AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAK vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન ઘર આંગણે જ લાચાર, પ્રથમ વન ડેમાં કારમી હાર સાથે મળ્યુ મોટું નુકશાન

ઘર, મેદાન, વિસ્તાર બધું પાકિસ્તાનનું હતું. છતાં ઓસ્ટ્રેલિયાએ ધમાલ મચાવી દીધી, ઓસ્ટ્રેલિયાએ લાહોરમાં રમાયેલી પ્રથમ ODI 88 રને જીતી હતી અને 3 ODI શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી હતી.

PAK vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાન ઘર આંગણે જ લાચાર, પ્રથમ વન ડેમાં કારમી હાર સાથે મળ્યુ મોટું નુકશાન
PAK vs AUS: પાકિસ્તાનની ટીમ 225 રનમાં જ સમેટાઇ ગઇ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 9:22 AM
Share

ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન (Australia Vs Pakistan) વચ્ચે રમાયેલી મેચ બાદ બાબર આઝામ (Babar Azam) ની ટીમ પર હવે હારનુ દબાણ વધવા લાગ્યુ છે. જ્યારે પણ તેઓ તાજેતરની વન-ડે મેચોમાં સામ-સામે આવ્યા છે, ત્યારે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડી રહ્યો છે. લાહોરમાં રમાયેલી ODI શ્રેણીની પ્રથમ મેચ પણ તેમાંથી એક છે. આ વખતે ઘર, મેદાન, વિસ્તાર બધું પાકિસ્તાનનું હતું. છતાં ઓસ્ટ્રેલિયાએ ધડાકો કરી દીધો. ઓસ્ટ્રેલિયાએ લાહોરમાં રમાયેલી પ્રથમ ODI 88 રને જીતી હતી અને 3 ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી. એટલે કે, શ્રેણી વિજય તરફ કાંગારુઓએ શરુઆત માંડી છે. ટ્રેવિસ હેડ (Trevis Head) પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાની જીતનો હીરો બન્યો હતો, જેણે પોતાની ઓલરાઉન્ડ રમતથી કમાલ કર્યો હતો.

બસ, વાત માત્ર આ મેચની નથી. ઓસ્ટ્રેલિયા સામે પાકિસ્તાનની આદત હવે હાર બની રહી હોય તેવું લાગી રહ્યું છે. હારનો આ બોજ ધીમે ધીમે વધી રહ્યો છે. તમે આના પરથી થોડો અંદાજ લગાવી શકો છો કે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે રમાયેલી છેલ્લી 15 ODIમાંથી 14માં જીત મેળવી છે.

ટ્રેવિસ હેડની મજબૂત સદી, ઓસ્ટ્રેલિયાનો મોટો સ્કોર

લાહોરમાં રમાયેલી પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 313 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી ટ્રેવિસ હેડે 72 બોલમાં 101 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. તેની ઇનિંગમાં 12 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. ટ્રેવિસ હેડે એરોન ફિન્ચ સાથે શરૂઆતની વિકેટ માટે 110 રનની ભાગીદારી કરી, જેણે ઓસ્ટ્રેલિયા માટે મોટા સ્કોરનો પાયો નાખ્યો. આ પછી તેણે બેન મેકડર્મોટ સાથે બીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી હતી. મેકડર્મોટ 55 રન બનાવીને રનઆઉટ થયો હતો. નીચલા ક્રમમાં કેમેરોન ગ્રીન 30 બોલમાં 40 રન બનાવીને આઉટ થયો હતો.

પાકિસ્તાનની ટીમ જીતથી 88 રન દૂર રહી હતી

પાકિસ્તાનને જીતવા માટે 314 રન બનાવવાના હતા. આ લક્ષ્યનો પીછો કરતા પાકિસ્તાને પણ સારી શરૂઆત કરી હતી. તેણે 24 ઓવરમાં 2 વિકેટે 120 રન બનાવ્યા હતા. પરંતુ બાબર આઝમના રૂપમાં બીજી વિકેટ પડ્યા બાદ ટીમનો બેટિંગ ઓર્ડર ખોરવાઈ ગયો હતો અને 46મી ઓવરમાં જ 225 રન ઉમેરીને આખી ટીમ પરાસ્ત થઇ ગઈ હતી. પાકિસ્તાન તરફથી ઈમામ-ઉલ-હકે 96 બોલમાં 103 રન બનાવ્યા હતા. તો ત્યાં સુકાની બાબર આઝમે 57 રન બનાવ્યા હતા.

ઑસ્ટ્રેલિયા માટે એડમ ઝમ્પા સૌથી સફળ બોલર રહ્યો, તેણે 10 ઓવરમાં 38 રન આપીને 4 વિકેટ લીધી. આ દરમિયાન તેણે ODI ક્રિકેટમાં પોતાની 100 વિકેટ પણ પૂરી કરી હતી.

પાકિસ્તાન 7મા નંબરે સરકી ગયું

હવે સમજો કે આ હારથી પાકિસ્તાનને શું નુકસાન થયું હતું. આ કારણે ICC ODI રેન્કિંગમાં તેની સ્થિતિ વધુ ડામાડોળ થઈ ગઈ છે. ઓસ્ટ્રેલિયા સામે હાર્યા બાદ પાકિસ્તાનની ટીમ હવે 7મા નંબરે સરકી ગઈ છે.

આ પણ વાંચોઃ Petrol-Diesel Price Today : આમ આદમી માટે માઠાં સમાચાર, આજે પણ મોંઘુ થયું પેટ્રોલ – ડીઝલ, જાણો લેટેસ્ટ રેટ

આ પણ વાંચોઃ IPL 2022: કેન વિલિયસમે હાર સાથે સહવી પડી સજા, હૈદરાબાદની ટીમને રાજસ્થાન રોયલ્સ સામે આ ભૂલ પડી ભારે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">