IPL 2023 હજુ અડધી પુરી થઈ નથી અને કેપ્ટનો પર પ્રતિબંધનો ખતરો મંડરાય રહ્યો છે. 2 વખત જો હજુ ભૂલ થઈ તો આ કેપ્ટનો પર પ્રતિબંધ લાગી શકે છે. જે કેપ્ટન પર પ્રતિબંધની તલવાર લટકી રહી છે. તેમાં હાર્દિક પંડ્યા, ફાફ ડુ પ્લેસીસ, સંજુ સેમસન, કેએલ રાહુલ જેવા મોટા નામ સામેલ છે. જેની ટીમ લીગમાં ધમાલ મચાવી રહી છે. ત્યારે કેપ્ટન પર પ્રતિબંધ લાગવાથી ટીમને મોટો ઝટકો પણ લાગી શકે છે.
ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા, રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ, રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન એક મેચમાં રોહિત શર્માના સ્થાને મુંબઈ ઈન્ડિયન્સની કમાન સંભાળનાર સૂર્યકુમાર યાદવ અને લખનઉના કેપ્ટન કેએલ રાહુલ પર સ્લો ઓવર રેટના કારણે 12 લાખ રુપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
સ્લો ઓવર રેટના કારણે કેપ્ટનો પર લાગેલો દંડ અંદાજે 12 લાખ રુપિયા નથી પરંતુ એક ચેતવણી પણ છે. કારણ કે, જો આ ટીમ 2 વખત વધુ ભુલ કરે છે તો કેપ્ટન પર પ્રતિબંધ લાગી શકે છે. તેમાં આ કેપ્ટનોને હવે સતર્ક રહેવાની જરુર છે. તમામ ટીમએ પ્રથમ વખત આ નિયમોનું ઉલ્લંધન કર્યું હતુ. જેના માટે આ કેપ્ટનો પર પ્રતિબંધ લાગ્યો છે.
આ પણ વાંચો : Orange Cap and Puple Cap પર આરસીબીના ખેલાડીઓનો છે કબજો, જાણો ટૉપ 5માં કોણ છે આગળ
મેચ નંબર | કેપ્ટન | મેચ |
15 | ફાફ ડુ પ્લેસિસ | RCB vs LSG |
17 | સંજુ સેમસન | RR vs CSK |
18 | હાર્દિક પંડ્યા | GT vs PBKS |
22 | સૂર્યકુમાર યાદવ | MI vs KKR |
26 | કેએલ રાહુલ | LSG vs RR |
નક્કી કરેલા સમય પર ઓવર ન ફેંકવાને કારણે આ કેપ્ટનોને સજા મળી છે. જો આ ટીમ ફરી આવી ભૂલ કરે છે તો આખી ટીમ પર દંડ લાગશે અને કેપ્ટનોનો દંડ વધીને 24 લાખ રુપિયા થઈ જશે અન્ય બાકી ટીમના ખેલાડીને મેચ ફીનો 25 ટકા દંડ આપવો પડશે. ત્રીજી વખત ભૂલ કરવા પર કેપ્ટન પર 30 લાખ રુપિયાનો દંડ અને એક મેચ માટે પ્રતિબંધ પર લાગી શકે છે. જ્યારે પ્લેઈંગ ઈલેવનના અન્ય 10 ખેલાડીઓ પર 50 ટકા દંડ લાગશે. ત્યારે આવનાર આઈપીએલ મેચમાં ટીમને સાવધાન રહેવું પડશે.
રમત ગમતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
રમતગમતના તાજા સમાચાર, IPL 2023, ટેનિસ, ક્રિકેટ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો