AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LSG Vs DC, IPL 2022: લખનૌ સામે દિલ્હી એ 150 રનનુ રાખ્યુ લક્ષ્ય, પૃથ્વી શોની આક્રમક અડધી સદી

દિલ્હી કેપિટલ્સે ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા શરુઆત આક્રમક કરી હતી પરંતુ બાદમાં વચ્ચેની ઓવરમાં ગતી મંદ રહી હતી, અંતમાં કેપ્ટન પંત અને સરફરાજે મહત્વની ઈનીંગ રમી હતી.

LSG Vs DC, IPL 2022: લખનૌ સામે દિલ્હી એ 150 રનનુ રાખ્યુ લક્ષ્ય, પૃથ્વી શોની આક્રમક અડધી સદી
Prithvi Shaw એ આક્રમક શરુઆત અપાવી હતી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 10:20 PM
Share

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 (IPL 2022) ની 15મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ (Lucknow Super Giants Vs Delhi Capitals) વચ્ચે રમાઈ રહી છે. મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં કેએલ રાહુલે ટોસ જીતીને દિલ્હીને પહેલા બેટીંગ માટે મેદાને ઉતાર્યુ હતુ. પૃથ્વી શો (Prithvi Shaw) એ દિલ્હીની ટીમની શરુઆત જબરદસ્ત કરી હતી. તેણે આક્રમક રમત વડે ઝડપી અડધી સદી ફટકારી હતી. પરંતુ બિશ્નોઈ અને ગૌતમે દિલ્હીની ઝડપી ગતીને બ્રેક લગાવી હતી. દિલ્હીની ટીમ 20 ઓવરમાં 3 વિકેટે 149 રનનો સ્કોર કર્યો હતો.

પૃથ્વી શૌ અને ડેવિડ વોર્નરે દિલ્હીની ટીમની રમતની શરુઆત કરી હતી. પૃથ્વીએ વોર્નરને સ્ટ્રાઈક આપવાને બદલે મોટેભાગે પોતાની પાસે જ રાખીને બેટને ચારે તરફ ગુમાવતી રમત રમી હતી. તેણે 34 બોલનો સામનો કરીને 61 રન ફટકાર્યા હતા. આ દરમિયાન 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. જોકે પૃથ્વી ને કૃષ્ણપ્પા ગૌતમે શિકાર કર્યો હતો. પૃથ્વીની વિકેટ 67 રનના સ્કોર પર ગુમાવી હતી, જેમાં 61 રન તેના નામે રહ્યા હતા. જ્યારે ડેવિડ વોર્નર 12 બોલનો સામનો કરીને 4 રન બનાવીને શો બાદ તુરત જ પોતાની વિકેટ ગુમાવી બેઠો હતો.

રોવમેન પોવેલે પણ ખાસ દમ દેખાડ્યો નહોતો. તે 10 બોલનો સામનો કરીને માત્ર 3 રન કરી શક્યો હતો. જોકે બાદમાં કેપ્ટન ઋષભ પંત અને સરફરાઝ ખાને સ્થિતીને સંભાળીને ટીમનો સ્કોર આગળ વધાર્યો હતો. બંને એ ચોગ્ગા અને છગ્ગા વાળી રમતની ભાગીદારી રમત રમી હતી. સરફરાઝે અણનમ 36 રન કર્યા હતા, જે તેણે 28 બોલનો સામનો કરીને 3 ચોગ્ગાની મદદ થી નોંધાવ્યા હતા. જ્યારે કેપ્ટન ઋષભ પંતે 36 બોલમાં 39 રન કર્યા હતા. તેણે 2 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા. આમ બંને વચ્ચે 57 બોલમાં 75 રનની ભાગીદારી રમત નોંધાઈ હતી.

બિશ્નોઈ અને ગૌતમની શાનદાર બોલીંગ

રવિ બિશ્નોઈએ 2 વિકેટ ઝડપી હતી. તેણે ડેવિડ વોર્નર અને રોમમેન પોવેલને સસ્તામાં આઉટ કર્યા હતા. આ ઉપરાંત બોલીંગ પણ તેણે કસીને કરી હતી. કૃષ્ણપ્પા ગૌતમે પણ કરકસર ભરી બોલીંગ કરી હતી અને તેણે એક મેડન ઓવર કરી હતી. 4 ઓવરમાં 23 રન આપ્યા હતા.

આ પણ વાંચો : મહેન્દ્ર સિંહ ધોનીના IPL પ્રોમોને લઈને થયો હંગામો, ASCIએ કંપનીને જાહેરાત હટાવવાનો નિર્દેશ આપ્યો

આ પણ વાંચો : Sabarkantha: હિંમતનગરમાં કોંગ્રેસ, પાટીદાર અને રાજપૂત અગ્રણીઓ ભાજપમાં જોડાયા, સીઆર પાટીલે કરાવ્યા કેસરીયા

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

Follow Us
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
જામનગરમાં જડેશ્વર વિસ્તારમાં કરાયેલા ડિમોલિશન મામલે આહીર સમાજમાં રોષ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
ડીઝલની અછતને લઈને ખેડૂતે પેટ્રોલ પંપ પર બેસણુ યોજીને નોંધાવ્યો વિરોધ
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
રાહુલ ગાંધીએ, વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહને ગદ્દાર કહ્યાં
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
છોટા ઉદેપુરમાં ડીઝલની અછતથી ખેડૂતો હેરાન પરેશાન! જુઓ Video
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking News : સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking news: રાતોરાત ગાયબ થયું AMTS બસ સ્ટેન્ડ! જુઓ Video
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Breaking News: પેટ્રોલ-ડિઝલ બચાવવા રાજ્ય સરકારનો મોટો નિર્ણય
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
પરિવારમાં બધાને ધ્યાનથી સાંભળો, યોગ ફાયદાકારક સાબિત થશે
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
g clip-path="url(#clip0_868_265)">