IPL 2023: લીગની 1000 મી ક્યારે રમાશે? રોમાંચ વધારનારા નિયમો સહિત 16મી સિઝનની ખાસ 16 વાતો

Indian Premier League: ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે 31 માર્ચની સાંજે ટક્કર થવા સાથે IPL 2023 ની શરુઆત થશે. લગભગ 2 મહિના સુધી ભારતમાં ક્રિકેટના રોમાંચનો અસલી રંગ જોવા મળશે.

IPL 2023: લીગની 1000 મી ક્યારે રમાશે? રોમાંચ વધારનારા નિયમો સહિત 16મી સિઝનની ખાસ 16 વાતો
IPL 2023 ના ખાસ 16 પોઈન્ટ્સ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2023 | 8:38 AM

આગામી સપ્તાહથી ભારતમાં ક્રિકેટના અસલી રંગની જમાવટ શરુ થશે. IPL 2023 નો રંગારંગ પ્રારંભ થવા સાથે વિશ્વભરના ક્રિકેટરો જબરદસ્ત રોમાંચ ભરી રમત દર્શાવશે. ઈન્ડિયન પ્રીમિયર લીગની આ 16મી સિઝન શરુ થવા જઈ રહી છે. 2008 થી શરુ થયેલ IPL ની અત્યાર સુધીમાં 15 સિઝન શાનદાર રહી છે. વિશ્વભરની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ શુક્રવારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની ટક્કર સાથે શરુ થશે. આ સાથે જ લગભગ 2 મહિના ક્રિકેટનો જબરદસ્ત રોમાંચ સર્જાશે.

આ વખતે પણ સિઝનને વધારે શાનદાર અને રોમાંચક બનાવવા માટે ભરપૂર પ્રયાસો ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા કરવામાં આવ્યા છે. શરુઆત થી ચેમ્પિયન બનવા સુધીની ટીમોની ટક્કરની સફર વચ્ચે ફેન્સ ભરપૂર રોમાંચનો અનુભવ કરશે. જોકે આ સિઝનમાં કઈ વાતો ખાસ હશે એની પર આ પહેલા એક નજર કરીશું. કેટલીક પણ ખાસ વાતો છે જે ટૂર્નામેન્ટમાં પ્રથમવાર જોવા મળશે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

