AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: KKRની સાતમી ઓવરના પાંચમાં બોલ પર જાડેજાએ ખતરનાક ખેલાડીને આઉટ કરી પલટી બાજી

IPLની 22મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ કમાલ કરી હતી. આ ખેલાડીએ 8 બોલમાં 3 વિકેટ લઈને કોલકાતા નાઈટ રાઈડર્સના બેટિંગ યુનિટને હચમચાવી નાખ્યું હતું. તેમાં પણ KKRની સાતમી ઓવરના પાંચમાં બોલ પર જાડેજાએ ખતરનાક ખેલાડીને આઉટ કરી બાજી પલટી નાખી અને KKRનું મોટા સ્કોરનું સપનું તોડી નાખ્યું.

IPL 2024: KKRની સાતમી ઓવરના પાંચમાં બોલ પર જાડેજાએ ખતરનાક ખેલાડીને આઉટ કરી પલટી બાજી
Ravindra Jadeja
| Updated on: Apr 08, 2024 | 11:23 PM
Share

KKRની એ જ ટીમ જેણે ત્રીજી એપ્રિલે 20 ઓવરમાં 272 રન બનાવ્યા હતા, તે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે એક-એક રન બનાવવા માટે બેતાબ હતી. કોલકાતાના બેટ્સમેન ચેન્નાઈના ફોર્ટ ચેપોકની પિચ પર એવા ફસાઈ ગયા કે તેમના માટે બોલને બાઉન્ડ્રી પાર કરાવવું પણ ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું. લેફ્ટ આર્મ સ્પિનર ​​રવીન્દ્ર જાડેજાએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 4 ઓવરમાં માત્ર 18 રન આપીને 3 વિકેટ લીધી હતી. જાડેજાનો ઈકોનોમી રેટ માત્ર 4.50 રન પ્રતિ ઓવર હતો. મોટી વાત એ છે કે જાડેજાએ કોલકાતાને માત્ર 8 બોલમાં 3 વિકેટ લઈને કોલકાતા નાઈટ રાઈડર્સની બેટિંગની કમર જ તોડી નાખી હતી.

જાડેજાની કમાલ બોલિંગ

કોલકાતા નાઈટ રાઈડર્સે પ્રથમ બોલ પર એક વિકેટ ગુમાવી હતી પરંતુ આ પછી સુનીલ નારાયણ અને અંગક્રિશ રઘુવંશીએ તોફાની બેટિંગ કરી અને પાવરપ્લેમાં કોલકાતાનો સ્કોર 56 રન સુધી પહોંચાડ્યો હતો. પરંતુ આ પછી જાડેજા આવ્યો અને બધું બદલાઈ ગયું. જાડેજાએ પહેલા જ બોલ પર અંગક્રિશ રઘુવંશીને LBW આઉટ કર્યો હતો. રઘુવંશી બાદ જાડેજાએ સુનીલ નારાયણને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. સિક્સર ફટકારવાનો પ્રયાસ કરતી વખતે નારાયણ લોંગ ઓફ બાઉન્ડ્રી પર થિક્ષાનાના હાથે કેચ થયો હતો. જાડેજાએ આ બંને વિકેટ એક જ ઓવરમાં લીધી હતી. આ પછી જાડેજાએ આગલી ઓવરમાં વેંકટેશ અય્યરની વિકેટ લીધી હતી.

કોલકાતાના બેટ્સમેનો ચેન્નાઈમાં અટકી ગયા

છેલ્લી મેચમાં 18 સિક્સર ફટકારનારા કોલકાતાના બેટ્સમેન ચેપોકમાં ફસાઈ ગયા હતા. પ્રથમ દાવમાં ચેન્નાઈની પીચ થોડી ધીમી હતી. બોલ સીધો બેટ પર આવી રહ્યો ન હતો. જેના કારણે કેકેઆરના બેટ્સમેન મોટા શોટ રમી શક્યા ન હતા. પીચની પ્રકૃતિ જોઈને ચેન્નાઈના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું.

જાડેજાએ કર્યો કમાલ

કોલકાતાના બેટ્સમેનોની વાત કરીએ તો કેપ્ટન શ્રેયસ અય્યરે સૌથી વધુ 34 રન બનાવ્યા. સુનીલ નારાયણે 27 રન અને અંગક્રિશ રઘુવંશીએ 24 રનની ઈનિંગ રમી હતી. રમનદીપ સિંહે 13 અને રસેલે 10 રન બનાવ્યા હતા. બોલરોની વાત કરીએ તો ચેન્નાઈ માટે સર્વશ્રેષ્ઠ બોલિંગ રવિન્દ્ર જાડેજાએ કરી હતી, જેણે પોતાના ખાતામાં 3 વિકેટ ઝડપી હતી. તુષાર દેશપાંડેએ પણ 33 રનમાં 3 વિકેટ લીધી હતી. મુસ્તાફિઝુર રહેમાને 22 રનમાં 2 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો : IPL 2024: CSK Vs KKR મેચ પહેલા હંગામો, ધોનીના ‘ઘર’માં આટલો મોટો અન્યાય!

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
રાજકોટમાં રેલવે સુરક્ષામાં મોટી બેદરકારી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
વડોદરાના વડાપાવ આઉટલેટમાં સમોસામાં જીવાત મળી
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
ગત મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના કેસમાં વધારો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
માનતા પૂરી થતા ભાવિક પરિવારે પાંચ વર્ષના પુત્રને મંદિરમાં અર્પણ કર્યો
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
g clip-path="url(#clip0_868_265)">