AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023ને લઈ Satta bazar ગરમાયું, જાણો કોણ છે સટ્ટાબાજોની દુનિયામાં નંબર વન ટીમ

આઈપીએલ 2023ની સીઝન આવતા મહિનાથી શરૂ થઈ રહી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

IPL 2023ને લઈ  Satta bazar  ગરમાયું, જાણો કોણ છે સટ્ટાબાજોની દુનિયામાં નંબર વન ટીમ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2023 | 12:49 PM
Share

ભારતમાં ક્રિકેટ પ્રેમીઓ વધુ છે અને ઈન્ડિયન પ્રીમિયર લીગ સિઝન શરુ થવાને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે મેચો પર ઘણા શખ્સો સટ્ટાબાજી કરતાં હોય છે. વિશ્વની સૌથી મોટી અને સૌથી પ્રખ્યાત T20 ક્રિકેટ લીગ હોવાને કારણે IPL હંમેશા બુકીઓ અને ફિક્સરોની નજર હેઠળ રહે છે. IPL 2023નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આગામી મહિને 10 ટીમો ખિતાબ માટે મેદાનમાં ઉતરશે. IPL 2023 ની શરૂઆતની મેચ 31 માર્ચે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને લીગની બીજી સૌથી સફળ ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે.

સટ્ટાબાજીના બજારમાં પણ હલચલ મચી

સટ્ટાબાજીના બજારમાં પણ હલચલ મચી ગઈ છે, કારણ કે, આ વખતે માર્કેટ એમએસ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ, રોહિત શર્માની મુંબઈ ઈન્ડિયન્સ કે વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ નથી, પરંતુ હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સ આગળ છે. સટ્ટાબાજીમાં વ્યક્તિ સાચો અનુમાન લગાવીને તેના પૈસા પર સટ્ટો લગાવે છે અને જો સટ્ટામાં સાચો નીકળે છે તો તેનક્કી કરેલી રકમ જીતે છે. આ જીત સાથે તેના પૈસા બમાણા થાય છે. જેમ કે 100 રુપિયામાં તમે સટ્ટો લગાવ્યો છે તો તમે ધારેલી ટીમ જીતશે તો તમને ડબલ પૈસા મળશે. અને જો હારશે તો પૈસા તમારા કટ થશે.

ગુજરાતની જીતની શક્યતા સટ્ટાબજારમાં સૌથી વધુ જણાવવામાં આવી રહી છે. 1xbet મુજબ ગુજરાત IPL 2023ના ટાઇટલ માટે સૌથી પ્રબળ દાવેદાર છે. ગુજરાતની જીતની સંભાવના 16.67 છે. દિલ્હી કેપિટલ્સને બીજી ફેવરિટ ટીમ માનવામાં આવી રહી છે. દિલ્હીની જીતની સંભાવના 14.28 ટકા છે.

ત્રીજા નંબર પર સૌથી સફળ ટીમ

IPLની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈની ટીમ સટ્ટાબાજીના બજારમાં ઘણી પાછળ રહી ગઈ છે. ફેવરિટ ટીમમાં મુંબઈ 14.28 ટકા સાથે ત્રીજા નંબરે અને ચેન્નાઈ 8મા નંબરે છે. IPLના એક મહિના પહેલા હૈદરાબાદની જીતની સંભાવના 7.70 ટકા છે.

IPL 2023 શરુ થવાને ગણતરીના દિવસો બાકી

બધા વચ્ચે ફેન્સમાં આઈપીએલને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 10 ટીમના 243 જેટલા ખેલાડીઓ 1 મહિનાથી વધારે સમય સુધી 70 લીગ મેચ રમશે. આઈપીએલ 2023માં રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, ગુજરાત ટાઈટન્સ, મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, લખનઉ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સની ટીમ ભાગ લઈ રહી છે. સટ્ટાબજારમાં પણ ખુબ તેજી જોવા મળી રહી છે.

નોંધ : આ માત્ર કઈ ટીમને વધારે સમર્થન મળી રહ્યું છે. તેમજ કઈ ટીમના હાર અને જીતના ચાન્સ વધારે જોવા મળી રહ્યા છે. સટ્ટાબાજની નજરે આ આંકડા રજુ કર્યા છે. અમારો ઉદેશ્ય સટ્ટાબાજને પ્રોત્સાહન કરવાનો નથી.

રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ફૂટબોલ, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">