મોહમ્મદ રિઝવાને T20I ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, વિરાટ કોહલી અને બાબર આઝમનો રેકોર્ડ તોડી આ બાબતે બન્યો નંબર-1

PAK vs NZ મોહમ્મદ રિઝવાન: પાકિસ્તાનના વિકેટકિપર મોહમ્મદ રિઝવાને ન્યુઝીલેન્ડ સામેની બીજી T20Iમાં 45 રનની ઇનિંગ રમીને એક નવો વિક્રમ રચી દીધો છે. મોહમ્મદ રિઝવાને વિક્રમ રચવાની સાથોસાથ ભારતના વિરાટ કોહલી અને પાકિસ્તાનના બાબર આઝમને પણ પાછળ છોડી દીધા છે.

મોહમ્મદ રિઝવાને T20I ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, વિરાટ કોહલી અને બાબર આઝમનો રેકોર્ડ તોડી આ બાબતે બન્યો નંબર-1
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2024 | 12:31 PM

પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝાવાને ન્યૂઝીલેન્ડ સામે ચાલી રહેલી 5 મેચની T20I શ્રેણીની આજે રમાયેલ બીજી મેચમાં 45 રનની અણનમ ઈનિંગ રમીને ઈતિહાસ રચ્યો હતો. આ દરમિયાન મોહમ્મદ રિઝાવાને T20I ક્રિકેટના બે મહાન બેટ્સમેન વિરાટ કોહલી અને બાબર આઝમનો રેકોર્ડ પણ તોડી નાખ્યો. આ ઇનિંગ્સના આધારે મોહમ્મદ રિઝવાને T20I ક્રિકેટમાં 3000 રન પૂરા કર્યા અને તે સૌથી ઓછી ઇનિંગ્સમાં આ માઇલસ્ટોન સુધી પહોંચનાર બેટ્સમેન બની ગયો છે. મોહમ્મદ રિઝાવાને T20I ક્રિકેટમાં 3000 રન પૂરા કરવાની સિદ્ધિ માત્ર 79 ઇનિંગ્સમાં હાંસલ કરી લીધી છે. જ્યારે વિરાટ કોહલી અને બાબર આઝમે તેમની કારકિર્દીમાં 81-81 ઇનિંગ્સમાં 3000 T20I રનનો આંકડો હાંસલ કર્યો હતો.

મોહમ્મદ રિઝવાન, વિરાટ કોહલી અને બાબર આઝમ સિવાય ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન એરોન ફિન્ચ આ યાદીમાં ચોથા નંબરનો બેટ્સમેન છે, જેણે 100થી ઓછી ઇનિંગ્સમાં 3000 T20I રન પૂરા કર્યા હતા. ફિન્ચને આ સિદ્ધિ મેળવવા માટે 98 ઇનિંગ્સ લાગી હતી.

T20Iમાં સૌથી ઝડપી 3000 રન બનાવનાર ખેલાડીઓ

  • મોહમ્મદ રિઝવાન- 79
  • વિરાટ કોહલી- 81
  • બાબર આઝમ- 81
  • એરોન ફિન્ચ- 98
  • માર્ટિન ગુપ્ટિલ- 101
  • ડેવિડ વોર્નર- 102
  • રોહિત શર્મા- 108
  • પોલ સ્ટર્લિંગ – 113

જ્યારે મોહમ્મદ રિઝવાન T20I ક્રિકેટમાં 3000 રનનો આંકડો પાર કરનાર વિશ્વનો માત્ર 8મો ખેલાડી બન્યો છે. તેના પહેલા આ કારનામું વિરાટ કોહલી, રોહિત શર્મા, બાબર આઝમ, માર્ટિન ગુપ્ટિલ, પોલ સ્ટર્લિંગ, એરોન ફિન્ચ અને ડેવિડ વોર્નર કરી ચૂક્યા છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
ઉનાળામાં પેટમાં એસીડિટીથી રાહત મેળવવા માટે કરો આ ઉપાય
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો

T20I ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન-

  • વિરાટ કોહલી- 4037
  • રોહિત શર્મા- 3974
  • બાબર આઝમ- 3712
  • માર્ટિન ગુપ્ટિલ- 3531
  • પોલ સ્ટર્લિંગ – 3491
  • એરોન ફિન્ચ- 3120
  • ડેવિડ વોર્નર – 3099
  • મોહમ્મદ રિઝવાન- 3026

બીજી T20Iમાં પાકિસ્તાને ન્યૂઝીલેન્ડને હરાવ્યું

પ્રથમ T20I વરસાદને કારણે ધોવાઈ ગયા બાદ યજમાન પાકિસ્તાને બીજી મેચમાં ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ કિવી ટીમ પાકિસ્તાનના શાર્પ બોલિંગ આક્રમણ સામે ઝઝૂમતી જોવા મળી હતી. ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવર સુધી પણ બેટિંગ કરી શકી ન હતી અને ટીમ 90 રન સુધી જ સિમિત રહી હતી. આ સમયગાળા દરમિયાન પ્રવાસી ટીમના માત્ર ત્રણ બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા હતા. શાહીન આફ્રિદી પાકિસ્તાનનો સૌથી સફળ બોલર હતો, જેણે 13 રન આપીને 3 વિકેટ લીધી હતી. યજમાન ટીમે 12.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને આ જીત માટેનો લક્ષ્યાંક સિદ્ધ કર્યો હતો. શાહીન આફ્રિદીને તેની શાનદાર બોલિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

Latest News Updates

આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
આ પાંચ રાશિના જાતકોને આજે આર્થિક લાભના સંકેત
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
g clip-path="url(#clip0_868_265)">