MI vs RR Playing XI IPL 2022: રોહિત શર્માએ જીત્યો ટોસ, મુંબઈ ઈન્ડિયન્સે બોલીંગ પસંદ કરી, સૂર્યકુમારને ના મળ્યુ સ્થાન

MI vs RR Playing XI IPL 2022: એવી આશા હતી કે સૂર્યકુમાર યાદવ આ મેચમાં મુંબઈની પ્લેઈંગ ઈલેવનમાં દેખાશે પરંતુ તેને તક મળી નથી.

MI vs RR Playing XI IPL 2022: રોહિત શર્માએ જીત્યો ટોસ, મુંબઈ ઈન્ડિયન્સે બોલીંગ પસંદ કરી, સૂર્યકુમારને ના મળ્યુ સ્થાન
Rohit Sharma એ ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 3:48 PM

IPL 2022 માં શનિવારે ડબલ હેડરમાં પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ (Mumbai Indians vs Rajasthan Royals) વચ્ચે છે. આ મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. સૂર્યકુમાર યાદવ ઈજામાંથી સાજો થઈ ગયો છે અને ટીમમાં જોડાયો છે પરંતુ તેને મુંબઈની પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નથી. આ સાથે જ રાજસ્થાનની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. તેણે નાથન કુલ્ટર-નાઈલને આઉટ કરીને નવદીપ સૈની (Navdeep Saini) ને તક આપી છે. મુંબઈ કોઈ ફેરફાર કર્યા વિના ઉતર્યું છે.

મુંબઈ તેની પ્રથમ મેચમાં હારી ગયું હતું. દિલ્હી કેપિટલ્સે છેલ્લી ઓવરમાં પાસા ફેરવીને મુંબઈના મોંમાંથી વિજય છીનવી લીધો હતો. આ સાથે જ રાજસ્થાને પ્રથમ મેચમાં વિજય મેળવ્યો હતો. તેણે સનરાઈઝર્સ હૈદરાબાદને એકતરફી મેચમાં હરાવ્યું. મુંબઈ આ મેચમાં વિજયના માર્ગે આવવા ઈચ્છશે, જ્યારે રાજસ્થાન પોતાની જીતનો સિલસિલો જારી રાખવા ઈચ્છશે.

પીછો કરવાનુ પસંદ કરવા પાછળ કોઈ ચોક્કસ કારણ નથીઃ રોહિત શર્મા

ટોસ જીત્યા બાદ મુંબઈના કેપ્ટન રોહિતે કહ્યું કે પીછો કરવા પાછળ તેની પાસે કોઈ ખાસ કારણ નથી. રોહિતે ટોસ સમયે કહ્યું, કોઈ ખાસ કારણ નથી. અમે આ ટુર્નામેન્ટનો પીછો કરવાનો ટ્રેન્ડ જોયો છે. આજે ઝાકળની કોઈ સમસ્યા નહીં હોય પરંતુ અમે અમારી બેટિંગની સામે સ્કોર જોવા માંગીએ છીએ. અમે છેલ્લી મેચમાં જે ભૂલો કરી હતી તેને સુધારવાનો પ્રયાસ કરીશું. અમારી ટીમ એક યુવા ટીમ છે જે સતત શીખી રહી છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

જો કે, સૂર્યકુમારનુ નહી રમવુ એ આશ્ચર્યજનક નિર્ણય છે. એવી આશા હતી કે તે આ મેચમાં દેખાશે પરંતુ તેને તક મળી નથી.

રાજસ્થાન પણ બોલિંગ પણ પહેલા બોલીંગ પસંદ કરવા ઈચ્છતુ હતુ

રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને કહ્યું કે તે પણ ટોસ જીત્યા બાદ બોલિંગ કરવાનું પસંદ કરતા. તેણે કહ્યું, અમને પણ બોલિંગ કરવી ગમશે. અમે ભાગ્યશાળી છીએ કે અમને હરાજીમાં મજબૂત ટીમ મળી છે.

બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન આવી છે

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, અનમોલપ્રીત સિંહ, તિલક વર્મા, કિરોન પોલાર્ડ, ટિમ ડેવિડ, ડેનિયલ સેમ્સ, મુરુગન અશ્વિન, જસપ્રિત બુમરાહ, ટિમલ મિલ્સ, બેસિલ થમ્પી.

રાજસ્થાન રોયલ્સઃ જોસ બટલર, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), દેવદત્ત પડીક્કલ, શિમરોન હેટમાયર, રિયાન પરાગ, આર. અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, ટ્રેન્ટ બોલ્ટ, નવદીપ સૈની, પ્રસિદ્ધ કૃષ્ણા.

આ પણ વાંચોઃ Sabarkantha: ચિત્ર વિચિત્ર મેળો, નામ પ્રમાણેના મેળામાં રાતભર ખુશીઓ મનાવાય અને સવારે હૈયાફાટ રુદન

આ પણ વાંચોઃ AUS vs ENG Final, WWC 2022, LIVE Streaming: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ચેમ્પિયન બનવા માટે ટક્કરાશે, જાણો મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી

g clip-path="url(#clip0_868_265)">