AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MI vs RCB 2 Live Score, IPL 2023 Highlights: મુંબઈ ઈન્ડિયન્સનો 6 વિકેટે વિજય, પહોંચ્યુ ત્રીજા સ્થાન પર

TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2023 | 11:50 PM
Share

MI vs RCB 2 Live Score, IPL 2023 Highlights: મુંબઈ ઈન્ડિયન્સે જીત્યો ટોસ, બેંગ્લોર પ્રથમ બેટિંગ કરશે

MI vs RCB 2 Live Score, IPL 2023 Highlights: મુંબઈ ઈન્ડિયન્સનો 6 વિકેટે વિજય, પહોંચ્યુ ત્રીજા સ્થાન પર
MI vs RCB 2 Live Score in Gujarati

IPL 2023 માં મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે વાનખેડે સ્ટડિયમમાં ટક્કર થઈ રહી છે. મંગળવારની મેચ જબરદસ્ત બની રહેનારી છે. બંને ટીમમાંથી જે વિજય મેળવશે એ ટીમને જીત ટોપ ફોરમાં પહોંચાડી દેશે. જ્યારે હારનારી ટીમના માટે સિઝનમાંથી બહાર થવાના માર્ગે જશે. મુંબઈ અને બેંગ્લોર વચ્ચે સિઝનમાં બીજી વાર આમનો સામનો થઈ રહ્યો છે. આ પહેલા બેંગ્લુરુમાં ટક્કર થઈ હતી અને વિરાટ કોહલીની અણનમ રમતને પગલે બેંગ્લોરે એક તરફી મેચ જીતી હતી.

MI vs RCB Playing XI

મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, કુમાર કાર્તિકેય, જેસન બેહરનડોર્ફ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફાફ ડુપ્લેસી (કેપ્ટન), વિરાટ કોહલી, અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોડ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, વિજયકુમાર વિશાક, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 09 May 2023 11:08 PM (IST)

    MI vs RCB 2 Live Score: ટિમ ડેવિડ ગોલ્ડન ડક

    વિજયકુમારે બેક ટુ બેક વિકેટ ઝડપી છે. પહેલા સૂર્યાકુમાર યાદવનો શિકાર કર્યા બાદ ટિમ ડેવિડને પ્રથમ બોલ પર જ આઉટ કર્યો છે. ટિમ ડેવિડ શૂન્ય રન પર જ પરત ફર્યો છે. મુંબઈએ પાંચમી વિકેટ ગુમાવી છે.

  • 09 May 2023 11:06 PM (IST)

    MI vs RCB 2 Live Score: સૂર્યા આઉટ

    સૂર્યાએ 35 બોલનો સામનો કરીને 83 રનની ઈનીંગ રમી હતી. આ દરમિયાન 6 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. સૂર્યા અને નેહલ વઢેરાએ ઓપનર જોડીના પરત ફર્યા બાદ જીતની જવાબદારી પોતાના પર સ્વીકારી હોય એમ બંનેએ રમત સંભાળી હતી.

  • 09 May 2023 10:55 PM (IST)

    MI vs RCB 2 Live Score: સૂર્યાની અડધી સદી પૂરી

    સૂર્યકુમાર યાદવે મહત્વના સમયે અડધી સદી નોંધાવી છે. સૂર્યાએ 14મી ઓવરમાં સિરાજ પર એક છગ્ગો અને એક ચોગ્ગો ફટકાર્યો હતો. સિરાજે ઓવરના ચોથા બોલ પર બે રન દોડી લેતા શાનદાર અડધી સદી નોંધાવી હતી.

  • 09 May 2023 10:46 PM (IST)

    MI vs RCB 2 Live Score: મુંબઈનો સ્કોર 100 ને પાર

    હસરંગાની ઓવરમાં સૂર્યકુમાર યાદવ અને વઢેરાએ છગ્ગા ફટકાર્યા હતા. 11મી ઓવરના પ્રથમ બોલ પર વઢેરાએ સિંગલ રન લેતા જ મુંબઈએ 100નો આંકડો સ્પર્શ્યો હતો. આગળના બોલે સૂર્યાએ સિક્સર જમાવી હતી.

