દુલીપ ટ્રોફીમાં ઈશાન કિશને ફટકારી તોફાની સદી, સાતમી વખત કર્યું આ કારનામું
દુલીપ ટ્રોફીના બીજા રાઉન્ડમાં ઈશાન કિશને પોતાના બેટથી કમાલ બેટિંગ કરી શાનદાર સદી ફટકારી છે. ઈન્ડિયા C તરફથી રમતા આ વિકેટકીપર બેટ્સમેને ઈન્ડિયા B વિરુદ્ધ સદી ફટકારી હતી. આ ઈશાન કિશનની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સાતમી સદી છે.
ઈશાન કિશને ફરી એકવાર પોતાના બેટનો પાવર બતાવ્યો છે. આ તોફાની ડાબોડી બેટ્સમેને દુલીપ ટ્રોફીમાં સદી ફટકારી છે. ઈન્ડિયા C તરફથી રમતા ઈશાન કિશને શાનદાર બેટિંગ કરતા ઈન્ડિયા B વિરુદ્ધ સદી ફટકારી હતી. મોટી વાત એ છે કે ભારતીય C ટીમનો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને ઈજાના કારણે મેચના બીજા બોલ પર રિટાયર્ડ હર્ટ થઈ ગયો હતો, પરંતુ આ પછી ઈશાન કિશને પોતાની સ્ટાઈલમાં સદી પૂરી કરી હતી.
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ઈશાનની સાતમી સદી
ઈશાન કિશને 90ની આસપાસના સ્ટ્રાઈક રેટથી સદી ફટકારી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આ તેની સાતમી સદી છે. ઈશાન કિશનની આ સદી એટલા માટે પણ ખાસ છે કારણ કે તેણે 2 વર્ષ બાદ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સદી ફટકારી છે.
ઈશાન કિશને 111 રનની ઈનિંગ રમી
ઈશાન કિશન પ્રથમ મેચમાં રમી શક્યો ન હતો. ઈશાન ઈજાગ્રસ્ત થયો હતો જેના કારણે તે પ્રથમ મેચમાંથી બહાર રહ્યો હતો પરંતુ ફીટ થતા જ કિશને પોતાની પ્રતિભા બતાવી દીધી હતી. ઈશાને ઈન્ડિયા Bના બોલરોને જબરદસ્ત ફટકાર્યા હતા. ખાસ કરીને સ્પિનરો તેના નિશાને હતા. તેણે વોશિંગ્ટન સુંદરને શાનદાર રીતે રમ્યો અને જ્યારે તેને તક મળી ત્યારે કોઈ નબળા બોલને છોડ્યો નહીં. ઈશાન કિશને 111 રનની ઈનિંગ રમી હતી.
– Dropped from Central contract. – Dropped from Indian Team. – Comeback in Buchi Babu Tournament. – Scored Hundred in Buchi Babu. – Got Injured in Round 1 in Duleep Trophy. – Now HUNDRED on Duleep Trophy return.
What a Remarkable Comeback by Ishan Kishan – TAKE A BOW, ISHAN. pic.twitter.com/XXrydeuWID
— Tanuj Singh (@ImTanujSingh) September 12, 2024
ટીમમાં કમબેક માટે દુલીપ ટ્રોફી મહત્વપૂર્ણ
ઈશાન કિશન માટે દુલીપ ટ્રોફી ટૂર્નામેન્ટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે અને જો તે આ ટૂર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરશે તો ભારતીય પસંદગીકારો તેના નામ પર વધુ વિચાર કરી શકે છે. જો કે, ઈશાન તાજેતરમાં જ બુચી બાબુ ટૂર્નામેન્ટ પણ રમ્યો હતો જેમાં તેણે સદી ફટકારી હતી. હવે તેની બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં પસંદગી કરવામાં આવી ન હતી, પરંતુ T20 શ્રેણી હજુ યોજાવાની બાકી છે. ઈશાન કિશન માટે ત્રણ મેચની T20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવવી એક મોટું લક્ષ્ય હશે.
આ પણ વાંચો: શું વિરાટ કોહલી-બાબર આઝમ એક જ ટીમમાં રમશે? જાણો આ ચમત્કાર કેવી રીતે થશે?