IPL 2023: વધુ એક ખેલાડી ઈજાને લઈ બહાર, પંજાબ કિંગ્સમાં રાજ બાવાને સ્થાને આ ખિલાડી જોડાયો
રાજ અંગદ બાવાને ખભાની ઈજા પહોંચી હતી, જેને લઈ તે સિઝનથી બહાર થવા મજબૂર થયો હતો. તેના સ્થાને ગુરનૂર સિંહ બ્રારને પંજાબ કિંગ્સ ટીમમાં જોડવામાં આવ્યો છે.
![IPL 2023: વધુ એક ખેલાડી ઈજાને લઈ બહાર, પંજાબ કિંગ્સમાં રાજ બાવાને સ્થાને આ ખિલાડી જોડાયો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/04/IPL-2023-Gurnoor-Singh-Brar-replace-Raj-Angad-Bawa-PBKS.jpg?w=1280)
પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે બુધવારે સાંજે ગુવાહાટીમાં ટક્કર થનારી છે. આ પહેરા જ પંજાબ કિંગ્સે મહત્વનુ એલાન કર્યુ છે. પંજાબ કિંગ્સ ટીમમાં હવે ગુરનૂર સિંહ બ્રારને જોડવામાં આવ્યો છે. પંજાબની ટીમનો મહત્વનો યુવા ખેલાડી રાજ અંગદ બાવા ઈજાને લઈ બહાર થયો છે. તે ખભાની ઈજાને લઈ પરેશાન હતો અને જેને લઈ તે IPL 2023 થી બહાર થવા માટે મજબૂર બન્યો છે. પંજાબ કિંગ્સની આગેવાની શિખર ધવન કરી રહ્યો છે. જેની આગેવાનીમાં પંજાબે સિઝનમાં પોતાની પ્રથમ મેચમાં જીત મેળવી છે.
રાજ બાવાને ડાબા ખભા પર ઈજા પહોંચી હતી. જેને લઈ તે સિઝનથી બહાર થયો છે. તેના સ્થાને પંજાબ કિંગ્સે પોતાની સાથે ગુરનૂર સિંહને જોડ્યો છે. જે ગત વર્ષે જ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યુ છે. ઘરેલુ ક્રિકેટમાં તે પોતાની રમત વડે પ્રભાવિત કરી ચુક્યો છે અને આમ તે પંજાબ કિંગ્સની નજરમાં રહ્યો હતો. બ્રાર અત્યાર સુધીમાં 5 ફર્સ્ટ ક્લાસ મેચ રમી ચુક્યો છે. જેમાં તે 7 વિકેટ ઝડપી ચુક્યો છે. આ ઉપરાંત તે 107 રન નોંધાવી ચૂક્યો છે. તેની સ્ટ્રાઈક રેટ પણ 120 થી વધુની રહી છે.
Gurnoor Brar is our newest sher! 🦁
He joins the team as a replacement for Raj Angad Bawa. #JazbaHaiPunjabi #SaddaPunjab #TATAIPL pic.twitter.com/ZdvVh2JrWy
— Punjab Kings (@PunjabKingsIPL) April 5, 2023
ગત સિઝનમાં ડેબ્યૂ કર્યુ હતુ
સિઝનથી બહાર થનારા ખેલાડી રાજ બાવાએ ગત આઈપીએલ સિઝનમાં જ ડેબ્યૂ કર્યુ હતુ. તે ગત સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ વતીથી ડેબ્યૂ કર્યુ હતુ. તેણે ડેબ્યૂ સિઝનમાં માત્ર 2 મેચ રમી હતી. આ દરમિયાન તેણે 11 રન નોંધાવ્યા હતા.
View this post on Instagram
બેંગ્લોરની ટીમ તરફથી એક મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમ્યો હતો. બે મેચ દરમિયાન રાજ બાવાને માત્ર બેટિંગનો જ મોકો મળ્યો હતો. બાવાને બોલિંગ કરવાનો મોકો મળ્યો નહોતો. બાવા ઓલરાઉન્ડર ખેલાડી છે અને જેમા તે બેટિંગ વડે પ્રભાવિત કરી શક્યો નહોતો. જ્યારે બોલિંગમાં તેને હાથ અજમાવવાની કોઈ તક જ નહોતી મળી. પંજાબ કિંગ્સની સિઝનમાં પ્રથમ મેચમાં રાજ બાવાને અંતિમ ઈલેવનમાં મોકો મળ્યો નહોતો, પરંતુ ટૂર્નામેન્ટમાં આગળ તેને મોકો મળે એ પહેલા જ તે ઈજાને લઈ બહાર થઈ ચુક્યો છે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…