IPL 2022 RCB vs KKR Live Streaming: આજે બેંગ્લોર અને કોલકાતા વચ્ચે ટક્કર જામશે, અહીં જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે મેચ જોઇ શકાશે

Royal Challengers Bangalore vs Kolkata Knight Riders Live Streaming: બેંગ્લોરને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે કોલકાતાએ પ્રથમ મેચમાં જીત મેળવી હતી.

IPL 2022 RCB vs KKR Live Streaming: આજે બેંગ્લોર અને કોલકાતા વચ્ચે ટક્કર જામશે, અહીં જાણો ક્યાં, ક્યારે અને કેવી રીતે મેચ જોઇ શકાશે
RCB vs KKR: વચ્ચે આજે સાંજે ટક્કર જામશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 11:03 AM

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) માં બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) સામે ટકરાશે. આ મેચ બંને ટીમોની બીજી મેચ હશે. કોલકાતાએ આ સિઝનની શરૂઆતી મેચ રમી હતી અને ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને જીત સાથે શરૂઆત કરી હતી. તે જ સમયે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેની પ્રથમ મેચ પંજાબ કિંગ્સ સામે રમી હતી, જેમાં તેણે જોરદાર સ્કોર બનાવ્યા બાદ પણ હારનો સામનો કરવો પડ્યો હતો. બંને ટીમોમાં નવા કેપ્ટન છે. બેંગ્લોર ટીમની કપ્તાની દક્ષિણ આફ્રિકાના ફાફ ડુ પ્લેસીસ કરી રહ્યા છે, જ્યારે કોલકાતાની કેપ્ટનશીપ શ્રેયસ અય્યરના હાથમાં છે. પ્રથમ મેચમાં હારનો ચહેરો જોનાર બેંગ્લોર આ મેચ જીતવા માંગશે જ્યારે કોલકાતા તેની જીતનો સિલસિલો જારી રાખવા માંગશે.

બેંગ્લોરની બેટિંગે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના કેપ્ટન ડુ પ્લેસિસે શાનદાર ઇનિંગ્સ રમી હતી પરંતુ તે સદી ચૂકી ગયો હતો. બેંગ્લોરની બોલિંગ જોકે નિરાશ થઈ અને ફિલ્ડિંગ પણ તેમના માટે ખાસ ન હતી. ટીમ આ બંને ક્ષેત્રોમાં સુધારો કરવા ઈચ્છે છે. પ્રથમ મેચમાં કોલકાતાની બોલિંગ પ્રભાવિત થઈ હતી અને ચેન્નાઈને મોટો સ્કોર બનાવવા દીધો નહોતો. કેપ્ટન અય્યર ફરી એકવાર ઈચ્છશે કે તેના બોલરો બેંગ્લોરના મજબૂત બેટિંગ ઓર્ડરને રોકી શકે.

RCB vs KKR, IPL 2022: મેચ લાઈવ અથવા ઓનલાઈન સ્ટ્રીમિંગ ક્યારે અને કેવી રીતે જોવી?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે IPL 2022 ની મેચ ક્યારે રમાશે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે આઈપીએલ 2022ની મેચ મંગળવારે 30 માર્ચે રમાશે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ ક્યાં રમાશે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની આ મેચ મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચ ક્યારે શરૂ થશે?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચનો ટોસ સાંજે 7 વાગ્યે થશે જ્યારે પ્રથમ દાવ 07:30 વાગ્યે શરૂ થશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ ક્યાં જોઈ શકશો?

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેની આ મેચ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલો પર વિવિધ ભાષાઓમાં જોઈ શકાશે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચેનું લાઈવ સ્ટ્રીમિંગ ઓનલાઈન ક્યાં જોઈ શકાશે?

Disney + Hotstar પર લાઈવ સ્ટ્રીમિંગ સબ્સ્ક્રિપ્શન સાથે મેચ ઓનલાઈન જોઈ શકાય છે. આ સિવાય tv9gujarati.com પર પણ મેચની લાઈવ અપડેટ વાંચી શકાશે.

આ પણ વાંચોઃ PAK vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન ઘર આંગણે જ લાચાર, પ્રથમ વન ડેમાં કારમી હાર સાથે મળ્યુ મોટું નુકશાન

આ પણ વાંચોઃ IPL 2022: કેન વિલિયસમે હાર સાથે સહવી પડી સજા, હૈદરાબાદની ટીમને રાજસ્થાન રોયલ્સ સામે આ ભૂલ પડી ભારે

g clip-path="url(#clip0_868_265)">