Vadodara : સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય, જાણો કોને ત્યાં લાગશે મીટર, જુઓ Video
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સ્માર્ટ મીટરનો વિવાદ ચાલી રહ્યો છે. સ્માર્ટ મીટરનો વિરોધ દિવસ દિવસે વધવાને લઈને MGVCLએ મોટો નિર્ણય લીધો છે. સ્માર્ટ મીટર લગાવવા પર MGVCLએ બ્રેક લગાવી છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી સ્માર્ટ મીટરનો વિવાદ ચાલી રહ્યો છે. સ્માર્ટ મીટરનો વિરોધ દિવસ દિવસે વધવાને લઈને MGVCLએ મોટો નિર્ણય લીધો છે. સ્માર્ટ મીટર લગાવવા પર MGVCLએ બ્રેક લગાવી છે. MGVCLએ નિર્ણય લીધો છે કે ફરિયાદીને ત્યાં ચેક મીટર લગાવી તપાસ કરવામાં આવશે.
જો કે હાલમાં સ્માર્ટ મીટર સામેથી અરજી કરનાર સોસાયટી અને કચેરીઓમાં જ લગાવામાં આવશે. આડેધડ નાણાં કપાતા હોવાના આક્ષેપ બાદ આ નિણર્ય હંગામી ધોરણે લીધો છે.
બીજી તરફ સુરેન્દ્રનગરના લોકોએ પણ PGVCL દ્વારા લગાવાતા સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે.આ મીટર રિચાર્જવાળા મીટર છે.સ્થાનિકોનો દાવો છે કે આ મીટરના કારણે જ તેમનું વીજબિલ વધુ આવી રહ્યું છે.પહેલાની સરખામણીએ ત્રણ ઘણું બિલ આવતો હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.