શું તમને વિદેશમાં સારી કમાણીની નોકરીની ઓફર મળી છે? રવાના થતા પહેલા સરકારની આ ચેતવણી ધ્યાનમાં રાખજો
ભારતીય નાગરિકોને નિશાન બનાવતા એમ્પ્લોયમેન્ટ સ્કેમના વધતા જતા કિસ્સાઓ વચ્ચે વિદેશ મંત્રાલયે નોકરી માટે વિદેશ જતા યુવાનો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. મંત્રાલયે કહ્યું કે નકલી એજન્ટો લોકોને ખોટા વચનો આપીને લલચાવી રહ્યા છે.

ભારતીય નાગરિકોને નિશાન બનાવતા એમ્પ્લોયમેન્ટ સ્કેમના વધતા જતા કિસ્સાઓ વચ્ચે વિદેશ મંત્રાલયે નોકરી માટે વિદેશ જતા યુવાનો માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. મંત્રાલયે કહ્યું કે નકલી એજન્ટો લોકોને ખોટા વચનો આપીને લલચાવી રહ્યા છે.
મંત્રાલયે લોકોને આવા નકલી રોજગાર કૌભાંડોથી સાવધ રહેવા જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રશિયામાં નોકરીના બહાને યુવાનોને લઈ જઈ આર્મી હેલ્પર તરીકે ભરતી કરી દેવાયા હતા. મંત્રાલયે લાઓસ અને કંબોડિયાની મુસાફરી કરતા યુવાનોને વિશેષ કાળજી રાખવા જણાવ્યું હતું.
નકલી એજન્ટો કામ કરી રહ્યા છે
મંત્રાલયે તેના નિવેદનમાં કહ્યું કે કંબોડિયા અને દક્ષિણ પૂર્વ એશિયાઈ ક્ષેત્રમાં નોકરી માટે જઈ રહેલા તમામ ભારતીય નાગરિકોને સૂચના આપવામાં આવે છે કે ઘણા નકલી એજન્ટો કામ કરી રહ્યા છે. તેઓ ભારતમાં એજન્ટો સાથે મળીને લોકોને છેતરપિંડી કરતી કંપનીઓમાં જોડાવા માટે લલચાવી રહ્યા છે. આવા ઠગ ખાસ કરીને સાયબર ક્રાઇમમાં સંડોવાયેલા હોય છે.
વિદેશ મંત્રાલયનો સંપર્ક કરો
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે કંબોડિયામાં નોકરી લેવાની યોજના ધરાવનાર કોઈપણ વ્યક્તિએ ભારતના વિદેશ મંત્રાલય દ્વારા અધિકૃત એજન્ટો દ્વારા જ આવું કરવું જોઈએ. મંત્રાલયે રોજગાર મેળવવા માંગતા લોકો માટે ઈ-મેલ આઈડી જારી કર્યું છે. નોકરી શોધનારાઓ cons.phnompenh@mea.gov.in અને yisa.phnompenh@mea.gov.in દ્વારા ભારતીય દૂતાવાસનો પણ સંપર્ક કરી શકે છે.
તાજેતરના દિવસોમાં, ભારતીય નાગરિકોને છેતરપિંડી દ્વારા ફસાવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે લાઓ પીપલ્સ ડેમોક્રેટિક રિપબ્લિક દ્વારા લોકોને થાઈલેન્ડમાં નોકરી માટે લલચાવવામાં આવી રહ્યા છે.
નોકરીઓ માટે લોભામણી ઑફર્સ આપવામાં આવે છે
એડવાઈઝરીમાં કહેવાયું છે કે ગોલ્ડન ટ્રાયેન્ગલ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં કોલ સેન્ટર કૌભાંડો અને ક્રિપ્ટો કરન્સી ફ્રોડમાં સંડોવાયેલી શંકાસ્પદ સંસ્થાઓ દ્વારા ‘ડિજિટલ સેલ્સ એન્ડ માર્કેટિંગ ઓફિસર્સ’ અથવા ‘કસ્ટમર સપોર્ટ સર્વિસ’ જેવી પોસ્ટ માટે નકલી નોકરીની જાહેરાતો કરવામાં આવી રહી છે. આવી સંસ્થાઓના એજન્ટો દુબઈ, બેંગકોક, સિંગાપોર અને ભારતમાં છે.
એજન્ટો ઈન્ટરવ્યુ અને ટાઈપિંગ ટેસ્ટ લઈને ભારતીય નાગરિકોની ભરતી કરી રહ્યા છે અને તેમને હોટલ બુકિંગ અને વિઝા સેવાઓ સાથે ઉચ્ચ પગાર તેમજ રિટર્ન એર ટિકિટ પણ ઓફર કરી રહ્યા છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એકવાર ભરતી થયા પછી, આ પીડિતોને “ગેરકાયદેસર રીતે થાઇલેન્ડથી સરહદ પાર લાઓસમાં લઈ જવામાં આવે છે અને લાઓસમાં ગોલ્ડન ટ્રાયેન્ગલ સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં કઠોર અને પ્રતિબંધિત પરિસ્થિતિઓમાં કામ કરવા માટે કેદમાં રાખવામાં આવે છે.”
બંધક બનાવવામાં આવે છે
નિવેદનમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, કેટલીકવાર તેઓને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ ગુનાહિત સિન્ડિકેટ દ્વારા બંધક બનાવવામાં આવે છે અને તેમને સતત શારીરિક અને માનસિક ત્રાસ આપીને કઠોર પરિસ્થિતિમાં કામ કરવાની ફરજ પાડવામાં આવે છે.
આ દેશો માટે વિઝા પ્રક્રિયાનો ઉલ્લેખ કરતા મંત્રાલયે કહ્યું કે થાઈલેન્ડ અથવા લાઓસમાં વિઝા ઓન અરાઈવલ જોબ પરમિટ આપતું નથી. આ સિવાય લાઓસ સત્તાવાળાઓ આવા વિઝા પર ભારતના લોકોને વર્ક પરમિટ આપતા નથી.