સદી ફટકાર્યા પછી રિષભ પંતે કર્યું કંઈક એવું, અનુષ્કા શર્મા ચોંકી ગઈ, પ્રતિક્રિયા થઈ વાયરલ
લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે સદીની ઈનિંગ રમી હતી. પંતની સદી દરમિયાન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા પણ સ્ટેન્ડમાં હાજર હતી. તેની પ્રતિક્રિયા ખૂબ વાયરલ થઈ રહી છે.

IPL 2025ના લીગ સ્ટેજની 70મી અને છેલ્લી મેચ લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંત માટે ખૂબ જ સારી રહી. આ મેચમાં તે સદી ફટકારવામાં સફળ રહ્યો. તેણે પોતાની તોફાની ઈનિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું. પરંતુ આ ઈનિંગ દરમિયાન સ્ટેન્ડમાં હાજર RCB સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
પંતની જોરદાર સદી
આ મેચમાં ઋષભ પંતે 61 બોલનો સામનો કર્યો અને અણનમ 118 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 193.44 ના સ્ટ્રાઈક રેટથી 11 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા. તેણે સદી સુધી પહોંચવા માટે ફક્ત 54 બોલ લીધા. પંતે ઈનિંગની 18મી ઓવરના પાંચમા બોલે ભુવનેશ્વર કુમાર સામે ફોર ફટકારીને પોતાની સદી પૂર્ણ કરી. આ પંતની IPL કારકિર્દીની બીજી સદી હતી. તેણે રોયલ ચેલેન્જર્સ બંગલુરુના બોલરોને બરાબર ફટકાર્યા હતા.
Anushka Sharma not happy on Rishabh Pant hundred celebration. pic.twitter.com/mDZRu6f5sm
— MUFA (@MufaAdani) May 27, 2025
અનુષ્કા શર્માની પ્રતિક્રિયા થઈ વાયરલ
સદી પૂરી કર્યા બાદ રિષભ પંતે ખાસ રીતે ઉજવણી કરી. તે બંને હાથ પર ઊભો રહ્યો અને એક સમરસલ્ટ કર્યો. ત્યારબાદ સ્ટેન્ડમાં હાજર અનુષ્કા શર્માએ એવી પ્રતિક્રિયા આપી કે જેણે ચાહકોનું ધ્યાન ખેંચ્યું. અનુષ્કા શર્મા, જે ઘણીવાર સ્ટેડિયમમાં તેના પતિ વિરાટ કોહલીને ટેકો આપતી જોવા મળે છે, આ વખતે પંતની સદી પછી ઉદાસ દેખાઈ રહી હતી. તેની પ્રતિક્રિયા કેમેરામાં કેદ થઈ ગઈ અને થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. તેનો ચહેરો એકદમ ઉદાસ દેખાતો હતો.
Special centurion with a special celebration
Rate this on a scale of 1️⃣ to
Updates ▶ https://t.co/h5KnqyuYZE #TATAIPL | #LSGvRCB | @RishabhPant17 pic.twitter.com/d55Ez2rNcN
— IndianPremierLeague (@IPL) May 27, 2025
લખનૌ સુપર જાયન્ટ્સે 227 રન બનાવ્યા
મેચમાં RCBના કેપ્ટન જીતેશ શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પરંતુ લખનૌ સુપર જાયન્ટ્સના બેટ્સમેનોએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું. રિષભ પંત ઉપરાંત મિશેલ માર્શે પણ જોરદાર ઈનિંગ રમી. તેણે 37 બોલમાં 67 રન બનાવ્યા. માર્શે 181.08 ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને 4 ચોગ્ગા અને 5 છગ્ગા પણ ફટકાર્યા. જ્યારે મેથ્યુ બ્રેટ્ઝકીએ 14 રન અને નિકોલસ પૂરને 13 રનનું યોગદાન આપ્યું. જેના કારણે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 227 રન બનાવ્યા.
આ પણ વાંચો: LSG vs RCB : રિષભ પંતે IPLમાં સૌથી મોંઘી સદી ફટકારી, મોટો રેકોર્ડ તોડ્યો
