AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: IPL ફાઈનલમાં CSKની જીત બાદ રિવાબા પતિ રવિન્દ્ર જાડેજાને પગે લાગ્યા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સની જીત બાદ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા, જેની અનેક તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં ચેન્નાઈની જીતના હીરો રવીન્દ્ર જાડેજા અને તેમની પત્નીનો એક વીડિયો ખૂબ જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં જાડેજાની પત્ની મેચ બાદ તેને પગે લાગે છે.

Viral Video: IPL ફાઈનલમાં CSKની જીત બાદ રિવાબા પતિ રવિન્દ્ર જાડેજાને પગે લાગ્યા
Rivaba Jadeja touched Ravindra Jadeja's feetImage Credit source: google
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 8:05 PM
Share

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ગુજ્જુ સ્ટાર રવિન્દ્ર જાડેજાએ IPL ફાઈનલમાં ગુજરાતની ટીમના હાથમાંથી મેચ છીનવી લઈ હારેલી બાજીને જીતમાં પરિવર્તિત કરી હતી. અત્યંત રોમાંચક મુકાબલામાં જાડેજાએ હાર્દિક પંડયાની ટીમને હરાવ્યા બાદ મેદાનમાં હાજર ચેન્નાઈને ફેન્સ ખુશીથી ઝૂમી ઉઠયા હતા અને જીતની એકબીજાને શુભકામનાઓ આપી હતી.

ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ જોવા ક્રિકેટરોના પરિવારજનો પણ હાજર રહ્યા હતા. રવિન્દ્ર જાડેજાની પત્ની પણ પતિની ટીમને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા. ફાઈનલ મેચમાં જીત બાદ રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબા મેદાનમાં આવ્યા હતા અને રવીન્દ્ર જાડેજાને જીતની શુભેચ્છા પાઠવી હતી.

રિવાબાએ પતિ જાડેજાના ચરણ સ્પર્શ કર્યા

મેચ જીત્યા બાદ જાડેજાની પત્ની રીવાબાએ જે રીતે પતિને શુભકામના પાઠવી તેનાથી ક્રિકેટ ફેન્સ સહિત તમામ દેશવાસીઓ રિવાબાના ફેન બની ગયા હતા. રિવાબાએ પતિ રવીન્દ્ર જાડેજાના ચરણ સ્પર્શ કર્યા હતા અને મેચમાં વિજયી પ્રદર્શન માટે શુભકામના આપી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો. આ વીડિયો જોયા બાદ તમામ લોકોએ રિવાબા જાડેજાના ખૂબ જ વખાણ કર્યા હતા.

આ પણ વાંચો:Rishabh Pant Health Update : રિષભ પંતના ફેન્સ માટે સારા સમાચાર, જલદી કરી શકે છે ટીમ ઈન્ડિયામાં વાપસી

ક્રિકેટ મેચ દરમિયાન ખેલાડીઓની પત્નીઓ સામાન્ય રીતે વેસ્ટર્ન ડ્રેસમાં મેચ જોવા માટે પહોંચતા હોય છે પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની સ્ટેડિયમમાં સાડી પહેરીને મેચ જોવા માટે પહોંચ્યા હતા. તેમની આ સાદગી જોઈને રવિન્દ્ર જાડેજાના ફેન્સ તેમની પત્નીની ભારતીય સંસ્કૃતિની જાળવણીની વાત કરી તેમની પ્રશંસા કરી રહ્યા છે. રીવાબા જાડેજા જામનગરના MLA છે અને વિવિધ કાર્યક્રમોમાં પણ તેઓ સાડી પહેરીને જ હાજરી આપતા હોય છે.

અંતિમ ઓવરમાં જાડેજાએ અપાવી જીત

વરસાદના કારણે રિઝર્વ ડે પર રમાયેલ IPL ફાઈનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમી રેકોર્ડ પાંચમી વાત ટાઈટલ જીત્યું હતું. રોમાંચક ફાઇનલમાં અંતિમ બોલ પર બાઉન્ડ્રી ફટકારી રવીન્દ્ર જાડેજાએ ચેન્નાઈને જીત આપવી હતી. જાડેજાએ ફાઈનલમાં બોલિંગમાં એક વિકટ લીધી હતી અને બેટિંગમાં  6 બોલનો સામનો કરીને 250ની સ્ટ્રાઈક રેટથી એક ફોર અને એક સિક્સરની મદદથી 15 રન ફટકાર્યા હતા. જાડેજા લાંબા સમયથી ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ તરફથી IPLમાં રમે છે અને ટીમની જીતમાં હમેશા મોટું યોગદાન આપે છે. આ વર્ષની જીતમાં પણ જાડેજાએ પોતાના ઓલરાઉન્ડ પ્રદર્શનની ટીમને જીત અપાવી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">