IPL 2023: નેટ્સમાં ધમાલ મચાવતી તૈયારી પછી મેદાનમાં ધોનીનો બેટિંગ અંદાજ પહેલા જેવો ફરી જોવા મળશે?

TV9 GUJARATI

|

Updated on: Mar 30, 2023 | 1:24 PM

શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે અમદાવાદમાં IPL 2o23 ની પ્રથમ મેચ રમાનારી છે. મહેન્દ્રસિંહ ધોનીએ સિઝનની શરુઆત પહેલા ખૂબ તૈયારીઓ કરી છે, પ્રેક્ટિસ સેશનની તસ્વીરો સોશિયલ મીડિયા પર ફેન્સને ખૂબ પસંદ આવી હતી.

IPL 2023: નેટ્સમાં ધમાલ મચાવતી તૈયારી પછી મેદાનમાં ધોનીનો બેટિંગ અંદાજ પહેલા જેવો ફરી જોવા મળશે?
Ms Dhoni bad form last 3 seasons
Follow us

શુક્રવારની સાંજે અમદાવાદમાં ધમાલ જામનારી છે. મહેન્દ્રસિંહ ધોની અને હાર્દિક પંડ્યા વચ્ચે જંગ જામનારો છે. IPL 2023 ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાનારી છે. આ લડાઈ ટ્રોફી જીતવાના મજબૂત મનોબળ વચ્ચેની છે. ધોની અને પંડ્યા બંને ટ્રોફી માટે આક્રમક ઈરાદા સાથે અભિયાનની શરુઆત કરશે. ધોનીએ આ માટે ખૂબ તૈયારીઓ સિઝનની શરુઆત પહેલા કરી છે. ધોનીએ વિશાળ છગ્ગાઓ લગાવતી પ્રેક્ટિશ કરી હોવાના વિડીયો ખૂબ વાયરલ થયા હતા. જોકે હવે આ માહોલ મેદાનમાં બનાવવાનો છે. ધોની મેદાનમાં છેલ્લી ત્રણ સિઝનમાં પહેલા જેવી રમત નથી બતાવી શક્યો.

ધોનીનુ નામ પડતા જ ભલે હરીફ ટીમો પર દબાણ સર્જાતુ હોય પરંતુ, આંકડાઓ જોવામાં આવે તો છેલ્લા ત્રણેક સિઝનમાં ખાસ પ્રભાવિત કરનારી બેટિંગ કરી શક્યો નથી. ધોની રન ચેઝ કરવામાં મહત્વની ભૂમિકા ભજવતો અનેકવાર જોવા મળ્યો છે. તે શાનદાર ફિનીશર છે. પરંતુ બેટર તરીકે ધોની અંતિમ ત્રણ સિઝનમાં ચાહકોની અપેક્ષા અને પોતાના અંદાજ મુજબ રમત દર્શાવી શક્યો નથી.

IPL માં ધોનીનુ પ્રદર્શન

ધોની IPL નો સૌથી વધારે આકર્ષિત કરનારુ નામ છે. તેની હાજરી ચેન્નાઈ સુપર કિંગ્સને અલગ જ મજબૂતાઈ પુરી પાડે છે. ઈન્ડિયન પ્રિમીયર લીગમાં ધોનીનુ ઓવર ઓલ પ્રદર્શન ખૂબ સારુ રહ્યુ છે. ધોનીનો સ્ટ્રાઈક રેટ 130 થી વધારે છે, જ્યારે બેટિંગ સરેરાશ 40ની આસપાસ છે. જે એક ખેલાડી તરીકે સારુ રહ્યુ છે.

જોકે 2020 ની સિઝનથી ધોનીના પ્રદર્શનમાં ખૂબજ સમસ્યા જોવા મળી રહી છે. 2020 સહિતની ત્રણ અંતિમ સિઝન દરમિયાન 44 મેચનો તે હિસ્સો રહ્યો છે. આ દરમિયાન તે માત્ર એક જ વાર અડધી સદી નોંધાવી શક્યો છે. આ અડધી સદી ગત સિઝન એટલે કે IPL 2022 માં જોવા મળ્યુ હતુ. જ્યારે 2020 અને 2021 માં તે અડધી સદી નોંધાવી શક્યો નહોતો.

અંતિમ 3 સિઝનમાં પ્રદર્શન

  1. IPL 2020: આ સિઝનમાં ધોનીએ 14 મેચ રમી હતી. સિઝનમાં તેણે 200 રન નોંધાવ્યા હતા અને જેમાં તેણે 25 ની સરેરાશ થી આ રન નોંધાવ્યા હતા. આ દરમિયાન સ્ટ્રાઈક રેટ 116.27 રહ્યો હતો.
  2. IPL 2021: આ સિઝનમાં તેણે કુલ 16 મેચ રમી હતી. સિઝનમાં ધોનીની ટીમ ચેમ્પિયન બની હતી. જોકે ધોનીનુ યોગદાન જોવામાં આવે તો તેણે 114 રન નોંધાવ્યા હતા. આ રન તેણે 16.28ની સરેરાશથી બનાવ્યા હતા અને સ્ટ્રાઈક રેટ 106.54 રહી હતી.
  3. IPL 2022: ગત સિઝનમાં ધોનીએ 232 રન નોંધાવ્યા હતા. સિઝનમાં તેણે 14 મેચ રમી હતી અને આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ 123 નો રહ્યો હતો.

આમ ત્રણેય સિઝનમાં તેના આંકડા નિરસ રહ્યા હતા. હવે નવી સિઝનમાં ધોનીના બેટથી પહેલા જેવા અંદાજમાં રન નિકળતા જોવા માટે ચાહકો ઈચ્છી રહ્યા છે. ધોની માટે અંતિમ સિઝન માનવામાં આવી રહી છે અને તે આ સિઝનમાં પોતાના અસલી અંદાજમાં રન નિકાળશે એવી આશા છે.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati