AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈશાન કિશને તે ભૂલ કરી જેના માટે તે અનેકવાર થાય છે ટ્રોલ, છોડવું પડ્યું મેદાન

તમિલનાડુમાં ચાલી રહેલી બૂચી બાબુ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં ઈશાન કિશને શાનદાર સદી ફટકારીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી પરંતુ બીજી મેચમાં તેણે મોટી ભૂલ કરી હતી. જે બાદ ઈશાન કિશનને મેદાન છોડવું પડ્યું હતું.

ઈશાન કિશને તે ભૂલ કરી જેના માટે તે અનેકવાર થાય છે ટ્રોલ, છોડવું પડ્યું મેદાન
Ishan Kishan
| Updated on: Aug 21, 2024 | 4:12 PM
Share

ઈશાન કિશન હાલમાં ટીમ ઈન્ડિયામાં પુનરાગમન કરવા માટે સખત મહેનત કરી રહ્યો છે. ઈશાન બુચી બાબુ ટૂર્નામેન્ટમાં ઝારખંડની કેપ્ટનશીપ કરી રહ્યો છે. આ ટૂર્નામેન્ટની પહેલી જ મેચમાં ઈશાન કિશને શાનદાર સદી ફટકારી હતી, ત્યારબાદ તેની ટીમને જોરદાર જીત મળી હતી. પરંતુ બીજી જ મેચમાં ઈશાન કિશને તે ભૂલ કરી જેના માટે તે ઘણીવાર ટ્રોલ થાય છે. બુધવારે હૈદરાબાદ સામેની મેચમાં ઈશાન કિશન માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો અને તેના આઉટ થવાનું કારણ ખૂબ જ ખરાબ શોટ હતો.

ઈશાન કિશન બીજી ઈનિંગમાં રહ્યો ફ્લોપ

ઈશાન કિશને હૈદરાબાદ સામે 11 બોલમાં એક રન બનાવ્યો હતો. ફ્લોપ થવું એ કોઈ મોટી સમસ્યા નથી, આવું દરેક ખેલાડી સાથે થાય છે પરંતુ કિશને જે રીતે તેની વિકેટ ગુમાવી તે આશ્ચર્યજનક છે. તનય થિયાગરાજનના બોલ પર ઈશાન કિશન પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો. ઈશાને આ ખેલાડીના બોલ પર સ્વીપ સ્લોગ શોટ રમીને વિરોધીને પોતાની વિકેટ ભેટમાં આપી હતી. અહીં મોટી વાત એ છે કે ઈશાન કિશને આ શોટ ત્યારે રમ્યો જ્યારે તેની ટીમ પહેલા જ પાંચ વિકેટ ગુમાવી ચૂકી હતી. ઈશાન માટે આ ટૂર્નામેન્ટ ઘણી મહત્વની છે. જો તે આ ટૂર્નામેન્ટમાં રન બનાવશે તો આવતા મહિને બાંગ્લાદેશ સામેની T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે.

ઝારખંડની ટીમ મુશ્કેલીમાં

મેચની વાત કરીએ તો ઝારખંડની ટીમ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગઈ. જ્યારે ઈશાન કિશન આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર માત્ર 145 રન હતો. આ પછી, સમાચાર લખાય છે ત્યાં સુધી, ટીમે 171 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી. ઝારખંડ તરફથી એકમાત્ર ઓપનર શરણદીપ સિંહે શાનદાર 8 ઈનિંગ રમી હતી. આ જમણા હાથના બેટ્સમેને 151 બોલમાં 78 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો: જેને ભારત-પાકિસ્તાન સાથે છે ગાઢ સંબંધ, તે હવે બાંગ્લાદેશમાં ક્રિકેટ ચલાવશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
g clip-path="url(#clip0_868_265)">