જય શાહ ICCના બોસ બનતા જ ખુશ થયો વિરાટ કોહલી, બુમરાહ-પંડયાએ કહી મોટી વાત
ICCના નવા અધ્યક્ષ તરીકે જય શાહ બિનહરીફ ચૂંટાયા છે. તે ICCનો ચાર્જ સંભાળનાર સૌથી યુવા અધ્યક્ષ હશે. તેમના અધ્યક્ષ બન્યા બાદ ભારતીય ક્રિકેટમાં ખુશીની લહેર છે. અને આવી સ્થિતિમાં વિરાટ કોહલીએ એક મોટી વાત કહી છે.
જય શાહને ICCના આગામી અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ પદ માટે તેમની પસંદગી બિનહરીફ થઈ હતી. તે ICCની ખુરશી પર બેસનાર સૌથી યુવા અધ્યક્ષ પણ હશે. ICCના અધ્યક્ષ તરીકે જય શાહની નિયુક્તિથી ભારતીય ક્રિકેટમાં ખુશીની લહેર છે. જય શાહને અભિનંદન પાઠવતા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે.
Many congratulations @JayShah on being elected as the ICC chairman. Wishing you great success ahead.
ભારતીય ક્રિકેટરો પણ પોતપોતાના X હેન્ડલ્સ દ્વારા તેને સતત અભિનંદન આપી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે પણ અભિનંદન પાઠવ્યા છે. આ ખુશી અંગે વિરાટ કોહલીએ જે કહ્યું તે પણ રસપ્રદ છે. વિરાટે જય શાહને X હેન્ડલ પર અભિનંદન પાઠવ્યા છે.
Congratulations @JayShah bhai! Your passion for the game will ensure it’s taken to the next level. Wishing you lots of luck! https://t.co/wzJvQWlhYd
વિરાટ કોહલીએ જય શાહને અભિનંદન પાઠવ્યા અને તેમની નવી ભૂમિકામાં સફળતાની શુભેચ્છા પાઠવી. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પણ પોતાના X હેન્ડલ પર કંઈક આવું જ કહ્યું હતું. બુમરાહે લખ્યું- અભિનંદન જય શાહ ભાઈ. ક્રિકેટ પ્રત્યેનો તમારો જુસ્સો જોઈને લાગે છે કે તમે તેને નવી ઊંચાઈઓ પર લઈ જશો. તમને ઘણી બધી શુભેચ્છાઓ.
Congratulations @JayShah bhai on being elected as the youngest chairman of ICC. Look forward to seeing you take cricket to even greater heights. Your vision and drive will help ICC, just like it did with BCCI. https://t.co/IxXWaSpP1b
ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે જય શાહને ICC અધ્યક્ષ બનવા પર અભિનંદન આપતા આશા વ્યક્ત કરી છે કે તેમના નેતૃત્વમાં ક્રિકેટ સફળતાના નવા શિખર પર પહોંચશે. હાર્દિક પંડ્યાએ જય શાહને અભિનંદન આપતા કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે જે રીતે તમારા નેતૃત્વમાં BCCI સફળતાની સીડી પર ચઢ્યું છે તે જ રીતે ICC પણ આગળ વધશે.