બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી, ગેરકાયદેસર જોડાણ દૂર કરાયા, જુઓ
બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે પાણીના ક્નેક્શન કરેલ હોવાને લઈ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગેરકાયદેસર રીતે જોડાણ કરેલ પાણીના ક્નેક્શનને દૂર કરવામાં આવ્યા છે.
ઉનાળાની કાળઝાળ ગરમીમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં પાણીને લઈ સમસ્યાઓ જોવા મળી રહી છે. તો ઉનાળાને લઈ પાણીની સમસ્યા નિવારવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કેટલાક લોકો દ્વારા ગેરકાયદેસર રીતે પાણીના ક્નેક્શન કરેલ હોવાને લઈ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગ દ્વારા આ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પાણીની સમસ્યાને નિવારવા માટે થઈને પાણી પુરવઠા વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુઈ ગામ બેણપ, કાણોઠી, ભરડવા અને પાડણ સહિતના 70 જેટલા ગામોમાં પાણી પુરવઠા વિભાગે કાર્યવાહી કરી છે. ગેરકાયદેસર રીતે જોડાણ કરેલ પાણીના ક્નેક્શનને દૂર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: લાલચટાક શેરથાનું મરચું આજે પણ ગૃહિણીઓની છે પ્રથમ પસંદ, જાણો કેમ
Latest Videos