્ટનમમાં ટી20 સિરીઝની પ્રથમ મેચ રમાઈ હતી. ભારતીય ટીમે રોમાંચક મેચમાં 2 વિકેટથી જીત મેળવી હતી. પ્લેયર ઓફ ધ મેચ સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશને શાનદાર ઈનીંગ રમી હતી. ભારત સામે ઓસ્ટ્રેલિયાએ 209 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. રિંકૂ સિંહે અંતિમ બોલ પર છગ્ગો ફટકાર્યો હતો પરંતુ આઈસીસીના એક નિયમને લઈ આ સિક્સર ભારતીય ટીમના ખાતામાં જમા થઈ નહોતી.

રિંકૂ સિંહે અંતિમ બોલ પર ફટકારેલ 'વિનિંગ સિક્સર' કેમ ના આવી કામ? આ નિયમને કારણે 6 રન ઉમેરાયા નહીં
અંતમાં જમાવ્યો હતો છગ્ગો
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2023 | 4:10 PM
Share

વિશ્વકપ બાદ હવે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટી20 સિરીઝની શરુઆત થઈ છે. પ્રથમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. ટીમનુ સુકાન સૂર્યકુમાર યાદવ સંભાળી રહ્યો છે. સૂર્યાએ ટીમ ઈન્ડિયાની જીત માટે મહત્વની ઈનીંગ રમી હતી. જોકે રિંકૂ સિંહ પણ નાની છતાં પણ મહત્વની ઈનીંગ રમીને અંત સુધી ઉભો રહ્યો હતો. સૂર્યા અને ઈશાને જીત સુધી ટીમને લઈ જવાની મહત્વની ભૂમિકા નિભાવ્યા બાદ, રિંકૂએ જીત અપાવવાની રોલની જવાબદારી નિભાવવાની હતી. જોકે અંતમાં રિંકૂએ ફટકારેલી શાનદાર સિક્સર ટીમના સ્કોર બોર્ડમાં ઉમેરાઈ નહોતી. કેમ ના ઉમેરાઈ એ સવાલ સૌને થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ આ 10 બોલર્સની T20 ક્રિકેટમાં છે ‘ધાક’, ICCની ટોપ ટેન યાદીમાં કોણ છે સામેલ, જાણો

ભારત સામે 209 રનનુ લક્ષ્ય હતુ. શરુઆતમાં જ ભારતે 2 વિકેટ ગુમાવી દીધી હતી. આ સ્થિતિ સૂર્યા અને ઈશાન કિશને રમતને સંભાળીને બંનેએ મળીને મહત્વની ભાગીદારી નોંધાવી હતી. બંને વચ્ચે 100 રન કરતા વધુની નોંધાયેલી ભાગીદારી રમતે જ ટીમને જીત અપાવવામાં મહત્વનુ કામ કર્યુ હતુ.

રિંકૂએ ફટકારી સિક્સર, છતાં ગણાઈ નહીં

અંતિમ ઓવર ભારતીય ટીમને 6 બોલમાં 7 રનની જરુર હતી. અંતિમ ઓવરના પ્રથમ બોલ પર રિંકૂ સિંહે સીન એબોટના બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. હવે પાંચ બોલમાં ભારતને જીત માટે માત્ર 3 જ રનની જરુર હતી, પરંતુ આગળના પાંચના બોલ જબરદસ્ત રોમાંચ બની ગયા હતા. ભારતીય ટીમને આગળના બોલ પર 1 રન મળ્યો હતો. ત્રીજા બોલ પર અક્ષર પટેલે વિકેટ ગુમાવી દીધી હતી, તે કેચ આઉટ થયો હતો. આગળના બે બોલ પર વધુ બે વિકેટ રન આઉટના રુપમાં ગુમાવી હતી. જેમાં પાંચમાં બોલે રન આઉટ થવા સાથે 2 રન દોડવાના પ્રયાસમાં 1 રન મળ્યો હતો. આમ અંતિમ બોલ પર ભારતે જીત માટે 1 રનની જરુર હતી.

આમ અંતિમ બોલ પર રિંકૂ સિંહે પોતાની અદા મુજબ જ શાનદાર છગ્ગો લોંગ ઓન પર ફટકાર્યો હતો. જે વિજયી છગ્ગા પર સૌ ક્રિકેટ રસિકો ઝૂમી ઉઠ્યા હતા. રોમાંચક અંતિમ પાંચ બોલ બાદ ભારતે વિજયી સિક્સર સાથે જીત મળ્યાની ખુશી હતી. પરંતુ અંપાયરના એક ઈશારાએ માહોલ મૂંઝવી નાંખ્યો હતો, જોકે જીતની ખુશી વર્તાઈ રહી હતી.

નો બોલ પર છગ્ગો હતો

અંતિમ બોલ સીન એબોટ લઈને આવ્યો હતો. તેણે અંતિમ બોલ પર વિનિંગ સિક્સર ફટકારવાનો સફળ પ્રયાસ કરીને બોલને લોંગ ઓન તરફ સ્ટેન્ડમાં મોકલી દીધો હતો. પરંતુ આ બોલ પર બોલર એબોટનો પગ ઓવર સ્ટેપ હતો અને આમ નો બોલ જાહેર થયો હતો.

ભારતને જીત માટે જરુરી એક રન તો નો બોલના એક્સ્ટ્રા રનથી મળી ગયા પરંતુ છગ્ગો ટીમના સ્કોરમાં જમા થઈ શક્યો નહીં. સાથે જ રિંકૂ સિંહના ખાતામાં પણ છગ્ગો જમા ના થયો અને તેનો સ્કોર 28 થવાને બદલે 22 પર જ અટકી ગયો હતો.નિયમોનુસાર નો બોલને કારણે એક્સ્ટ્રા રન સ્કોરમાં જમા થતા જ વિનિંગ રન ભારતે કરી લીધા હતા. આમ છગ્ગો ગણતરીમાં લઈ શકાયો નહોતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">