IPL ની 16મી સિઝનની ખાસ 16 વાતો

  1. IPL 2023 માં ગત વખતની માફક જ 10 ટીમોને 5-5 ના બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. જોકે આ વખતે એક ફર્ક છે. જેમાં ગ્રુપમાં એક ટીમે પોતાના જ ગ્રુપની બાકીની 4 ટીમો સાથે માત્ર 1-1 જ મેચ રમવાની છે. જ્યારે બીજા ગ્રુપની પાંચેય ટીમો સામે 2-2 મેચ રમવાની છે.
  2. આ સિઝનમાં કુલ 74 મેચો રમાનારી છે. જેમાંથીી 70 લીગ મેચો હશે. જે લીગ મેચોને જુદા જુદા 12 શહેરોમાં રમવાની છે. આ 12 શહેરોમાં 10 ટીમોના હોમગ્રાઉન્ડ ઉપરાંત ગુવાહાટી અને ધર્મશાળામાં લીગ મેચ રમાશે. ગુવાહાટીમાં પ્રથમ વાર IPL ની લીગ મેચો રમાનારી છે.
  3. લીગ મેચો દરમિયાન કુલ 18 ડબલ હેડર રહેશે. આમ એક જ દિવસમાં બે મેચો રમાનાર દિવસોની સંખ્યા 18 હશે. જેમાં પ્રથમ મેચ બપોરે 3.30 કલાકે શરુ થશે અને બીજી મેચ 7.30 કલાકે શરુ થશે.
  4. મે મહિનાની છઠ્ઠી તારીખે ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાનારી મેચ ખાસ હશે. 16મી સિઝનની આ મેચ IPL ની 1000મી મેચ હશે.
  5. ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા પહેલાથી જ IPL 2023 નુ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યુ હતુ. જોકે તેમાં માત્ર લીગ મેચોનુ જ શેડ્યૂલ દર્શાવ્યુ છે. જે 31 માર્ચથી 21 મેના દરમિયાન રમાશે. જ્યારે હજુ પ્લેઓફની 4 મેચો અને ફાઈનલનુ શેડ્યૂલ ટૂર્નામેન્ટ દરમિયાન જાહેર કરવામાં આવશે.
  6. ભારત અને મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો સ્ટાર બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને લઈ IPL 2023 માં રમી રહ્યો નથી. તેના માટે આ પ્રથમ સિઝન હશે કે, તે બહાર રહેશે. બુમરાહે હાલમાં જ પીઠની સમસ્યાને લઈ સર્જરી કરાવી છે. આ સિઝનમાં બુમરાહ ઉપરાંત વિકેટકીપર બેટર ઋષભ પંત પણ અકસ્માતમાં ગંભીર ઈજાને લઈ નહીં રમે.
  7. IPL 2023 માં ત્રણ ટીમોના કેપ્ટન નવા જોવા મળશે. જેમાં પંજાબ કિંગ્સની ટીમનુ સુકાન શિખર ધવન સંભાળશે. સનરાઈઝર્સ હૈદરાબાદનુ સુકાન એડન માર્કરામ સંભાળશે. જ્યારે દિલ્હી કેપિટલ્સનુ સુકાન પંતની ગેરહાજરીમાં ડેવિડ વોર્નર સંભાળશે. કોલકાતા નાઈટ રાઈડર્સે પણ શ્રેયસ અય્યરની ગેરહાજરીમાં અન્ય ખેલાડીને કેપ્ટનશિપ સોંપવી પડશે.
  8. આ સિઝન બાયોબબલ વિના યોજાશે. અગાઉની ત્રણ સિઝનમાં કોરોના સંક્રમણને લઈ બાયોબબલનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ દરમિયાન કડક નિયમો પણ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે લાગુ કરવામાં આવ્યા હતા.
  9. કોરોના કાળ બાદ હવે ટૂર્નામેન્ટ જૂના અંદાજમાં જોવા મળશે. એટલે કે હોમ અને અવે ફોર્મેટમાં ટૂર્નામેન્ટ પરત ફરી છે. અગાઉ કોરોનાની સ્થિતીને લઈ 2020ની સિઝન અને 2021 ની અડધી સિઝન UAE માં રમાઈ હતી. હવે જ્યારે 2021 ની સિઝનની શરુઆતની કેટલીક મેચો કેટલાક શહેરોમાં સિમીત રહી આયોજન થઈ હતી. જ્યારે 2022 ની સિઝન સંપૂર્ણ મુંબઈમાં રમાઈ હતી. જ્યારે ફાઈનલ અને પ્લેઓફ અમદાવાદ અને કોલકાતામાં યોજાઈ હતી.
  10. કોરોના કાળથી રાહત મળતા હવે બાયો-બબલ હટી જવા પામ્યો છે. જોકે BCCI દ્વારા ટૂર્નામેન્ટમાં કોરોનાને લઈ નિયમો પહેલા જેવા જ લાગુ રાખ્યા છે. એટલે કે કોરોના સંક્રમિત ખેલાડીએ એક સપ્તાહ સુધી આઈસોલેશનમાં રહેવુ ફરજીયાત રહેશે.
  11. IPL 2023 માં આ વખતે કેટલાક નવા નિયમો જોવા મળશે. જેમાં ઈમ્પેક્ટ પ્લેયર લાગુ કરવામાં આવશે. જેને લઈ એક ટીમને ઈનીંગમાં એક ખેલાડીને બદલવાની તક મળશે. આ નિયમ હેઠળ બદલાયેલ ખેલાડી એટલે કે પહેલાથી રમી રહેલ ખેલાડી બહાર ગયા બાદ ફરીથી મેચમાં રમી શકશે નહીં. બેટિંગ ઈનીંગમાં કુલ 11 ખેલાડીઓ જ બેટિંગ કરી શકશે.
  12. નવા નિયમ મુજબ પ્લેઈંગ ઈલેવનને લઈને ફેરફાર જોવા મળશે. ટોસ પહેલા અંતિમ ઈલેવનની યાદી આપવાને બદલે ટોસ દરમિયાન 2 ઈલેવનની યાદી તૈયાર રાખી કેપ્ટન ટોસ આધારે નિર્ણય લઈ ટીમનુ એલાન કરી શકશે. એટલે કે ટોસ બાદ અંતિમ ઈલેવન જાહેર થશે. આમ ટોસના આધારે બોલિંગ અને બેટિંગને ધ્યાને રાખી ઈલેવન પંસદ કરી શકાશે. આ સાથે 4 અન્ય નામ રાખવામાં આવશે, જેમાંથી એક સબ્સ્ટીટ્યૂટ તરીકે મેદાનમાં ઉતારી શકાશે.
  13. DRS ને પણ વિસ્તારમાં આવ્યુ છે. હવે ખેલાડીઓ વાઈડ અને નો-બોલ માટે પણ રિવ્યૂ મેળવી શકશે. આ નિયમનો ઉપયોગ હાલમાં જ WPL માં કરવામાં આવ્યો છે.
  14. સ્લો ઓવલર રેટ માટે નિયમોને લઈ હવે કડકાઈ વધારતી જોવા મળી રહી છે. નિર્ધારીત 20 ઓવર નિશ્ચિત સમય મર્યાદામાં બોલિંગ કરનારી ટીમે પૂરી કરવી જરુરી છે. સમયમર્યાદા બાદ બાકી રહેલ ઓવરો 30 યાર્ડની બહાર 5 ને બદલે 4 ખેલાડીઓ જ રાખીને પૂરી કરી શકાશે.
  15. વિકેટકીપર અને ફિલ્ડરોના બીનજરુરી મૂવમેન્ટને લઈને પણ કડક નિયમ લાગુ કરાયો છે. જેમાં બેટરને પરેશાની સર્જાય કે પછી બીનજરુરી હલનચલન ને લઈ ફિલ્ડીંગ ટીમને 5 રનની પેનલ્ટી લાગશે અને બોલને ડેડ પણ જાહેર કરી શકાશે.
  16. IPL 2023 ની સિઝનમાં કેટલાક જાણિતા વિદેશી ચહેરા જોવા મળશે જે પ્રથમ વાર લીગનો હિસ્સો બની રહ્યા છે. આ યાદીમાં હેરી બ્રૂક, લીટ્ટન દાસ, માઈકલ બ્રેસવેલ સહિત જોશ લિટિલ પણ સામેલ છે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">