IPL 2024 DC vs GT: દિલ્હીએ રોમાંચક મેચમાં ગુજરાતને ચાર રને હરાવ્યું

| Updated on: Apr 24, 2024 | 11:54 PM

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સિઝનમાં આજે 40માં મુકાબલામાં દિલ્હી કેપિટલ્સનો સામનો ગુજરાત ટાઈટન્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી અનેદિલ્હી કેપિટલ્સને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.

IPL 2024  DC vs GT: દિલ્હીએ રોમાંચક મેચમાં ગુજરાતને ચાર રને હરાવ્યું
DC vs GT

આજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં હોમ ટીમ દિલ્હી કેપિટલ્સનો સામનો ગુજરાત ટાઈટન્સ સામે છે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી હતી અનેદિલ્હી કેપિટલ્સને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. શુભમન ગિલ આજે 100 મી IPL મેચ રમી રહ્યો છે. એવામાં આજની મેચ,આ તેના પર ખાસ નજર રહેશે. સાથે જ દિલ્હીના કેપ્ટન રિષભ પંત પર પણ નજર રહેશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 24 Apr 2024 11:17 PM (IST)

    દિલ્હીએ ગુજરાતને હરાવ્યું

    IPL 2024ની 40મી મેચમાં દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને ચાર રનથી હરાવ્યું હતું. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 20 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 224 રન બનાવ્યા હતા. કેપ્ટન રિષભ પંતે 43 બોલમાં અણનમ 88 રન અને અક્ષર પટેલે 66 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાતની ટીમ 20 ઓવરના અંતે આઠ વિકેટે 220 રન જ બનાવી શકી હતી.

  • 24 Apr 2024 10:59 PM (IST)

    મિલરની અડધી સદી

    ગુજરાતે 17 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા છે. હાલમાં ડેવિડ મિલર અને રાશિદ ખાન ક્રિઝ પર છે. મિલરે તેની IPL કારકિર્દીની 13મી અડધી સદી 21 બોલમાં ફટકારી હતી. તેણે એનરિચ નોર્ટજેની 17મી ઓવરમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગા સહિત 24 રન બનાવ્યા હતા. ગુજરાતને 18 બોલમાં 49 રનની જરૂર છે.

  • 24 Apr 2024 10:48 PM (IST)

    ગુજરાતને છઠ્ઠો ફટકો

    ગુજરાતને છઠ્ઠો ફટકો 16મી ઓવરમાં 152ના સ્કોર પર લાગ્યો હતો. કુલદીપ યાદવે રાહુલ તેવટિયાને વિકેટકીપર પંતના હાથે કેચ કરાવ્યો હતો. તે ચાર રન બનાવી શક્યો હતો. ગુજરાતને હવે 24 બોલમાં 73 રનની જરૂર છે. હાલમાં ડેવિડ મિલર અને રાશિદ ખાન ક્રિઝ પર છે.

  • 24 Apr 2024 10:44 PM (IST)

    ગુજરાતને પાંચમો ઝટકો

    ગુજરાતને 15મી ઓવરમાં 139ના સ્કોર પર પાંચમો ફટકો લાગ્યો હતો. રસિક દાર સલામે સાઈ સુદર્શનને આઉટ કર્યા બાદ શાહરૂખ ખાને વિકેટકીપર પંતના હાથે કેચ કરાવ્યો હતો. શાહરૂખ આઠ રન બનાવી શક્યો હતો. હાલમાં ડેવિડ મિલર અને રાહુલ તેવટિયા ક્રિઝ પર છે. ગુજરાતને 30 બોલમાં 78 રનની જરૂર છે.

  • 24 Apr 2024 10:37 PM (IST)

    સાઈ સુદર્શન પેવેલિયન પરત ફર્યો

    13મી ઓવરમાં રસિક સલામે સાઈ સુદર્શનને આઉટ કરીને ગુજરાતને ચોથો ઝટકો આપ્યો હતો. સુદર્શન 39 બોલમાં 65 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. તેના બેટમાંથી 7 ચોગ્ગા અને 2 છગ્ગા આવ્યા હતા. ગુજરાતને હવે 42 બોલમાં જીતવા માટે 98 રન કરવાના છે. ડેવિડ મિલર અને શાહરૂખ ખાન ક્રિઝ પર છે. ગુજરાતનો સ્કોર એક વિકેટે 127 રન છે.

