ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ બાદ પહેલીવાર મેદાન પર આવ્યો રોહિત શર્મા, માત્ર 5 રન બનાવી થયો આઉટ
દિલ્હી કેપિટલ્સ સામેની એક મહત્વપૂર્ણ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો ઓપનર રોહિત શર્મા ફક્ત 5 રન બનાવીને આઉટ થયો હતો. ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી તે પહેલીવાર મેદાન પર આવ્યો, પરંતુ તે કંઈ ખાસ કરી શક્યો નહીં. રોહિત શર્માએ ફેન્સને નિરાશ કર્યા અને માત્ર 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.

ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી, રોહિત શર્મા પહેલીવાર પોતાના ઘરઆંગણે રમવા આવ્યો. આ માટે, મુંબઈ ઈન્ડિયન્સ મેનેજમેન્ટે ખાસ તૈયારીઓ કરી હતી. આ ઉપરાંત, વાનખેડે સ્ટેડિયમમાં તેમના નામ પરથી બનાવવામાં આવેલા સ્ટેન્ડમાં તેની બેટિંગ જોવા માટે મોટી સંખ્યામાં દર્શકો એકઠા થયા હતા, પરંતુ આ MI ઓપનરે બધાને નિરાશ કર્યા અને માત્ર 5 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. આનાથી તેના ચાહકો ખૂબ નિરાશ થયા.
રોહિત માત્ર 5 રન બનાવીને આઉટ થયો
રોહિત શર્માને તેની પહેલી જ ઓવરમાં મુસ્તફિઝુર રહેમાને આઉટ કર્યો. આ સિઝનમાં આ ચોથી વખત છે જ્યારે તે ડાબા હાથના બોલરની બોલિંગમાં આઉટ થયો છે. આ સાથે, તે ડાબા હાથના બોલર દ્વારા સૌથી વધુ વખત આઉટ થનાર ઓપનિંગ બેટ્સમેન બની ગયો છે.
ડાબા હાથના બોલર સામે થયો આઉટ
ડાબા હાથના બોલરો રોહિત શર્મા માટે દુઃસ્વપ્ન બની ગયા છે. દિલ્હી કેપિટલ્સ સામેની મેચ દરમિયાન, ડાબોડી ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાને તેને વિકેટકીપરના હાથે કેચ આઉટ કરાવ્યો. તે ફક્ત 5 રન જ બનાવી શક્યો. IPLમાં ડાબા હાથના બોલરો સામે રોહિત શર્માનો રેકોર્ડ ખૂબ જ ખરાબ છે. ડાબા હાથના બોલરો સામે તેણે 566 બોલનો સામનો કર્યો છે, જેમાં તેણે 23.18ની સરેરાશ અને 135.15ના સ્ટ્રાઈક રેટથી 765 રન બનાવ્યા છે, પરંતુ તે 33 વખત આઉટ પણ થયો છે. દિલ્હી સામેની મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સેરોહિત શર્મા માટે ખાસ તૈયારીઓ કરી હતી.
સ્ટેડિયમમાં ખાસ ટી-શર્ટનું વિતરણ કરાયું
નિવૃત્તિ પછી પહેલીવાર ટેસ્ટ ક્રિકેટ રમી રહેલા રોહિત શર્મા માટે મુંબઈ ઈન્ડિયન્સે ખાસ તૈયારીઓ કરી હતી. તેમણે સ્ટેડિયમમાં એક ખાસ ટી-શર્ટનું વિતરણ કર્યું. આ ટી-શર્ટની પાછળ રોહિત શર્માનું નામ અને તેનો નંબર લખેલો હતો. જ્યારે આ ટી-શર્ટના આગળના ભાગમાં ‘મુંબઈ ચા રાજા’ એટલે કે ‘મુંબઈનો રાજા’ લખેલું હતું.
રોહિતે ફેન્સને નિરાશ કર્યા
આ ઉપરાંત, વાનખેડેમાં તેના નામના સ્ટેન્ડ પર મોટી સંખ્યામાં ચાહકો પહોંચ્યા હતા, જેઓ તેમની બેટિંગનો આનંદ માણવા માંગતા હતા, પરંતુ તેઓ પણ નિરાશ થયા. થોડા દિવસો પહેલા વાનખેડે સ્ટેડિયમમાં રોહિત શર્માના નામે એક સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેના વિશે તે ખૂબ જ ભાવુક થઈ ગયો હતો.
આ પણ વાંચો: દિલ્હી કેપિટલ્સે અચાનક કેપ્ટન બદલી નાખ્યો, અક્ષર પટેલ ટીમમાંથી બહાર, આ ખેલાડીને સોંપાઈ કમાન