AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મેચનો હીરો ‘વરુણ ચક્રવર્તી’ ઈજાગ્રસ્ત, શું આગામી મેચોમાં ટીમનો સાથ આપી શકશે?

સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) એ શાનદાર જીત મેળવીને ઇતિહાસ રચ્યો છે પરંતુ આ જીત સાથે ટીમને મોટો ફટકો પણ પડ્યો છે. ટીમનો મુખ્ય સ્પિનર વરુણ ચક્રવર્તી બોલિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જેના કારણે ફેન્સમાં ચિંતા જોવા મળી રહી છે.

Breaking News: મેચનો હીરો 'વરુણ ચક્રવર્તી' ઈજાગ્રસ્ત, શું આગામી મેચોમાં ટીમનો સાથ આપી શકશે?
Image Credit source: Cricinfo
| Updated on: May 03, 2026 | 8:48 PM
Share

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના સ્પિનર વરુણ ચક્રવર્તીને રવિવારે (3 મે) રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે બોલિંગ કરતી વખતે પગમાં ઈજા થઈ હતી, જેના કારણે આ સીઝનની બાકીની મેચોમાં તેની ઉપલબ્ધતાને લઈને ચિંતા વધી ગઈ છે. જો કે, મેચ પછી KKR એ 7 વિકેટે જીતી લીધી હતી અને ચક્રવર્તીએ વિશ્વાસ અપાવ્યો હતો કે, તે થોડા દિવસોમાં ‘ઠીક’ થઈ જશે.

આ ઘટના ક્યારે બની?

આ ઘટના પ્રથમ ઇનિંગની 12મી ઓવરના પહેલા બોલે બની હતી. ઇશાન કિશને એક ફૂલ લેન્થ બોલ સીધો બોલર તરફ જોરથી ફટકાર્યો હતો અને ચક્રવર્તીએ બાઉન્ડ્રી રોકવા માટે પોતાનો પગ વચ્ચે લગાવ્યો હતો. જો કે, તે દરમિયાન ચક્રવર્તી ખૂબ જ પીડામાં દેખાતો હતો પરંતુ તેણે રમવાનું ચાલુ રાખ્યું અને પોતાના સ્પેલના બાકીના 11 બોલ પણ ફેંક્યા હતા. તેણે 3/36 ના શાનદાર આંકડા સાથે પોતાનો સ્પેલ પૂરો કર્યો, જેનાથી ‘KKR’ IPL ના ઇતિહાસમાં 650 થી વધુ T20 વિકેટ મેળવનારી પ્રથમ ટીમ બની ગઈ.

ચક્રવર્તી લંગડાતા પગે ધીમે ધીમે બ્રોડકાસ્ટર અંજુમ ચોપરા પાસે પહોંચ્યો અને પોતાનો ‘પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડ સ્વીકાર્યો. ચક્રવર્તીએ કહ્યું કે, “આ ફક્ત ઈજાના કારણે થતો દુખાવો છે. અત્યારે પણ હું પગ પૂરો જમીન પર મૂકી શકતો નથી પરંતુ 3 દિવસમાં સાજો થઈ જઈશ. કિશને શોટ ખૂબ જ ઝડપથી ફટકાર્યો હતો અને મારે તે શોટને રોકવો હતો.”

‘દિલ્હી કેપિટલ્સ’ KKR નો મુકાબલો

KKR હવે 8 મેના રોજ દિલ્હી કેપિટલ્સ સામે રમવા માટે દિલ્હી જશે. ચક્રવર્તીએ મેળવેલી ત્રણેય વિકેટ ખૂબ જ ખાસ હતી. ચક્રવર્તી ટીમને લીગમાં સતત ત્રીજી જીત મેળવતા જોઈને ખૂબ જ ખુશ હતો. ચક્રવર્તીએ કહ્યું કે, “ખેલાડીઓ એકબીજાને સાથ આપી રહ્યા છે, બેટિંગ કરનારા ખેલાડીઓ પણ એકબીજાને ટેકો આપી રહ્યા છે. બેટ્સમેનોને આ રીતે મેચ પૂરી કરતા જોતા ખૂબ જ સારું લાગ્યું. મને ટીમમાં ઘણી બધી સકારાત્મક ઊર્જા જોવા મળી રહી છે. જો અમે આ જ રીતે રમતા રહીશું, તો IPL માં કમાલ કરી શકીશું”.

દુનિયાની મોટી મોટી ટીમો હવે કોલકાતાથી પાછળ! ક્રિકેટ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે ‘KKR’ નું નામ

Follow Us
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
મહેસાણા DySP મિલાપ પટેલની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતી હાઇકોર્ટ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
ભરઉનાળે ધાનેરામાં સતત સતત2 દિવસ પાણી ન આપતા લોકો ત્રાહિમામ
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
યુદ્ધની સ્થિતિ વચ્ચે નિકાસ અટકી જતા જીરુના ભાવ તૂટ્યા- Video
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાવનગર જિલ્લાના ડેમોમાં 50% કરતા ઓછું પાણી, ઉનાળામાં જળ સંકટની ભીતિ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
ભાજપના ધારાસભ્ય જીતુ સોમાણીએ કોંગ્રેસને મત આપવા કહ્યું? વીડિયો વાયરલ
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
AMCએ બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ ચાલુ કર્યું, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">