  • 09 May 2023 10:20 PM (IST)

    MI vs RCB 2 Live Score: પાવર પ્લે સમાપ્ત, મુંબઈનો સ્કોર 62/2

    પાવર પ્લે સમાપ્ત થયો છે. પાવર પ્લેની અંતિમ ઓવર લઈને વિજય કુમાર આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર નેહલ વઢેરાએ શાનદાર છગ્ગો ફટકાર્યો હતો. જે 84 મીટર લાંબો હતો. મુંબઈએ 62 રન નોંધાવ્યા હતા અને બંને ઓપનરની વિકેટ પાવર પ્લેની પાંચમી ઓવરમાં ગુમાવી હતી.

  • 09 May 2023 10:06 PM (IST)

    MI vs RCB 2 Live Score: રોહિત શર્મા આઉટ

    રોહિત શર્મા ફરી એક વાર મોટી ઈનીંગ રમ્યા વિના જ પેવેલિયન પરત ફર્યો છે. વાનિન્દુ હસરંગાએ પાંચમી ઓવરમાં બીજી વિકેટનો ઝટકો મુંબઈને આપ્યો છે. રોહિત શર્મા 7 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 09 May 2023 10:05 PM (IST)

    MI vs RCB 2 Live Score: ઈશાન કિશન આઉટ

    ઈશાન કિશનની તોફાની ઈનીંગનો અંત આવ્યો છે. વાનિન્દુ હસરંગા તેની વિકટ ઝડપવામાં સફળ રહ્યો છે. ઓપનર ઈશાન કિશન 42 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 09 May 2023 10:02 PM (IST)

    MI vs RCB 2 Live Score: મુંબઈનો સ્કોર 50ને પાર

    ઈશાન કિશને શાનદાર શરુઆત કરી છે. તેણે ચોગ્ગા અને છગ્ગા વરસાવીને બેંગ્લોરના બોલરોને પરેશાન કરી દીધા છે. હસરંગાની ઓવરમાં ઈશાન કિશને પ્રથમ બોલ પર ચોગ્ગો અને ત્રીજા બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. છગ્ગા સાથે જ મુંબઈનો સ્કોર 50ને પાર થયો હતો.

  • 09 May 2023 09:45 PM (IST)

    MI vs RCB 2 Live Score: રોહિત શર્માએ ચોગ્ગા વડે ખોલ્યુ ખાતુ

    સુકાની અને ઓપનર રોહિત શર્માએ ચોગ્ગા વડે પોતાનુ ખાતુ ખોલ્યુ હતુ. હિટમેને પોતાના અંદાજ મુજબનો આ શોટ જમાવ્યો હતો. આગળ નિકળીને પુલ કરી દઈ લોંગ ઓનમાં ચાર રન મેળવ્યા હતા.

  • 09 May 2023 09:40 PM (IST)

    MI vs RCB 2 Live Score: મુંબઈની બેટિંગ શરુ

    મુંંબઈ સામે 200 રનનુ લક્ષ્ચ છે. તેને ચેઝ કરવા માટે મુંબઈના ઓપનર રોહિત શર્મા અને ઈશાન કિશન મેદાને આવ્યા છે. જ્યારે પ્રથમ ઓવર લઈને બેંગ્લોર તરફથી મોહમ્મદ સિરાજ આવ્યો છે. પ્રથમ બોલ પર જ ઈશાને ચોગ્ગો ફટકારી દીધો હતો.

  • 09 May 2023 09:33 PM (IST)

    MI vs RCB 2 Live Score: મુંબઈ સામે 200 રનનુ લક્ષ્ય

    બેંગ્લોરે 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને 199 રનનો સ્કોર નોંધાવ્યો હતો. આમ મુંબઈ સામે વાનખેડેમાં જીત માટે 200 રનનુ લક્ષ્ય રાખ્યુ હતુ. બેંગ્લોરે વિરાટ કોહલી અને અનુજ રાવતના રુપમાં 2 વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી.જોકે ફાફ ડુપ્લેસી અને ગ્લેન મેક્સવેલે રમતને સંભાળી હતી અને ટીમને પડકારજનક સ્કોર પર પહોંચાડી હતી.

  • 09 May 2023 09:15 PM (IST)

    MI vs RCB 2 Live Score: દિનેશ કાર્તિક આઉટ

    દિનેશ કાર્તિક તોફાની ઇનિંગ રમીને પેવેલિયન પરત ફર્યો છે. 19મી ઓવરના પહેલા બોલ પર તેણે ક્રિસ જોર્ડન પર લાંબો શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ ડીપ મિડવિકેટ પર કેચ થઈ ગયો હતો.

