Rishabh Pant Health Update : રિષભ પંતના ફેન્સ માટે સારા સમાચાર, જલદી કરી શકે છે ટીમ ઈન્ડિયામાં વાપસી

કાર અકસ્માત બાદ ગંભીર ઈજાઓથી રિકવર કરી રહેલ રિષભ પંતની હેલ્થ અપડેટને લઈ સારા સમાચાર સામે આવ્યા છે. ડોકટરોના મતે પંત ઝડપી રિકવર કરી રહ્યો છે અને જલદીથી ક્રિકેટના મેદાનમાં વાપસી કરવા તૈયારીઓ શરૂ કરી શકશે.

Rishabh Pant Health Update : રિષભ પંતના ફેન્સ માટે સારા સમાચાર, જલદી કરી શકે છે ટીમ ઈન્ડિયામાં વાપસી
Rishabh Pant is recovering fast Image Credit source: google
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 5:38 PM

ગત વર્ષે ડિસેમ્બરના અંતમાં થયેલ ગમખ્વાર કાર અકસ્માત બાદ ટીમથી બહાર ચાલી રહેલ ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન Rishabh Pantના ફેન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રિષભ પંત ઈજામાંથી ઝડપી રિકવર કરી રહ્યો છે અને એક મેજર સર્જરી બાદ પંતની જે બીજી સર્જરી થવાની હતી તે હવે નહીં થાય. એવું માનવામાં આવી રહ્યું છે કે તે નિયત સમય કરતાં જલદી ટીમમાં વાપસી કરી શકે છે.

રિષભ પંતને હવે સર્જરીની જરૂર નથી

30 ડિસેમ્બર 2022ની રાત્રે રિષભ પંતનો કાર અકસ્માત થયો હતો. અકસ્માત બાદ તેનું મોટું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારથી નિષ્ણાંત ડોકટરોની મેડિકલ ટીમ રિષભ પંતની રિકવરી પર સતત નજર રાખી રહી છે. છેલ્લા 4 મહિનામાં જે રીતે તે સ્વસ્થ થયો છે તેનાથી ડોક્ટરોની ટીમ પણ ખુશ છે અને તેમને લાગે છે કે પંતને અન્ય કોઈ સર્જરીની જરૂર નથી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

આ પણ વાંચોઃIPL 2023માં બન્યા આ 10 રેકોર્ડ, જે આ લીગના ઈતિહાસમાં પહેલા ક્યારેય નથી બન્યા

રિષભ પંત હવે તેની બાકીની ઈજાઓ જાતે જ મટાડશે. ડોકટરોની ટીમ દર 15 દિવસમાં એકવાર તેની ઈજાની સમીક્ષા કરશે. એવામાં જો પંતની રિકવરી આ રીતે જ ચાલુ રહેશે, તો પંત ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકશે. BCCIના સૂત્રોએ જણાવ્યું હતું કે પંતની રિકવરી અપેક્ષા કરતા સારી રહી છે. તે તેનું મનોબળ પણ વધારશે. જો તે આ રીતે રિકવર થતો રહેશે તો તે નિર્ધારિત સમય પહેલા ટીમમાં પરત ફરી શકે છે.

રિષભ પંત હાલ NCAમાં

દિલ્હીમાં પોતાના ઘરે થોડો સમય વિતાવ્યા બાદ પંત હવે ફરીથી NCA પહોંચી ગયો છે. સૂત્રોએ જણાવ્યું કે તેનો ઉત્સાહ વધારે છે અને તે હવે ક્રેચ વગર લાંબા અંતર સુધી ચાલી શકે છે. ટૂંક સમયમાં તે ટ્રેનિંગ કરતો પણ જોવા મળશે.

જણાવી દઈએ કે કાર અકસ્માત બાદ પંત ક્રિકેટથી દૂર છે. તેના આખું વર્ષ ક્રિકેટથી દૂર રહેવાના પણ અહેવાલો છે. પંત IPL 2023માં રમ્યો ન હતો અને આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ પણ નહીં રમી શકે. સાથે જ તે આ વર્ષે ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ પણ ગુમાવશે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">