AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ક્યારેય ન ગમે તેવો રેકોર્ડ…! પાર્થિવ પટેલનો વર્ષો જૂનો કીર્તિમાન તોડી રહાણે બન્યો ‘નંબર-1’

IPLના ઇતિહાસમાં અજિંક્ય રહાણેના નામે એક એવો આંકડો નોંધાયો છે કે, જે સાંભળીને કોઈપણ ખેલાડી ચોંકી જાય. રાજસ્થાન સામેની મેચમાં આઉટ થતાની સાથે જ રહાણેએ પાર્થિવ પટેલ અને ગૌતમ ગંભીર જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે.

Breaking News: ક્યારેય ન ગમે તેવો રેકોર્ડ…! પાર્થિવ પટેલનો વર્ષો જૂનો કીર્તિમાન તોડી રહાણે બન્યો 'નંબર-1'
Image Credit source: Cricinfo
| Updated on: Apr 19, 2026 | 8:40 PM
Share

કોલકાતા નાઈટ રાઈડર્સના વર્તમાન કેપ્ટન અજિંક્ય રહાણેના નામે આઈપીએલનો એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. તે દેશની પ્રતિષ્ઠિત લીગમાં ઓપનર તરીકે સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. 37 વર્ષીય રહાણે પહેલા આ અનિચ્છનીય શરમજનક રેકોર્ડ ભારતના જ પૂર્વ વિકેટકીપર બેટ્સમેન પાર્થિવ પટેલના નામે નોંધાયેલો હતો, જે આઈપીએલમાં ઇનિંગની શરૂઆત કરતા 11 વખત શૂન્ય રને પેવેલિયન પરત ફર્યો હતો.

ત્રીજા સ્થાને બે ખેલાડીઓના નામ આવે છે. આ બંને ખેલાડી શિખર ધવન અને ગૌતમ ગંભીર છે. ધવન અને ગંભીર ઇનિંગની શરૂઆત કરતા અનુક્રમે 10-10 વખત શૂન્ય પર આઉટ થયા છે. ત્યારબાદ ચોથો ખેલાડી ડેવિડ વોર્નર છે. વોર્નર આઈપીએલમાં ઓપનર તરીકે નવ વખત શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો છે.

આઈપીએલમાં ઓપનર તરીકે સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ થનાર ખેલાડીઓ:

  1. 12 વખત – અજિંક્ય રહાણે
  2. 11 વખત – પાર્થિવ પટેલ
  3. 10 વખત – શિખર ધવન
  4. 10 વખત – ગૌતમ ગંભીર
  5. 09 વખત – ડેવિડ વોર્નર

બર્ગરનો શિકાર બન્યો ‘રહાણે’

રાજસ્થાન રોયલ્સ સામેના મુકાબલામાં રહાણેને નાન્દ્રે બર્ગરે પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. આઉટ થતા પહેલા રહાણેએ ઇનિંગની શરૂઆત કરતા કુલ બે બોલનો સામનો કર્યો હતો. તેનો શાનદાર કેચ વિકેટની પાછળ ધ્રુવ જુરેલે પકડ્યો હતો.

રહાણેની IPL કારકિર્દી

રહાણેએ આઈપીએલમાં કુલ 205 મેચ રમી છે. આ દરમિયાન તેના બેટથી 190 ઇનિંગ્સમાં 30.32ની સરેરાશથી 5184 રન નીકળ્યા છે. રહાણેના નામે 2 સદી અને 34 અડધી સદી નોંધાયેલી છે. 105 રનની રમાયેલી સદીની ઇનિંગ તેની એક મેચમાં રમાયેલી સર્વોચ્ચ ઇનિંગ છે.

Breaking News: ચેન્નાઈના હારવા પાછળ ‘કાળો જાદુ’ જવાબદાર? SRH સામેની મેચ બાદ વાયરલ થયેલા લેટર પાછળનું ‘રહસ્ય’ શું?

Follow Us
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
તમિલનાડુ બ્લાસ્ટ: ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ ધડાકો, 17ના મોતથી મચી ચીસ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
નસવાડી: પ્રચારમાં ગયેલા MLA અભેસિંહ તડવીનો ઉગ્ર વિરોધ, વીડિયો વાયરલ
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
રાજકોટમાં વોર્ડ નંબર 10માં અંજલિ રૂપાણીએ ડોર ટુ ડોર કર્યો પ્રચાર
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અમદાવાદમાં ક્લાસ-1 અધિકારી બન્યા વાસી ખોરાકનો 'શિકાર'
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
અખાત્રીજે અમદાવાદમાં સોના-ચાંદીની રેકોર્ડબ્રેક ખરીદી: શુભ મુહૂર્ત
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
સુરતના યુવકે Lenskartની સંલગ્ન કંપની પર લગાવ્યો ધાર્મિક ભેદભાવનો આરોપ
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
હત્યાની તપાસ માટે SIT રચવા પોલીસ વડાની મૃતકના પરિવારજનોને હૈયાધારણા
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ગાંધીનગર સાયબર સેલે બીજી એક સાયબર ટોળકી ઝડપી
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
ધંધુકામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે મોડી રાત્રે કર્યું કોમ્બિંગ
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
તમે આખો દિવસ ઊર્જાવાન રહેશો, નાણાકીય પરિસ્થિતિ ચોક્કસપણે સુધરશે
g clip-path="url(#clip0_868_265)">