AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AUS vs ENG Final, WWC 2022, LIVE Streaming: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ચેમ્પિયન બનવા માટે ટક્કરાશે, જાણો મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી

ICC Women's World Cup 2022: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ (Australia vs England) ICC મહિલા વિશ્વ કપ 2022ની ફાઇનલમાં ત્રીજી વખત આમને સામને થવા જઈ રહ્યા છે. આ પહેલા વર્ષ 1982 અને ત્યારબાદ 1988માં રમાયેલા વર્લ્ડ કપની ફાઇનલમાં બંને ટીમોની ટક્કર થઈ હતી.

AUS vs ENG Final, WWC 2022, LIVE Streaming: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ચેમ્પિયન બનવા માટે ટક્કરાશે, જાણો મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી
australia vs england icc womens world cup final matchImage Credit source: ICC
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 12:23 PM
Share

ICC Women’s World Cup 2022: ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ (Australia vs England) વચ્ચે ખિતાબની લડાઈનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ICC મહિલા વર્લ્ડ કપ 2022 (ICC Women’s World Cup 2022)ની ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે પોતાનું ટાઈટલ જાળવી રાખવાનો પડકાર રહેશે. ઈંગ્લેન્ડ ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. પરંતુ, આ વખતે તે ઓસ્ટ્રેલિયન ટીમનો સામનો કરી રહ્યો છે, જેને સૌથી વધુ વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનો અનુભવ છે. જે ઈંગ્લેન્ડ ટીમ પર ભારે રહી છે. આઈસીસીની મેચ હોય કે અન્ય કોઈ ટૂર્નામેન્ટ, દરેક જગ્યાએ ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડ પર પોતાની પક્કડ મજબૂત કરી છે.

ICC મહિલા વર્લ્ડ કપ 2022ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ ત્રીજી વખત આમને સામને થવા જઈ રહ્યા છે. આ પહેલા વર્ષ 1982 અને ત્યારબાદ 1988માં રમાયેલા વર્લ્ડ કપની ફાઇનલમાં બંને ટીમો આમને સામને આવી ચુકી છે.

AUS vs ENG: મેચ ક્યારે અને ક્યાં થશે? લાઈવ અને ઓનલાઈન સ્ટ્રીમ કેવી રીતે જોવું?

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ICC મહિલા વિશ્વ કપ 2022ની ફાઈનલ મેચ ક્યારે અને કયા સમયે રમાશે?

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ICC મહિલા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ 3 એપ્રિલ, રવિવારના રોજ ભારતીય સમય અનુસાર સવારે 6.30 વાગ્યે શરૂ થશે. આ મેચનો ટોસ સવારે 6 વાગ્યે યોજાશે.

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ICC મહિલા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ ક્યાં રમાશે?

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ICC મહિલા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાશે.

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ICC મહિલા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ હું ક્યાં જોઈ શકું?

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ICC મહિલા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચનું લાઈવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની ફાઈનલ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ હું ઓનલાઈન ક્યાં જોઈ શકાશે?

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચેની ફાઈનલ મેચનું ઓનલાઈન લાઈવ સ્ટ્રીમિંગ ડિઝની+હોટસ્ટાર પર સબસ્ક્રીપ્શન સાથે જોઈ શકાશે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

આ પણ વાંચો : Pakistan: રાજકીય સંકટ વચ્ચે સેનાએ ઈમરાન ખાન સામે 3 વિકલ્પ મુક્યા, જાણો કયો વિકલ્પ પસંદ કર્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">