  • 09 May 2023 09:00 PM (IST)

    MI vs RCB 2 Live Score: બેંગ્લોરના 150 રન પુરા

    15 ઓવરની રમત સમાપ્ત થઈ ચુકી છે. બેંગ્લોરે પ્રથમ બેટિંગ કરતા 5 વિકેટ ગુમાવીને 152 રન નોંધાવ્યા છે. એક સમયે બેંગ્લોરની રનની ગતિ મોટી લાગી રહી હતી. પરંતુ મેક્સવેલ અને ડુપ્લેસીની વિકેટ ગુમાવ્યા બાદ રમત ધીમી પડી છે.

  • 09 May 2023 08:55 PM (IST)

    MI vs RCB 2 Live Score: ડુપ્લેસી OUT

    કેમરન ગ્રીને મોટી વિકેટ ઝડપી છે. બેંગ્લોરના ઓપનર અને સુકાની ફાફ ડુપ્લેસીને તેણે શોર્ટ ફાઈન લેગ ફિલ્ડરના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. ફિલ્ડર વિનોદે ત્રણ વારના પ્રયાસે કેચ ઝડપ્યો હતો ડુપ્લેસીએ 65 રનની ઈનીંગ રમી હતી.

  • 09 May 2023 08:43 PM (IST)

    MI vs RCB 2 Live Score: મહિપાલ લોમરોર OUT

    કુમાર કાર્તિકેય 14મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર તેણે મોટુ કામ કરી દીધુ છે. મહિપાલ લોમરોરનો શિકાર કર્યો હતો. મહિપાલને તેણે ક્લીન બોલ્ડ કરી દીધો હતો. મહિપાલ માત્ર 1 જ રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 09 May 2023 08:41 PM (IST)

    MI vs RCB 2 Live Score: ગ્લેન મેક્સવેલ OUT

    જેસન બેહરનડોર્ફે કમાલની બોલિંગ વાનખેડેમાં કરી છે. તે પોતાની અંતિમ ઓવર મેચમાં લઈને આવ્યો હતો અને વધુ એક સફળતા મુંબઈને અપાવી હતી. ગ્લેન મેક્સવેલને તેણે નેહલ વઢેરાના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. આમ મોટી ભાગીદારી અહીં તૂટી ગઈ હતી.

  • 09 May 2023 08:29 PM (IST)

    MI vs RCB 2 Live Score: ફાફ ડુ પ્લેસિસની અડધી સદી

    ઓપનર ફાફ ડુ પ્લેસિસે પોતાની અડધી સદી પુરી કરી લીધી છે. 11મી ઓવરમાં ત્રીજા બોલ પર ચોગ્ગો જમાવ્યો હતો અને આગળના બોલ પર સિંગલ રન લઈને અડધી સદી 30 બોલમાં પુરી કરી હતી. ઓવરના પાંચમાં બોલે મેક્સવેલે છગ્ગો ફટકાર્યો હતો.

  • 09 May 2023 08:22 PM (IST)

    MI vs RCB 2 Live Score: બેંગ્લોરના 100 રન પૂરા

    ઓપનર ફાફ ડુપ્લેસિસે 10મી ઓવરમાં ફ્રિ હિટનો ફાયદો ઉઠાવતા છગ્ગો સ્કૂપ કરીને ફાઈન લેગ તરફ ફટકાર્યો હતો. ઓવરમાં આ સાથે જ બેંગ્લોરે 100 રનનો આંકડો પાર કર્યો હતો.

  • 09 May 2023 08:20 PM (IST)

    MI vs RCB 2 Live Score: મેક્સવેલની અડધી સદી

    10મી ઓવર લઈને મેઘવાલ આવ્યો હતો. ઓવરની શરુઆતે જ મેક્સવેલે ચોગ્ગો ફટકાર્યો હતો અને આગળના બોલ પર સિંગલ રન લીધો હતો. આ સાથે જ 25 બોલમાં મેક્સવેલે પોતાની અડધી સદી પુરી કરી હતી.

  • 09 May 2023 08:05 PM (IST)

    MI vs RCB 2 Live Score: મેક્સવેલના 2 છગ્ગા

    ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલ વચ્ચે 50 રનની ભાગીદારી રમત થઈ છે. 7મી ઓવરમાં ગ્લેન મેક્સવેલે 2 શાનદાર છગ્ગા ફટકાર્યા હતા. બેંગ્લોર માટે આ છગ્ગા ખૂબ જ રાહત ભર્યા હતા અને 2 વિકેટનો ગમ દૂર કર્યો હતો.

