AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 KKR vs RR: 49 બોલમાં સુનીલ નારાયણનો ધમાકો, KKRની 17 વર્ષની રાહનો અંત

IPLમાં સુનીલ નારાયણની આ પ્રથમ સદી છે જ્યારે IPLની 17 સિઝનના ઈતિહાસમાં કોલકાતા નાઈટ રાઈડર્સ દ્વારા આ માત્ર ત્રીજી સદી છે. IPLની પ્રથમ મેચમાં બ્રેન્ડન મેક્કુલમે કોલકાતા માટે સદી ફટકારી હતી, જ્યારે છેલ્લી સિઝનમાં વેંકટેશ અય્યર સદી ફટકારનાર KKRનો બીજો બેટ્સમેન બન્યો હતો. હવે સુનીલ નારાયણનું નામ પણ આ લિસ્ટમાં સામેલ થઈ ગયુ છે.

IPL 2024 KKR vs RR: 49 બોલમાં સુનીલ નારાયણનો ધમાકો, KKRની 17 વર્ષની રાહનો અંત
Sunil Narine
| Updated on: Apr 16, 2024 | 11:39 PM
Share

સતત બે દિવસમાં 2 વિસ્ફોટક સદી. ઘણી રાહ જોયા બાદ આખરે IPL 2024માં સદીઓનો વરસાદ થયો છે. સનરાઈઝર્સ હૈદરાબાદના વિસ્ફોટક ઓપનર ટ્રેવિસ હેડે માત્ર 39 બોલમાં સદી ફટકાર્યાના 24 કલાક બાદ જ કોલકાતા નાઈટ રાઈડર્સના ઓપનર સુનીલ નારાયણે પણ આવી જ તબાહી મચાવી છે. કોલકાતાના ઓપનર નારાયણે રાજસ્થાન રોયલ્સ સામે વિસ્ફોટક બેટિંગનું પ્રદર્શન કર્યું અને માત્ર 49 બોલમાં પોતાની સદી પૂરી કરી. નારાયણની IPL કારકિર્દીની આ પ્રથમ સદી છે, જ્યારે IPL 2024માં આ એકંદરે ચોથી અને 3 દિવસમાં ત્રીજી સદી છે.

નારાયણે 49 બોલમાં સદી ફટકારી

ઈડન ગાર્ડન્સ ખાતે પ્રથમ બેટિંગ કરતા સુનીલ નારાયણે સદી ફટકારી હતી. છેલ્લી મેચમાં સદીની નજીક પહોંચેલ ફિલ સોલ્ટ આ વખતે વહેલો આઉટ થઈ ગયો હતો પરંતુ નારાયણે રાજસ્થાનને તેનો ફાયદો ઉઠાવવા દીધો ન હતો. કોલકાતાના આ કેરેબિયન ઓલરાઉન્ડરે માત્ર 29 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને પછીના 20 બોલમાં બાકીના 50 રન બનાવ્યા હતા અને સદી પૂરી કરી હતી.

બાઉન્ડ્રી ફટકારી સદી પૂરી કરી

સુનીલ નારાયણ 45 બોલમાં 80 રન બનાવીને 16મી ઓવરમાં રમી રહ્યો હતો. ત્યારબાદ તેણે યુઝવેન્દ્ર ચહલની ઓવરના છેલ્લા 4 બોલ પર બાઉન્ડ્રી ફટકારીને પોતાની સદી પૂરી કરી હતી. નારાયણે ત્રીજા બોલ પર સિક્સર, ચોથા બોલ પર ફોર, પાંચમા બોલ પર સિક્સર અને પછી છેલ્લા બોલ પર ફોર ફટકારીને માત્ર 49 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. નારાયણે તેની સદી સુધી પહોંચવા માટે 11 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. નારાયણની શાનદાર ઈનિંગનો અંત 18મી ઓવરમાં ટ્રેન્ટ બોલ્ટે કર્યો હતો. નારાયણ મોટો શોટ રમવાના પ્રયાસમાં બોલ્ડ થયો હતો. તેણે માત્ર 56 બોલમાં 13 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 109 રન બનાવ્યા હતા.

IPLમાં સદી ફટકારનાર કોલકાતાનો ત્રીજો બેટ્સમેન

નારાયણની આ સદી ઘણી રીતે ખાસ છે. સૌથી પહેલા તો 12 વર્ષ અને 168 મેચ રમ્યા બાદ તે પોતાની પ્રથમ સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. બીજું, તે IPLમાં સદી ફટકારનાર કોલકાતાનો માત્ર ત્રીજો બેટ્સમેન બન્યો હતો. 2008માં કોલકાતાના બ્રેન્ડન મેક્કુલમે IPLની પ્રથમ સિઝનની પહેલી જ મેચમાં સદી ફટકારી હતી. ત્યારબાદ લાંબી રાહ જોયા બાદ વેંકટેશ અય્યરે છેલ્લી સિઝનમાં સદી ફટકારી હતી.

ઈડન ગાર્ડન્સમાં સદી ફટકારનાર KKRનો પ્રથમ બેટ્સમેન

સૌથી મહત્વની વાત એ છે કે આ સદી સાથે KKRની 17 સિઝનની રાહનો અંત આવ્યો. હકીકતમાં, આ પહેલા કોલકાતાએ માત્ર 2 સદી ફટકારી હતી પરંતુ બંને તેના હોમ ગ્રાઉન્ડની બહાર ફટકારી હતી. આ રીતે નારાયણ ઈડન ગાર્ડન્સમાં સદી ફટકારનાર KKRનો પ્રથમ બેટ્સમેન બન્યો. IPL 2024ની આ એકંદર ચોથી સદી છે. પ્રથમ સદી વિરાટ કોહલીના બેટમાંથી આવી હતી. 3 દિવસમાં 3 સદી થઈ છે. 14 એપ્રિલે રોહિત શર્માએ ચેન્નાઈ વિરુદ્ધ સદી ફટકારી હતી, જ્યારે 15 એપ્રિલે ટ્રેવિસ હેડે બેંગલુરુ વિરુદ્ધ આ કારનામું કર્યું હતું અને ત્યારબાદ 16 એપ્રિલે નારાયણે આ કારનામું કર્યું હતું.

આ પણ વાંચો : IPL 2024: 6 મેચમાં 4 વિકેટ, ખરાબ ફોર્મ, છતાં મોહમ્મદ સિરાજ રમશે T20 વર્લ્ડ કપ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">