AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મેદાન પર ગર્જ્યો ‘પોકેટ ડાયનેમો’! ઈશાન કિશને T20 ક્રિકેટમાં રચ્યો ‘ઇતિહાસ’, સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ ધ્વસ્ત

ટી20 ક્રિકેટમાં ઈશાન કિશને સૂર્યકુમાર યાદવને પાછળ છોડીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ન્યુઝીલેન્ડ સામેની છેલ્લી T20 મેચમાં ધમાકેદાર 61 રનની ઈનિંગ રમવાની સાથે જ કિશને એક ખાસ રેકોર્ડ તોડીને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવો ઈતિહાસ રચી દીધો છે.

મેદાન પર ગર્જ્યો 'પોકેટ ડાયનેમો'! ઈશાન કિશને T20 ક્રિકેટમાં રચ્યો 'ઇતિહાસ', સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ ધ્વસ્ત
Image Credit source: Cricinfo
| Updated on: Nov 01, 2026 | 4:56 PM
Share

ન્યુઝીલેન્ડ સામેની 5મી અને છેલ્લી T20 મેચમાં જ્યારે અભિષેક શર્મા અને સંજુ સેમસન સસ્તામાં આઉટ થઈ ગયા, ત્યારે ઈશાન કિશને જવાબદારી સંભાળી.

જવાબદારી સંભાળ્યા બાદ કિશને પોતાની T20 કારકિર્દીની 14મી અડધી સદી ફટકારી. 28 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરનાર કિશન 32 બોલમાં 5 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 61 રનની તૂફાની ઇનિંગ રમીને આઉટ થયો.

આ દરમિયાન તેણે કેપ્ટન શ્રેયસ અય્યર સાથે ત્રીજી વિકેટ માટે ભાગીદારી કરી અને એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ રન બનાવવાની બાબતમાં સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તોડી નાખ્યો. સૂર્યકુમાર યાદવે વર્ષ 2022માં ભારત માટે 1164 રન બનાવ્યા હતા. ઈશાન કિશને 37મી ઇનિંગમાં 12,00 રન પૂરા કર્યા અને આવું કરનાર તે પહલો ભારતીય બેટ્સમેન બની ગયો.

T20 આંતરરાષ્ટ્રીયમાં પૂરા કર્યા 2000 રન

ઈશાન કિશને પોતાની આ ઇનિંગના દમ પર T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2000 રન પણ પૂરા કરી લીધા. આ ઇનિંગ પછી કિશનના 69 મેચની 69 ઇનિંગમાં 2016 રન થઈ ગયા છે. આ દરમિયાન કિશને 14 અડધી સદી અને એક સદી ફટકારી છે. તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર 103 રન રહ્યો છે.

આટલું જ નહીં, કિશનની 14 અડધી સદીમાંથી 8 તો આ જ વર્ષે આવી છે. આ સિવાય, તે ભારત તરફથી ત્રીજા સૌથી ઝડપી 2000 રન બનાવનાર ખેલાડી પણ બની ગયો છે.

સૌથી ઝડપી 2000 રન બનાવનાર ભારતીય

  • અભિષેક શર્મા – 1024 બોલ
  • સૂર્યકુમાર યાદવ – 1164 બોલ
  • ઈશાન કિશન – 1345 બોલ

વર્ષ 2026નું કેમ્પેઈન કિશન માટે શાનદાર રહ્યું, જેણે ICC મેન્સ T20 વર્લ્ડ કપમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જણાવી દઈએ કે, કિશને ટુર્નામેન્ટમાં 317 રન બનાવ્યા હતા.

કિશનથી આગળ કોણ?

T20માં સૌથી વધુ રન બનાવવાની બાબતમાં રોહિત શર્મા 4,231 રન સાથે સૌથી ઉપર છે, ત્યારબાદ વિરાટ કોહલીના નામે 4,188 રન છે અને સૂર્યકુમાર 3,272 રન સાથે ત્રીજા સ્થાને છે. હાર્દિક પંડ્યા (2,288), અભિષેક શર્મા (2,268) અને કેએલ રાહુલ (2,265) કિશનથી આગળ છે.

Breaking News : શું ફરી જોવા મળશે રોહિત શર્માનું એ જ તોફાની રૂપ ? વિજય હજારે ટ્રોફીમાં મુંબઈ તરફથી રમવા માટે રોહિત તૈયાર!

Follow Us
રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદથી તૈયાાર પાક થયો બર્બાદ, ખેડૂતો ચિંતિત
રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદથી તૈયાાર પાક થયો બર્બાદ, ખેડૂતો ચિંતિત
ગુજરાતની પ્રથમ મરીન કોલેજ ગીર સોમનાથના વેલણ ગામે સ્થાપિત થશે
ગુજરાતની પ્રથમ મરીન કોલેજ ગીર સોમનાથના વેલણ ગામે સ્થાપિત થશે
સરપંચની બેઠક મુદ્દે બનાસકાંઠામાં આદિવાસીઓનો આક્રોશ
સરપંચની બેઠક મુદ્દે બનાસકાંઠામાં આદિવાસીઓનો આક્રોશ
મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
સુરતની બાંધણી સાડીની દુકાનમાં ચોરી કરતી ચાર મહિલાઓની ગેંગ ઝડપાઈ! Video
સુરતની બાંધણી સાડીની દુકાનમાં ચોરી કરતી ચાર મહિલાઓની ગેંગ ઝડપાઈ! Video
રેલવે ફાટક બંધ કરવાનું ભૂલ્યું તંત્ર! ખુલ્લા ફાટક પરથી પસાર થઈ ટ્રેન
રેલવે ફાટક બંધ કરવાનું ભૂલ્યું તંત્ર! ખુલ્લા ફાટક પરથી પસાર થઈ ટ્રેન
વ્યારા સુગર મિલ: બાકી લેણાં મુદ્દે 800થી વધુ ખેડૂતોના ધરણાં
વ્યારા સુગર મિલ: બાકી લેણાં મુદ્દે 800થી વધુ ખેડૂતોના ધરણાં
અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ બનાવશે શૈક્ષણિક સંકુલ અને હોસ્પિટલ
અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ બનાવશે શૈક્ષણિક સંકુલ અને હોસ્પિટલ
સુરતમાં એમ્બ્રોયડરી કામદારોનું ત્રણ મહિનાથી ચાલતું આંદોલન સમેટાયું !
સુરતમાં એમ્બ્રોયડરી કામદારોનું ત્રણ મહિનાથી ચાલતું આંદોલન સમેટાયું !
સુરતમાં ભેળસેળયુક્ત મીઠાઈ બનાવતી ફેક્ટરી ઝડપાઈ ! Video
સુરતમાં ભેળસેળયુક્ત મીઠાઈ બનાવતી ફેક્ટરી ઝડપાઈ ! Video
g clip-path="url(#clip0_868_265)">