IPL 2023: મોહમ્મદ સિરાજના ખુલાસાથી હડકંપ, આઈપીએલનું નામ ખરાબ કરવાનું ષડયંત્ર

IPL 2023: રોયલ ચેલેન્જર્સ બેંગલોરના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ખુલાસો કર્યો હતો કે એક ફોન કોલ દ્વારા તેના પાસેથી ટીમની અંદરની માહિતી માંગવામાં આવી હતી. સિરાજે આ વિશે BCCIની યુનિટને જાણ કરી હતી. જાણો શું છે સંપૂર્ણ મામલો?

IPL 2023: મોહમ્મદ સિરાજના ખુલાસાથી હડકંપ, આઈપીએલનું નામ ખરાબ કરવાનું ષડયંત્ર
Mohammed Shami reports to BCCI ACU unit
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 19, 2023 | 6:29 PM

આઇપીએલ 2023ની પ્રશંસા દુનિયાભરમાં થઈ રહી છે અને ફેન ફોલોઈંગ વધી રહી છે ત્યારે એક મોટા સમચાર સામે આવ્યા છે. માહિતી એ છે કે રોયલ ચેલેન્જર્સના જાણીતા ખેલાડી પાસેથી ટીમની અંદરની માહિતી માગવામાં આવી હતી. આ ખેલાડી બીજું કોઈ નથી પણ મોહમ્મદ સિરાજ છે જેને ફોન પર થોડા સમય પહેલા કોલ આવ્યો હતો, જેમાં તેને આ વિગત વિશે પૂછવામાં આવ્યું હતું.

પીટીઆઈના અહેવાલ પ્રમાણે મોહમ્મદ સિરાજે બીસીસીઆઈની એન્ટી કરપ્શન યુનિટને આ વિશે વાત કરી હતી. મોહમ્મદ સિરાજે જણાવ્યું કે એક અજાણ્યા વ્યક્તિએ આઇપીએલમાં ઘણા બધા પૈસા હાર્યા બાદ તેને સંપર્ક કર્યો હતો અને ટીમની અંદરની માહિતી માગી હતી. સિરાજે તરત આની માહિતી બીસીસીઆઇના એસીયુને આપી હતી.

વરસાદમાં છોડની આ રીતે રાખો કાળજી, આખુ ચોમાસુ રહેશે લીલાછમ
મુંબઈ પહોંચતા જ રોહિતે હાર્દિક પંડ્યાને આપી વર્લ્ડ કપની ટ્રોફી
કોલેસ્ટ્રોલ લેવલ પર આવી નવી ગાઈડલાઈન્સ, જાણો હવે કેવું હોવું જોઈએ cholesterol લેવલ
PM મોદી બૂમરાહના દીકરા સાથે રમતા જોવા મળ્યા, ટીમ ઈન્ડિયાએ આપી ખાસ ભેટ
ડ્રાઇવિંગ કરતી વખતે તમારી સાથે રાખો આ ખાસ ડોક્યુમેન્ટ
અનંત-રાધિકાના લગ્નમાં પરફોર્મ કરશે જસ્ટીન બીબર, 7 વર્ષ બાદ ભારત આવ્યો-Video

સિરાજને કોણે સંપર્ક કર્યો?

રિપોર્ટના પ્રમાણે મોહમ્મદ સિરાજ સાથે સંપર્ક કરવાવાળા વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. ખુલાસો થયો છે કે તે કોઈ સટ્ટેબાજ ન હતો. તે હૈદરાબાદમાં રહેનાર એક ડ્રાઈવર છે. BCCIની એન્ટી કરપ્શન યુનિટે આની તપાસ શરૂ કરી દીધી છે.

આઈપીએલમાં થયા છે સ્પોટ ફિક્સિંગના વિવાદ

જણાવી દઈએ કે આઈપીએલમાં પહેલા પણ સ્પોટ ફિક્સિંગના વિવાદ સર્જાયા છે. વર્ષ 2013માં રાજસ્થાન રોયલ્સ માટે રમવાવાળા પૂર્વ ફાસ્ટ બોલર એસ શ્રીસંત સહિત ત્રણ ખેલાડી આ મામલામાં ફસાયા હતા. સજા તરીકે આ ખેલાડીઓ પર લાંબા સમય સુધી બેન પણ મૂકવામાં આવ્યો હતો.

