LSG vs RCB : રિષભ પંતે IPLમાં સૌથી મોંઘી સદી ફટકારી, મોટો રેકોર્ડ તોડ્યો
LSG ના કેપ્ટન રિષભ પંતે IPL 2025ની છેલ્લી લીગ સ્ટેજ મેચમાં યાદગાર ઈનિંગ રમી હતી. તે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. રિષભ પંતે IPLમાં સૌથી મોંઘી સદી ફટકારી હતી અને મોટો રેકોર્ડ તોડ્યો હતો.

IPL 2025ના લીગ સ્ટેજની 70મી અને છેલ્લી મેચ લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં LSGના કેપ્ટન રિષભ પંતે જોરદાર પ્રદર્શન કર્યું અને શાનદાર સદી ફટકારી હતી. પંતની IPL કારકિર્દીની આ બીજી સદી છે.
પંતે 61 બોલમાં 118 રન બનાવ્યા
મેચમાં RCBના કેપ્ટન જીતેશ શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. LSGની શરૂઆત સારી રહી, પંતે આક્રમક વલણ અપનાવ્યું અને ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો. તેણે મિશેલ માર્શ સાથે મળીને બીજી વિકેટ માટે 150 રનથી વધુની ભાગીદારી કરી, જેના કારણે LSG એક વિશાળ સ્કોર તરફ આગળ વધ્યું. પંતે આ મેચમાં 54 બોલમાં પોતાની સદી પૂરી કરી. તે 61 બોલમાં 118 રન બનાવીને અણનમ રહ્યો. આ દરમિયાન તેણે 11 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા.
Second #TATAIPL hundred for the #LSG skipper
Lucknow has been thoroughly entertained tonight
Updates ▶ https://t.co/h5KnqyuYZE #TATAIPL | #LSGvRCB | @RishabhPant17 pic.twitter.com/dF32BWDKmS
— IndianPremierLeague (@IPL) May 27, 2025
IPLમાં સદી ફટકારનાર સૌથી મોંઘો ખેલાડી
આ સાથે, તે IPLમાં સદી ફટકારનાર સૌથી મોંઘો ખેલાડી પણ બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ સનરાઈઝર્સ હૈદરાબાદના હેનરિક ક્લાસેનના નામે હતો. આ વર્ષે હેનરિક ક્લાસેનએ સદી ફટકારી અને SRHએ તેને 23 કરોડ રૂપિયામાં રિટેન કર્યો. હવે આ રેકોર્ડ રિષભ પંતના નામે છે, જે આ લીગના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી છે. પંતે અગાઉ 2018માં સદી ફટકારી હતી. એટલે કે તેણે 7 વર્ષ પછી IPLમાં સદી ફટકારી છે.
રિષભ પંતની જોરદાર વાપસી
આ સદી પંત માટે ખૂબ જ ખાસ હતી, કારણ કે આ સિઝનમાં તેની બેટિંગની ઘણી ટીકા થઈ હતી. આ પહેલા પંત જેણે 12 ઈનિંગ્સમાં ફક્ત 151 રન બનાવ્યા હતા, તેની સરેરાશ 13.73 અને સ્ટ્રાઈક રેટ 107.09 હતો, જે તેના લેવલથી ઘણો નીચે હતો. ચાહકોએ તેના ફોર્મ અંગે પ્રશ્નો ઉભા કર્યા હતા, ખાસ કરીને જ્યારે તે આ સિઝનનો સૌથી મોંઘો ખેલાડી છે. LSGએ તેને 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો, ત્યારબાદ બધા તેની દરેક ઈનિંગ પર નજર રાખી રહ્યા હતા. પરંતુ આ મેચમાં પંતે તેના ટીકાકારોને યોગ્ય જવાબ આપ્યો અને બતાવ્યું કે તે આ લીગના સૌથી મોટા સ્ટાર્સમાંનો એક કેમ છે.
આ પણ વાંચો: RCBએ અચાનક બદલી ટીમ, જે ખેલાડીનું નામ જ લિસ્ટમાં ન હતું, તેને મેદાનમાં ઉતાર્યો
