AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dhurandhar 2ની કમાલ, રિલીઝ થવાના 10 દિવસ પહેલા જ 8 કરોડથી વધુની કમાણી કરી , શું પહેલા ભાગનો રેકોર્ડ તોડી શકશે?

Dhurandhar 2 Booking : રણવીર સિંહની ફિલ્મ "ધુરંધર" નો પહેલો ભાગ બ્લોકબસ્ટર સાબિત થયો. બીજા ભાગનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે, જેનાથી ચાહકોના ઉત્સાહમાં વધારો થયો. હવે જ્યારે બીજો ભાગ રિલીઝ થવાનો છે, તો ચાલો જાણીએ કે ફિલ્મની એડવાન્સ બુકિંગમાં કેટલી ટિકિટ વેચાઈ છે.

Dhurandhar 2ની કમાલ, રિલીઝ થવાના 10 દિવસ પહેલા જ  8 કરોડથી વધુની કમાણી કરી , શું  પહેલા ભાગનો રેકોર્ડ તોડી શકશે?
| Updated on: Mar 08, 2026 | 4:47 PM
Share

Dhurandhar 2 Advance Booking : આ વર્ષે જે ફિલ્મની ચાહકો સૌથી વધારે રાહ જોઈ રહ્યા છે. તે રણવીર સિંહની ધુરંધર 2 ફિલ્મ છે. ટ્રેલર જોયા બાદ ચાહકો ધુરંધર 2ના ખુબ વખાણ કરી રહ્યા છે.હવે ચાહકો 19 માર્ચની રાહ જોઈ રહ્યા છે. ધુરંધર ધ રિવેંઝની રિલીઝને હજુ થોડા દિવસની વાર છે. ત્યારે ફિલ્મનું એડવાન્સ બુકિંગ શરુ થઈ ચૂક્યું છે. આ સાથે ચોંકાવનાર આંકડાઓ પણ સામે આવ્યા છે.

19 માર્ચ 2026ના રોજ રણવીર સિંહ ફરી એક વખત બોક્સ ઓફિસ પર ધમાકો કરવા માટે આવી રહ્યો છે. પહેલી ફિલ્મ જેટલી શાનદાર રહી છે. તેને જોઈ લાગી રહ્યું છે કે, ધુરંધર 2ને પણ સારો રિસ્પોન્સ મળશે. 19 માર્ચના રોજ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે અને 18 માર્ચના રોજ આ ફિલ્મ પેઇડ પ્રિવ્યૂ છે. ‘ધુરંધર 2’ એ ફક્ત પેઇડ પ્રિવ્યૂના એડવાન્સ બુકિંગથી કરોડોની કમાણી કરી છે.

રિલીઝ પહેલા ધુરંધરે કરી કરોડોની કમાણી

ધુરંધર 2ની જો આપણે વાત કરીએ તો રિલીઝ પહેલા એડવાન્સ બુકિંગ શરુ થઈ ચૂક્યું છે. ફિલ્મના પહેલા પાર્ટે એડવાન્સ બુકિંગ મામલે 9-10 કરોડ રુપિયાની કમાણી કરી હતી. પરંતુ બીજા પાર્ટે એક જ દિવસમાં 8 કરોડની કમાણી કરી છે. Sacnilkના રિપોર્ટ મુજબ અત્યારસુધી 8.83 કરોડની કમાણી કરી છે.

હિન્દીમાં 1 લાખ 35 હજાર ટિકિટ વેચાઈ

ફિલ્મના ટોટલ 6684 શો છે. જેમાંથી 6457 શો હિન્દીભાષામાં છે. હિન્દી ફિલ્મના 1 લાખ 35 હજાર ટિકિટ વેચાઈ ચૂકી છે. તો બ્લોક સીટ્સની સાથે ફિલ્મે 13.25 કરોડની કમાણી કરી લીધી છે. સૌથી વધારે ઓક્યુપેસી અત્યારસુધી દિલ્હી એનસીઆરમાં છે. ફિલ્મની જે રીતે એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે. હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તેને જોઈ લાગી રહ્યું છે કે, ધુરંધર 2 ટુંક સમયમાં હાઈએસ્ટ એડવાન્સ બુકિંગવાળી ફિલ્મોના લિસ્ટમાં સામેલ થઈ શકે છે. તેમજ પોતાના પહેલા પાર્ટનો રેકોર્ડ પણ તોડી શકે છે.

હાલમાં આ ફિલ્મોથી પાછળ

સૌથી વધુ એડવાન્સ બુકિંગ ધરાવતી ટોચની પાંચ ફિલ્મોની વાત કરીએ તો, “એવેન્જર્સ: એન્ડગેમ” 975,000 ટિકિટો વેચાઈને પ્રથમ ક્રમે છે. “બાહુબલી 2” 650,000 ટિકિટો વેચાઈને બીજા ક્રમે છે. શાહરૂખ ખાનની “જવાન” 557,000 ટિકિટો વેચાઈને ત્રીજા ક્રમે છે. “પઠાણ” 556,000 ટિકિટો વેચાઈને ચોથા ક્રમે છે. “સ્પાઈડર-મેન: નો વે હોમ” 550,000 ટિકિટો વેચાઈને પાંચમા ક્રમે છે.

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવૂડનું નામ અંગ્રેજી ફિલ્મ ઈન્ડસ્ટ્રી હોલીવુડની તર્જ પર રાખવામાં આવ્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
Breaking News : આ વર્ષે વહેલુ બેસશે ચોમાસુ, IMDની આગાહી
Breaking News : આ વર્ષે વહેલુ બેસશે ચોમાસુ, IMDની આગાહી
તમે એકાંતમાં થોડો સમય વિતાવશો, રોકાણનો લાભ મળવાની શક્યતા છે
તમે એકાંતમાં થોડો સમય વિતાવશો, રોકાણનો લાભ મળવાની શક્યતા છે
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
8 કિમી દૂર બુથ ખસેડીને અધિકારીઓએ શું સાબિત કર્યું?
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
પત્રિકા સાથે ચવાણું ઘર-ઘર સુધી પહોંચાડ્યું, મતદારોને રીઝવવાનો પ્રયાસ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
જુનાગઢ: ઝાંઝરડા ગામના ખેડૂતો ટીપી સ્કીમ-5 સામે આકરા પાણીએ
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
સુરતના સરોલીમાં વિધર્મી હેવાને 3 વર્ષની હસતી રમતી બાળકીને પીંખી નાખી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
પારકે પૈસે નાસ્તો ભોજન કરાવનાર પૂર્વ સાંસદ પાસે રૂપિયા માંગતા આપી ધમકી
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
ગીરસોમનાથમાં AAPના કાર્યકર કુવામાં ખાબક્યા, વીડિયો થયો વાયરલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
કોંગ્રેસ નેતાએ સભામાં કમળનું બટન દબાવવા કરી અપીલ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
Breaking News: વડોદરામાં હવે આળસુ અધિકારીઓ પર તવાઈ
g clip-path="url(#clip0_868_265)">