  • 24 Apr 2024 10:21 PM (IST)

    ગુજરાતને ત્રીજો ઝટકો

    ગુજરાતનો દાવ ખોરવાઈ ગયો છે. તેણે બે ઓવરમાં બે વિકેટ ગુમાવી દીધી છે. રિદ્ધિમાન સાહા ઇનિંગની 10મી ઓવરમાં આઉટ થયો હતો. 11મી ઓવરમાં અક્ષરે અઝમતુલ્લા ઓમરઝાઈને જેક ફ્રેઝરના હાથે કેચ કરાવ્યો હતો. તે એક રન બનાવી શક્યો હતો. અત્યારે સાઈ સુદર્શન 59 રન અને ડેવિડ મિલર બે રન સાથે ક્રિઝ પર છે. સુદર્શને તેની IPL કારકિર્દીની પાંચમી અડધી સદી 29 બોલમાં ફટકારી હતી. ગુજરાતને 54 બોલમાં 116 રનની જરૂર છે.

  • 24 Apr 2024 10:17 PM (IST)

    ગુજરાતને બીજો ઝટકો

    ગુજરાતને બીજો ફટકો 95ના સ્કોર પર લાગ્યો હતો. રિદ્ધિમાન સાહા 25 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 39 રન બનાવીને આઉટ થયો હતો. કુલદીપે તેને અક્ષરના હાથે કેચ કરાવ્યો હતો. અક્ષરે સાઈ સુદર્શનના મિસ કેચની ભરપાઈ કરી અને સાહાનો એક શાનદાર કેચ લીધો. 10 ઓવર પછી ગુજરાતે બે વિકેટે 98 રન બનાવી લીધા છે. હાલમાં સાઈ સુદર્શન અને અઝમતુલ્લા ઓમરઝાઈ ક્રિઝ પર છે.

  • 24 Apr 2024 10:15 PM (IST)

    સાઈ-સાહા વચ્ચે અડધી સદીની ભાગીદારી

    આઠ ઓવર બાદ ગુજરાતે એક વિકેટ ગુમાવીને 79 રન બનાવી લીધા છે. હાલમાં તેમને 72 બોલમાં 146 રનની જરૂર છે. સાઈ સુદર્શન 34 અને રિદ્ધિમાન સાહા 37 રન પર બેટિંગ કરી રહ્યા છે. બંને વચ્ચે અડધી સદીની ભાગીદારી રહી છે. ગુજરાતને એકમાત્ર ફટકો શુભમન ગિલના રૂપમાં લાગ્યો હતો. તેને નોર્ટજેએ આઉટ કર્યો હતો.

  • 24 Apr 2024 10:05 PM (IST)

    સુદર્શનને મળ્યું જીવનદાન

    ગુજરાતની ઈનિંગની પાંચમી ઓવરમાં સાઈ સુદર્શનને જીવનદાન મળ્યું. રસિક દાર સલામની ઓવરના પહેલા જ બોલ પર અક્ષર પટેલે મિડ-ઓન પર સુદર્શનનો આસાન કેચ છોડ્યો હતો. ત્યારબાદ સુદર્શન 17 રન બનાવીને રમી રહ્યો હતો. પાંચ ઓવર બાદ ગુજરાતે એક વિકેટ ગુમાવીને 60 રન બનાવ્યા છે. શુભમન ગિલ આઉટ થયો છે.

  • 24 Apr 2024 09:39 PM (IST)

    ગુજરાતને પહેલો ફટકો

    ગુજરાત ટાઇટન્સને પ્રથમ ફટકો બીજી ઓવરમાં 13ના સ્કોર પર લાગ્યો હતો. એનરિચ નોર્ટજેએ કેપ્ટન શુભમન ગિલને અક્ષર પટેલના હાથે કેચ કરાવ્યો હતો. તે છ રન બનાવી શક્યો હતો. હાલમાં રિદ્ધિમાન સાહા અને સાઈ સુદર્શન ક્રિઝ પર છે. બે ઓવર પછી ગુજરાતનો સ્કોર એક વિકેટે 24 રન છે.

  • 24 Apr 2024 09:32 PM (IST)

    ગુજરાતની બેટિંગ શરૂ

    ગુજરાત ટાઇટન્સ 225 રનના લક્ષ્યનો પીછો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. રિદ્ધિમાન સાહા અને શુભમન ગિલ ઓપનિંગ બેટિંગ માટે ક્રિઝ પર પહોંચ્યા છે. બંને સારા ફોર્મમાં જોવા મળી રહ્યા છે. ખલીલ અહેમદ ઇનિંગની પ્રથમ ઓવર ફેંકી રહ્યો છે.

