AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2022 Points Table: કોલકાતાને હૈદરાબાદ સામેની હાર મોંઘી પડી, પોઈન્ટ ટેબલ પર કેવી રહી અસર, જાણો

IPL 2022 Points Table: IPL ની 24 મેચો પછી, ગુજરાત ટાઇટન્સ પોઈન્ટ ટેબલમાં ટોચ પર આવી ગઈ છે. લીગ મેચો બાદ પોઈન્ટ ટેબલમાં ટોપ ચારમાં રહેલી ટીમો આગળ વધશે.

IPL 2022 Points Table: કોલકાતાને હૈદરાબાદ સામેની હાર મોંઘી પડી, પોઈન્ટ ટેબલ પર કેવી રહી અસર, જાણો
Kane Williamson એ SRH ને સળંગ ત્રીજી જીત સિઝનમાં અપાવી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 7:46 AM
Share

IPL 2022 માં 25 મેચ રમાઈ છે. દરેક મેચ સાથે લીગનો ઉત્સાહ વધી રહ્યો છે. આ વખતે આઠ ની જગ્યાએ 10 ટીમો ભાગ લઈ રહી છે, જેના કારણે પોઈન્ટ ટેબલ (IPL 2022 Points Table) ની રેસ ઘણી મુશ્કેલ અને રસપ્રદ બની રહી છે. પોઈન્ટ અને નેટ રન રેટને લઈને ટીમો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. લીગની તમામ મેચો પૂર્ણ થયા બાદ ટોચની ચાર ટીમો આગલા રાઉન્ડમાં પ્રવેશ કરશે. શુક્રવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ રમાઈ હતી. હૈદરાબાદ (Sunrisers Hyderabad) ની જીતથી પોઈન્ટ ટેબલમાં પણ ઘણો બદલાવ આવ્યો છે.

રાહુલ ત્રિપાઠી અને એડન માર્કરમની આક્રમક ઈનિંગ્સ અને ઝડપી બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે સનરાઈઝર્સ હૈદરાબાદે શુક્રવારે આઈપીએલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને સાત વિકેટે હરાવ્યું હતું. સનરાઇઝર્સ તરફથી ફાસ્ટ બોલર માર્કો યાનસને 26 રનમાં 1, ટી નટરાજને 37 રનમાં 3, ભુવનેશ્વર કુમારે 37 રનમાં 1 અને ઉમરાન મલિકે 27 રનમાં 2 વિકેટ લીધી હતી. તેણે KKR ને આઠ વિકેટે 175 રન પર રોકી દીધું. જવાબમાં ત્રિપાઠીએ 37 બોલમાં 71 અને માર્કરામે 36 બોલમાં અણનમ 68 રન ફટકારીને સનરાઇઝર્સને સતત ત્રીજી જીત અપાવી હતી. સનરાઇઝર્સે 13 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી.

પોઈન્ટ ટેબલમાં સનરાઈઝર્સ હૈદરાબાદને ફાયદો

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ શુક્રવાર પહેલા આઠમા સ્થાને હતી. જોકે હવે પાંચ મેચમાં ત્રણ જીત સાથે તે સાતમા સ્થાને પહોંચી ગઈ છે. તે જ સમયે, KKR માટે ત્રીજી હાર ઘણી મોંઘી પડી છે. તે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાનેથી ચોથા સ્થાને આવી ગઈ છે. KKRએ છ માંથી ત્રણ મેચ જીતી છે અને તેના છ પોઈન્ટ છે. અત્યારે પોઈન્ટ ટેબલમાં છ ટીમોના છ પોઈન્ટ છે, પરંતુ નેટનેરેટના કારણે તેમની વચ્ચે તફાવત છે.

પોઈન્ટ ટેબલની શું છે સ્થિતી જુઓ

હાલ પોઈન્ટ ટેબલમાં ગુજરાત ટાઈટન્સની ટીમ ટોપ પર છે. તેણે પાંચ મેચ રમી છે જેમાંથી તેને માત્ર એક જ હાર મળી છે. તે પછી બીજા સ્થાને રાજસ્થાન રોયલ્સ અને ત્રીજા સ્થાને પંજાબ કિંગ્સ છે. બંનેના છ પોઈન્ટ છે પરંતુ રાજસ્થાનનો નેટ્રેટ વધુ સારો છે. ચોથા સ્થાને KKR છે જેના છ મેચમાં ત્રણ જીત સાથે છ પોઈન્ટ છે. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ પાંચ મેચમાં ત્રણ મેચ જીતી છે અને પાંચમા સ્થાને છે.

આ પણ વાંચો : IPL 2022 Orange Cap: રાહુલ ત્રિપાઠી મોટી ઈનીંગ પછી પણ ક્યાં પહોંચ્યો? જોસ બટલર હજુ પણ નંબર-1

આ પણ વાંચો : Cheteshwar Pujara: પુજારા ડેબ્યૂ મેચમાં જ રહ્યો ફ્લોપ, અડધા કલાકમાં જ બેટીંગનો ખેલ ખતમ! ફોર્મ મેળવવાનો પ્રયાસ ફરીવાર નિષ્ફળ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">