IPL: ડેવિડ વોર્નર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે સોશિયલ મીડિયા પર ઉડી! એકબીજા પર કર્યા કટાક્ષ

સનરાઈઝર્સ હૈદરાબાદે (SRH) ડેવિડ વોર્નર (David Warner) ની કેપ્ટન્સીમાં 2016માં IPL ખિતાબ જીત્યો હતો, પરંતુ આ વખતે વોર્નરને ફ્રેન્ચાઈઝીએ રિટેન કર્યો નહોતો.

IPL: ડેવિડ વોર્નર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે સોશિયલ મીડિયા પર ઉડી! એકબીજા પર કર્યા કટાક્ષ
David Warner
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 10:28 PM

એક સમય હતો જ્યારે ઓસ્ટ્રેલિયન ઓપનર ડેવિડ વોર્નર (David Warner) IPL ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) નો મહત્વનો ભાગ હતો. તેની કેપ્ટનશિપમાં જ ટીમે 2016માં IPL નો ખિતાબ જીત્યો હતો. વોર્નરની કપ્તાનીમાં ટીમે સતત સારો દેખાવ કર્યો હતો, પરંતુ છેલ્લી IPLમાં, આ ટીમે સીઝનની મધ્યમાં વોર્નરને સુકાની પદ પરથી હટાવીને ન્યુઝીલેન્ડના કેન વિલિયમસનને કેપ્ટન તરીકે પસંદ કર્યો હતો.

આ પછી ફ્રેન્ચાઇઝીએ વોર્નરને રિટેન પણ ન કર્યો. મતલબ કે આ વખતે વોર્નર મેગા ઓક્શન (IPL Mega Auction) માં ઉતરશે જ્યાં ફ્રેન્ચાઈઝી તેના પર દાવ લગાવશે. વોર્નર ફોર્મમાં ન હોવાથી ટીમે તેને છોડી દીધો હતો. હવે આ બેટ્સમેન ફોર્મમાં પરત ફર્યો છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વોર્નરે આ સમયે રમાઈ રહેલી એશિઝ શ્રેણી (Ashes Series) માં જોરદાર બેટિંગ કરી છે. ઓસ્ટ્રેલિયાએ પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ત્રણ મેચ જીતીને ઈંગ્લેન્ડ પર 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને શ્રેણી કબજે કરી લીધી હતી. આ પછી, સનરાઇઝર્સ હૈદરાબાદના મુખ્ય કોચ ટોમ મૂડીએ ઓસ્ટ્રેલિયન ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ પછી એક પ્રશંસકે ટ્વિટ કર્યું કે ફ્રેન્ચાઇઝીએ 2022માં યોજાનારી મેગા ઓક્શનમાં સારા ખેલાડીઓની પસંદગી કરી.

ફ્રેન્ચાઇઝીએ ટ્વીટ કર્યું

પ્રશંસકના આ ટ્વીટનો જવાબ આપતા વોર્નરે લખ્યું, “શક છે.” આ પછી, ફ્રેન્ચાઇઝીએ ટ્વીટ કરીને વોર્નરને એશિઝ શ્રેણી જીત પર અભિનંદન આપ્યા અને હરાજીનો પણ ઉલ્લેખ કર્યો. ફ્રેન્ચાઇઝીએ લખ્યું, “એશેઝ શ્રેણી જીતવા બદલ ડેવીને અભિનંદન. એવું લાગે છે કે તમે ફોર્મમાં છો અને તેનો આનંદ માણી રહ્યાં છો. તે જ સમયે, અમને આશા છે કે તમારી હરાજી સારી રહેશે.

T20 વર્લ્ડ કપમાં મચાવી હતી ધમાલ

IPL-2021ની છેલ્લી કેટલીક મેચોમાં વોર્નરને સનરાઇઝર્સ હૈદરાબાદ દ્વારા અંતિમ-11માં સ્થાન આપવામાં આવ્યું ન હતું. IPL પછી જ ICC T20 વર્લ્ડ કપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્લ્ડ કપમાં વોર્નર ફોર્મમાં પાછો ફર્યો હતો અને ઓસ્ટ્રેલિયાની ટાઈટલ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે આ ટૂર્નામેન્ટમાં સાત મેચમાં 289 રન બનાવ્યા અને તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. જેના કારણે તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ  IND VS SA: વિરાટ કોહલી એ એક ના એક જ ભૂલને 11 મી વાર કરી, જેને લઇને જ તે શતકથી દૂર થવા લાગ્યો!

આ પણ વાંચોઃ IPL 2022: અમદાવાદની ટીમનો કોણ હોઇ શકે છે કેપ્ટન, કેએલ રાહુલ કે શ્રેયસ ઐય્યર ? જાણો

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">