આજનું હવામાન : ગુજરાતવાસીઓને આગામી 5 દિવસ ગરમીથી નહી મળે રાહત ! સૌરાષ્ટ્રથી લઈ કચ્છ સુધી હીટવેવની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળશે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ સુધી ગરમીથી રાહત નહીં મળે તેવી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ હીટવેવનું અનુમાન લગાવવામાં આવ્યુ છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધુ જોવા મળશે. હવામાન વિભાગ અનુસાર આગામી 5 દિવસ સુધી ગરમીથી રાહત નહીં મળે તેવી આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ હીટવેવનું અનુમાન લગાવવામાં આવ્યુ છે. પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, ભાવનગર, ભૂજ સહિતના વિસ્તારોમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી આગાહી કરી છે. વડોદરા, સુરતમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી આગાહી કરી છે. તેમજ પાલનપુરમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી આગાહી કરી છે. વલસાડમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી આગાહી કરી છે.