  • 24 Apr 2024 09:12 PM (IST)

    ગુજરાતને જીતવા 225 રનનો ટાર્ગેટ

    દિલ્હીએ ગુજરાતને જીતવા 225 રનનો આપ્યો ટાર્ગેટ, રિષભ પંત 88 નોટઆઉટ, અંતિમ ઓવરમાં ફટકાર્યા 31 રન, ચાર સિક્સર અને એક ફોર ફટકારી

  • 24 Apr 2024 09:10 PM (IST)

    દિલ્હીનો સ્કોર 200ને પાર

    દિલ્હીનો સ્કોર 200ને પાર, રિષભ પંતે મચાવી ધમાલ, જોરદાર સિક્સર અને ફોર ફટકારી

  • 24 Apr 2024 09:05 PM (IST)

    ટ્રિસ્ટન સ્ટબ્સે મચાવી ધમાલ

    ટ્રિસ્ટન સ્ટબ્સે 19 મી ઓવરમાં મચાવી ધમાલ, બે સિક્સર અને બે ફોર ફટકારી

  • 24 Apr 2024 08:57 PM (IST)

    રિષભ પંતની ફિફ્ટી

    રિષભ પંતે જોરદાર સિક્સર ફટકારી અર્ધ સદી કરી પૂર્ણ, દિલ્હી મોટા સ્કોર તરફ

  • 24 Apr 2024 08:53 PM (IST)

    અક્ષર પટેલ 66 રન બનાવી થયો આઉટ

    દિલ્હી કેપિટલ્સને ચોથો ઝટકો, અક્ષર પટેલ 66 રન બનાવી થયો આઉટ

  • 24 Apr 2024 08:42 PM (IST)

    અક્ષર પટેલની ફિફ્ટી

    અક્ષર પટેલની ફિફ્ટી, દિલ્હીને ઈનિંગને જોરદાર રીતે સંભાળી, મેદાનમાં ચારોતરફ શોર્ટ્સ ફટકાર્યા

  • 24 Apr 2024 08:33 PM (IST)

    દિલ્હીનો સ્કોર 100ને પાર

    દિલ્હીનો સ્કોર 100ને પાર, રિષભ પંત અને અક્ષર પટેલની મક્કમ અને મજબૂત બેટિંગ

  • 24 Apr 2024 08:24 PM (IST)

    રિષભ-અક્ષરે સંભાળી બાજી

    પહેલી 3 વિકેટ જલ્દી ગુમાવ્યા બાદ કેપ્ટન પંત અને અક્ષરે સંભાળી બાજી, 10 ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર 80/3

  • 24 Apr 2024 08:02 PM (IST)

    સંદીપ વોરિયરની ત્રીજી વિકેટ 

    દિલ્હી કેપિટલ્સને ત્રીજો ઝટકો, શાઈ હોપ 5 રન બનાવી આઉટ, રાશિદ ખાને લીધો શાનદાર કેચ, સંદીપ વોરિયરની ત્રીજી વિકેટ

  • 24 Apr 2024 07:52 PM (IST)

    એક જ ઓવરમાં દિલ્હીને લાગ્યા બે ઝટકા

    દિલ્હી કેપિટલ્સને બીજો ઝટકો, પૃથ્વી શો 11 રન બનાવી આઉટ, સંદીપ વોરિયરે લીધી બીજી વિકેટ, એક જ ઓવરમાં દિલ્હીને લાગ્યા બે ઝટકા

  • 24 Apr 2024 07:47 PM (IST)

    જેક ફ્રેઝર-મેકગર્ક આઉટ

    દિલ્હી કેપિટલ્સને પહેલો ઝટકો, જેક ફ્રેઝર-મેકગર્ક 23 રન બનાવી આઉટ, સંદીપ વોરિયરે લીધી વિકેટ

  • 24 Apr 2024 07:10 PM (IST)

    ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ 11

    રિદ્ધિમાન સાહા, શુભમન ગિલ, ડેવિડ મિલર, અઝમતુલ્લા ઓમરઝાઇ, રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઇ કિશોર, નૂર અહમદ, મોહિત શર્મા, સંદીપ વોરિયર.

  • 24 Apr 2024 07:09 PM (IST)

    દિલ્હી કેપિટલ્સ પ્લેઈંગ 11

    પૃથ્વી શો, જેક ફ્રેઝર-મેકગર્ક, અભિષેક પોરેલ, શાઈ હોપ, રિષભ પંત, ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, એનરિક નોર્ટજે, ખલીલ અહેમદ, મુકેશ કુમાર

  • 24 Apr 2024 07:09 PM (IST)

    દિલ્હીએ બે ફેરફાર કર્યા 

    દિલ્હીએ બે ફેરફાર કર્યા, વોર્નર અને લલીત બહાર, હોપ અને સુમિત કુમાર ટીમમાં સામેલ

  • 24 Apr 2024 07:07 PM (IST)

    ગુજરાતમાં કોઈ બદલાવ નહીં

    ગુજરાત ટાઈટન્સે આજની મેચમાં કોઈ બદલાવ કર્યો નથી અને અંતિમ મેચની પ્લેઈંગ 11 સાથે જ મેદાનમાં ઉતરશે

  • 24 Apr 2024 07:04 PM (IST)

    ગુજરાતે ટોસ જીત્યો

    ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, દિલ્હી કેપિટલ્સ પહેલા કરશે બેટિંગ

Published On - Apr 24,2024 7:04 PM

Follow Us:
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">