AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રસ્તા પર કૂતરો બટકું ભરે તો ગભરાશો નહીં ! તરત કરો આ 5 સ્ટેપ ફોલો કરો, નહીં તો થઈ શકે છે મોટું જોખમ

જો કૂતરો બટકું ભરે તો ઘાવને તરત જ સાફ કરવો ખૂબ જરૂરી છે. ઘાવને ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ સુધી વહેતા પાણી અને સાબુથી સારી રીતે ધોઈ લો. આથી ઘાવમાં રહેલા વાયરસ અથવા બેક્ટેરિયાનો ખતરો ઘણો ઓછો થઈ જાય છે. ત્યારબાદ એન્ટિસેપ્ટિક દવા લગાવી શકાય છે.

રસ્તા પર કૂતરો બટકું ભરે તો ગભરાશો નહીં ! તરત કરો આ 5 સ્ટેપ ફોલો કરો, નહીં તો થઈ શકે છે મોટું જોખમ
Dog Bites
| Updated on: Mar 08, 2026 | 4:17 PM
Share

રસ્તા પર ચાલતા કે સાયકલ-બાઈક ચલાવતા સમયે ક્યારેક સ્ટ્રીટ ડોગના હુમલાની ઘટના બનતી હોય છે. કૂતરો બટકું ભરે ત્યારે ઘણા લોકો ગભરાઈ જાય છે અને શું કરવું તે સમજાતું નથી. પરંતુ યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવામાં આવે તો ગંભીર બીમારીઓથી બચી શકાય છે.

સૌથી પહેલા, જો કૂતરો બટકું ભરે તો ઘાવને તરત જ સાફ કરવો ખૂબ જરૂરી છે. ઘાવને ઓછામાં ઓછા 10 થી 15 મિનિટ સુધી વહેતા પાણી અને સાબુથી સારી રીતે ધોઈ લો. આથી ઘાવમાં રહેલા વાયરસ અથવા બેક્ટેરિયાનો ખતરો ઘણો ઓછો થઈ જાય છે. ત્યારબાદ એન્ટિસેપ્ટિક દવા લગાવી શકાય છે.

ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન લેવુ જરૂરી

બીજું મહત્વપૂર્ણ પગલું એ છે કે શક્ય તેટલી ઝડપથી ડોક્ટરનો સંપર્ક કરવો. કૂતરો બટકું ભરે ત્યારે રેબિઝ નામની ખતરનાક બીમારીનો ખતરો રહે છે. તેથી ડોક્ટર સલાહ મુજબ હડકવા વિરોધી રસી અને જરૂર પડે તો ઇમ્યુનોગ્લોબ્યુલિન ઇન્જેક્શન લેવુ જરૂરી બને છે.

કેટલાક લોકો ઘાવ પર મરચું, તેલ, હળદર અથવા માટી લગાવી દે છે, જે સંપૂર્ણપણે ખોટી રીત છે. આવી વસ્તુઓ લગાવવાથી ઇન્ફેક્શન વધી શકે છે અને ઘાવ વધુ ખરાબ બની શકે છે. તેથી આવા ઘરેલુ ઉપાયો ટાળવા જોઈએ.

કૂતરાની સ્થિતિ પર પણ નજર રાખો

જો શક્ય હોય તો કૂતરાની સ્થિતિ પર પણ નજર રાખો. જો તે પાળેલું કૂતરું હોય તો તેના વેક્સિનેશન વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરો. જો તે સ્ટ્રીટ ડોગ હોય તો પણ ઘટનાની માહિતી નજીકની આરોગ્ય સેવાઓ અથવા નગરપાલિકાને આપવી યોગ્ય છે.

યાદ રાખો કે સમયસર સારવાર લેવાથી રેબિઝ જેવી જીવલેણ બીમારીથી બચી શકાય છે. તેથી કૂતરો કાટે ત્યારે ગભરાશો નહીં, પરંતુ તરત જ યોગ્ય સારવાર લો અને ડોક્ટરની સલાહનું પાલન કરો.

Tv9 ગુજરાતી પર બ્યૂટી ટિપ્સ, રેસિપી, રિલેશનશિપ ટિપ્સ તેમજ ઘરેલુ ઉપચાર અને લાઈફસ્ટાઈલ બાબતે અવનવી સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ લાઈફસ્ટાઈલની સ્ટોરી વાંચવા માટે તમે આ પેજને ફોલો કરી શકો છો.

સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
ગોંડલના ગુનેગારોમાં ફફડાટ, અસામાજિકોને ડામવા ગાંધીનગરનુ ગ્રીન સિગ્નલ!
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
મહેસાણામાં બટાટાના ભાવ ન મળતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
g clip-path="url(#clip0_868_265)">