  • 09 May 2023 08:00 PM (IST)

    MI vs RCB 2 Live Score: બેંગ્લોરે પાવર પ્લેમાં 50+ રન કર્યા

    પાવર પ્લેનો અંત થઈ ચુક્યો છે. બેંગ્લોરે આ દરમિયાન 2 મહત્વની વિકેટ ગુમાવી દીધી છે. જોકે આમ છતાં પાવર પ્લેમાં 56 રન નોંધાવી રનની ગતિ જાળવી છે. ફાફ ડુપ્લેસિસ અને ગ્લેન મેક્સવેલ રમતમાં છે અને સમયાંતરે બાઉન્ડરી જમાવી રહ્યા છે. પાંચમી ઓવરના અંતમાં ડુપ્લેસિસે છગ્ગો જમાવ્યો હતો.

  • 09 May 2023 07:44 PM (IST)

    MI vs RCB 2 Live Score: અનુજ રાવત આઉટ

    બીજો ઝટકો લાગી ચુક્યો છે. બેહરનડોર્ફે બીજો શિકાર કર્યો છે. પહેલા વિરાટ કોહલી બાદ હવે અનુજ રાવતને કેમરન ગ્રીનના હાથમાં ઝડપાવ્યો હતો. અનુજ રાવક 6 રન નોંધાવીને પરત ફર્યો હતો.

  • 09 May 2023 07:43 PM (IST)

    MI vs RCB 2 Live Score: ડુપ્લેસિસની 2 બાઉન્ડરી

    આગળની ઓવરમાં જ વિરાટ કોહલીની વિકેટ સસ્તામાં ગુમાવી દીધી હતી. ત્યાર બાદ આગળની ઓવરમાં ડુપ્લેસિસે ઝડપી ગતિ પાવર પ્લેમાં રાખવાનો પ્રયાસ કરતા બે સળંગ બાઉન્ડરી પિયૂષ ચાવલાની ઓવરમાં જમાવી હતી. બીજી ઓવરમાં ચોથા અને પાંચમાં બોલ પર ચોગ્ગા જમાવ્યા હતા.

  • 09 May 2023 07:34 PM (IST)

    MI vs RCB 2 Live Score: વિરાટ કોહલી OUT

    પ્રથમ ઓવરમાં જ બેંગ્લોરને મોટો ઝટકો લાગ્યો છે. વિરાટ કોહલી માત્ર 1 જ રન નોંધાવીને વિકેટકીપરના હાથમાં કેચ ઝડપાયો હતો. કોહલી માટે રોહિત શર્માએ રિવ્યૂ લીધો હતો અને જેમાં તે આઉટ જાહેર થયો હતો.

  • 09 May 2023 07:32 PM (IST)

    MI vs RCB 2 Live Score: બેંગ્લોરની બેટિંગ શરુ

    વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ ઓપનિંગ માટે મેદાના આવ્યા છે. બંનેએ બેંગ્લોરની રમતની શરુઆત કરી છે. જ્યારે મુંબઈ તરફથી જેસન બેહરનડોર્ફ પ્રથમ ઓવર લઈને આવ્યો છે. વાનખેડેમાં બંને ટીમના માટે જીત મહત્વની છે.

  • 09 May 2023 07:25 PM (IST)

    MI vs RCB 2 Live Score: મુંબઈ ઈન્ડિયન્સની પ્લેઈંગ 11

    મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, ટિમ ડેવિડ, નેહલ વાઢેરા, ક્રિસ જોર્ડન, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, કુમાર કાર્તિકેય, જેસન બેહરનડોર્ફ

  • 09 May 2023 07:24 PM (IST)

    MI vs RCB 2 Live Score: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની પ્લેઈંગ 11

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: ફાફ ડુપ્લેસી (કેપ્ટન), વિરાટ કોહલી, અનુજ રાવત, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોડ, દિનેશ કાર્તિક (વિકેટકીપર), વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, વિજયકુમાર વૈશાખ, મોહમ્મદ સિરાજ, જોશ હેઝલવુડ

  • 09 May 2023 07:08 PM (IST)

    MI vs RCB 2 Live Score: મુંબઈએ જીત્યો ટોસ

    વાનખેડેમાં રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી છે. આમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરશે. આજની મેચ બંને ટીમ માટે મહત્વની છે અને બંને વચ્ચે જંગ મરણીયો બની રહેશે.

Published On - May 09,2023 7:07 PM

g clip-path="url(#clip0_868_265)">