સિરાજે સમજદારી દાખવી

તમને જણાવી દઈએ કે મોહમ્મદ સિરાજે અજાણ્યા વ્યક્તિના ફોનની જાણ એસીયુને આપીને સમજદારી દાખવી હતી અને શાનદાર કામ કર્યું હતું. કારણ કે ગત વર્ષે બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબ અલ હસનને પણ આ રીતનો ફોન કોલ આવ્યો હતો અને તેણે BCCI એસીયુને કોઈ જાણ કરી ન હતી જે બાદ તેના પર બેન લગાવવામાં આવ્યો હતો.

સિરાજનું આઈપીએલ 2023માં શાનદાર પ્રદર્શન રહ્યું છે

તમને જણાવી દઇએ કે સિરાજ આઇપીએલ 2023માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. જમણા હાથના આ ફાસ્ટ બોલરે આ સીઝનમાં 5 મેચમાં 8 વિકેટ ઝડપી છે. સિરાજની ઇકોનોમી રેટ પણ ફક્ત 7 રન પ્રતિ ઓવરની રહી છે. ચિન્નાસ્વામીની ફ્લેટ પીચ પર પણ સિરાજનું પ્રદર્શન સારું રહ્યુ છે. તેની બોલિંગ પર બેટ્સમેન માટે રન બનાવવું એક મોટો પડકાર સાબિત થઇ રહ્યો છે. આ છતા તેની ટીમ પોઇન્ટ ટેબલ પર 8મા સ્થાન પર છે.

આ પણ વાંચો : IPL 2023: ગૌતમ ગંભીરના નામે છે IPLનો રેકોર્ડ જે ધોની પણ નથી તોડી શક્યો, પંજાબની ટીમે પણ કર્યો પ્રયાસ

Latest News Updates

અમદાવાદઃ ખારી નદીમાં કેમિકલ છોડવાને પગલે ફીણ ઉભરાયું, જુઓ વીડિયો
અમદાવાદઃ ખારી નદીમાં કેમિકલ છોડવાને પગલે ફીણ ઉભરાયું, જુઓ વીડિયો
લોખંડના ટેકાના સહારે ઉભું છે સુરત સિવિલનું બિલ્ડીંગ
લોખંડના ટેકાના સહારે ઉભું છે સુરત સિવિલનું બિલ્ડીંગ
સુરતમાં પાવર ગ્રીડ લાઈનનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો
સુરતમાં પાવર ગ્રીડ લાઈનનો ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો
અરવલ્લીના મેશ્વો, માઝમ અને વાત્રક ડેમમાં નવા પાણીની આવક થઈ, જુઓ
અરવલ્લીના મેશ્વો, માઝમ અને વાત્રક ડેમમાં નવા પાણીની આવક થઈ, જુઓ
અરવલ્લીઃમાં સતત વરસાદી માહોલથી ખેડૂતોને રાહત, ક્યાં વરસાદ વરસ્યો? જાણો
અરવલ્લીઃમાં સતત વરસાદી માહોલથી ખેડૂતોને રાહત, ક્યાં વરસાદ વરસ્યો? જાણો
સુરત પોલીસે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો માટે ઝૂંબેશ હાથ ધરી
સુરત પોલીસે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો માટે ઝૂંબેશ હાથ ધરી
એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર!
એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર!
છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં ધબધબાટી બોલાવી
છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં ધબધબાટી બોલાવી
સારા વરસાદ છતાં ઉકાઈ ડેમમાં ગત વર્ષની સરખામણીએ ઓછું પાણી સંગ્રહ થયું
સારા વરસાદ છતાં ઉકાઈ ડેમમાં ગત વર્ષની સરખામણીએ ઓછું પાણી સંગ્રહ થયું
જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા
જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા
g clip-path="url(#clip0_868_265)">