AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mankind Pharmaના નેટ પ્રોફિટમાં 62%નો ઉછાળો, શેર પણ છેલ્લા એક વર્ષથી વધ્યો

Mankind Pharma એ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, માર્ચ 2024માં પૂરા થયેલા ક્વાર્ટરમાં ઓપરેશનલ આવક વધીને રૂપિયા 2441 કરોડ થઈ છે. જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂપિયા 2053 કરોડ હતી.

Mankind Pharmaના નેટ પ્રોફિટમાં 62%નો ઉછાળો, શેર પણ છેલ્લા એક વર્ષથી વધ્યો
Mankind Pharma net profit
Follow Us:
| Updated on: May 16, 2024 | 7:53 AM

Mankind Pharma એ તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. આ સાથે કંપનીના ત્રિમાસિક પરિણામોમાં વૃદ્ધિ જોવા મળી છે. ગયા નાણાકીય વર્ષ 2023-24ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ નેટ નફો 62% વધીને રૂપિયા 477 કરોડ થયો છે. અગાઉ નાણાકીય વર્ષ 2022-23 ના સમાન ક્વાર્ટરમાં ફાર્માસ્યુટિકલ કંપનીનો નેટ નફો 294 કરોડ રૂપિયા હતો.

આવક વધી

Mankind Pharma એ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે માર્ચ 2024 ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં ઓપરેટિંગ આવક વધીને રૂપિયા 2441 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં રૂપિયા 2053 કરોડ હતી. સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 માટે કંપનીનો ચોખ્ખો નફો 48% વધીને રૂપિયા 1942 કરોડ થયો છે જે એક વર્ષ અગાઉ રૂપિયા 1310 કરોડ હતો. સમીક્ષા હેઠળના નાણાકીય વર્ષમાં કંપનીની ઓપરેશનલ આવક વધીને રૂપિયા 10,335 કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉ 2022-23માં રૂપિયા 8,749 કરોડ હતી.

શેરની આ રહી સ્થિતિ

જ્યારે Mankind Pharma ના શેરમાં 15 મેના રોજ ઘટાડો જોવા મળ્યો છે. શેરમાં રૂપિયા 54.35 (2.42%)નો ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે શેરનો ભાવ રૂપિયા 2194.40 પર બંધ થયો હતો. છેલ્લા એક મહિનાથી સ્ટોકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શેરે છેલ્લા એક મહિનામાં લગભગ 4% નેગેટિવ વળતર આપ્યું છે.

કરોડો રુપિયાનો માલિક મોહમ્મદ સિરાજનો આવો છે પરિવાર
'લૉડ ઠાકુર'નો આવો છે પરિવાર
આ 5 ફૂડ તમારા દાંતને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે
સ્નાન કર્યા વગર ભોજન બનાવવું જોઈએ કે નહીં ? જાણો વાસ્તુનો નિયમ
ગૂગલ પર શું સર્ચ ના કરવું જોઈએ? આ જાણી લેજો નહીં તો જેલની હવા ખાવી પડશે
આજનું રાશિફળ તારીખ 22-06-2025

એક વર્ષમાં તેજી

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સ્ટોકમાં 10% થી વધુનો વધારો થયો છે. આ સાથે છેલ્લા 6 મહિનામાં શેરમાં 17% થી વધુનો વધારો જોવા મળ્યો છે. જો આપણે છેલ્લા એક વર્ષ પર નજર કરીએ તો, શેરમાં 61% થી વધુ વળતર જોવા મળ્યું છે. NSE પર શેરની 52 સપ્તાહની ઊંચી કિંમત 2490 રૂપિયા અને તેની 52 સપ્તાહની નીચી કિંમત રૂપિયા 1242 છે.

52 સપ્તાહની ઊંચી કિંમત 2490 રૂપિયા

જાન્યુઆરીથી અત્યાર સુધીમાં સ્ટોકમાં 10% થી વધુનો વધારો થયો છે. આ સાથે, છેલ્લા 6 મહિનામાં શેરમાં 17% થી વધુનો વધારો જોવા મળ્યો છે. જો આપણે છેલ્લા એક વર્ષ પર નજર કરીએ તો, શેરમાં 61% થી વધુ વળતર જોવા મળ્યું છે. NSE પર શેરની 52 સપ્તાહની ઊંચી કિંમત 2490 રૂપિયા અને તેની 52 સપ્તાહની નીચી કિંમત રૂપિયા 1242 છે.

g clip-path="url(#clip0_868_265)">