IPL 2024: ગુજરાત ટાઈટન્સને હરાવી નંબર-1 બન્યું ચેન્નાઈ સુપર કિંગ્સ

ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સ સામે શાનદાર પ્રદર્શન કર્યું અને 20 ઓવરમાં 206 રન બનાવ્યા. શિવમ દુબેની તોફાની અડધી સદીના આધારે ચેન્નાઈની ટીમ આટલા મોટા સ્કોર સુધી પહોંચી હતી. આ ડાબા હાથના બેટ્સમેને માત્ર 22 બોલમાં ફિફ્ટી ફટકારી હતી. આ જીત સાથે ચેન્નાઈ સુપર કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.

IPL 2024: ગુજરાત ટાઈટન્સને હરાવી નંબર-1 બન્યું ચેન્નાઈ સુપર કિંગ્સ
Chennai Super Kings
Follow Us:
| Updated on: Mar 27, 2024 | 12:03 AM

IPL 2024ની 7મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને એકતરફી રીતે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 206 રન બનાવ્યા, જવાબમાં ગુજરાતની બેટિંગ નિષ્ફળ રહી. ગુજરાતની ટીમ નિર્ધારિત 20 ઓવરમાં માત્ર 143 રન જ બનાવી શકી હતી. ગુજરાત માટે ન તો સુકાની શુભમન ગિલનું બેટ કામ કરી શક્યું અને ન તો ડેવિડ મિલર ટીમને બચાવી શક્યા.

ચેન્નાઈની મોટી જીત

સાઈ સુદર્શને 37 રન બનાવ્યા પરંતુ આ માટે તેણે 31 બોલ રમ્યા. જો કે અહીં ચેન્નાઈના બોલરોના વખાણ કરવા જરૂરી છે જેમણે ગુજરાતના બેટ્સમેનોને મુક્તપણે રમવા દીધા ન હતા. દીપક ચહર અને તુષાર દેશપાંડેએ 2-2 વિકેટ લીધી હતી અને બંનેનો ઈકોનોમી રેટ પ્રતિ ઓવર 6 રનથી ઓછો હતો.

આજનું રાશિફળ તારીખ : 16-05-2024
ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?

ગુજરાતની સૌથી મોટી હાર

તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઈટન્સે IPLમાં પોતાની સૌથી મોટી હાર જોઈ છે. પ્રથમ વખત આ ટીમ 63 રનના વિશાળ અંતરથી હારી છે. અગાઉ ગયા વર્ષે ગુજરાત મુંબઈ સામેની મેચમાં 27 રનથી હારી ગયું હતું.

રચિન રવિન્દ્રની મજબૂત બેટિંગ

આ પહેલા ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે ટોસ જીતીને ચેન્નાઈને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. તેનો નિર્ણય ગુજરાતના બોલરો પર ભારે પડ્યો. રચિન રવિન્દ્રએ છેલ્લી મેચની જેમ તોફાની શરૂઆત કરી હતી. તેણે કેપ્ટન ગાયકવાડ સાથે મળીને માત્ર 5.2 ઓવરમાં 62 રન ઉમેર્યા હતા. રવિન્દ્રએ 20 બોલમાં 46 રનની ઈનિંગ દરમિયાન 6 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.

શિવમ દુબેનું વર્ચસ્વ

આ પછી રહાણે 12 બોલમાં માત્ર 12 રન જ બનાવી શક્યો અને ત્યારબાદ ચોથા નંબરે આવેલા શિવમ દુબેએ 2 બોલમાં 2 સિક્સર ફટકારીને પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો. દુબેએ 23 બોલમાં 5 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 51 રન બનાવ્યા હતા. જો કે તે પહેલા સુકાની ગાયકવાડ માત્ર 4 રનથી પોતાની અડધી સદી ચૂકી ગયો હતો. ગાયકવાડે 36 બોલમાં 46 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં ડેરેલ મિશેલે 24 રન અને સમીર રિઝવીએ પણ 6 બોલમાં 14 રનનું યોગદાન આપ્યું હતું.

ચેન્નાઈ ટોચ પર પહોંચી ગયું

તમને જણાવી દઈએ કે સતત બીજી જીત સાથે ચેન્નાઈની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. રાજસ્થાન બીજા નંબરે છે. ઓરેન્જ કેપની વાત કરીએ તો વિરાટ કોહલી 98 રન સાથે ટોપ પર છે. જ્યારે મુસ્તાફિઝુર રહેમાન 6 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં નંબર 1 છે.

આ પણ વાંચો : IPL 2024: ધોનીએ લીધો ચોંકાવનારો કેચ, તમે તમારી આંખો પર વિશ્વાસ નહીં કરો, જુઓ Video

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
આ ચાર રાશિના જાતકોને વાહન ચલાવતા ખાસ ધ્યાન રાખવુ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
g clip-path="url(#clip0_868_265)">