AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નેપાળ એવરેસ્ટ બેઝ કેમ્પ નજીક બે હેલિકોપ્ટર અથડાયા, એક વિદેશી નાગરિકનું મોત

નેપાળ (Nepal)માં એવરેસ્ટ બેઝ કેમ્પ નજીક બે હેલિકોપ્ટર અથડાયા, જેમાં એક વિદેશી નાગરિકનું મોત થયું અને એક નેપાળી ઘાયલ થયો. અકસ્માતમાં સામેલ હેલિકોપ્ટર ફિશટેલ એર અને ડાયનેસ્ટી એરના હતા.

Breaking News : નેપાળ એવરેસ્ટ બેઝ કેમ્પ નજીક બે હેલિકોપ્ટર અથડાયા, એક વિદેશી નાગરિકનું મોત
| Updated on: Nov 03, 2026 | 11:31 AM
Share

નેપાળના એવરેસ્ટ બેઝ કેમ્પમાં બે હેલિકોપ્ટર સામ સામે અથડાયા હતા. આ અકસ્માતમાં એક વિદેશી નાગરિકનું મૃત્યું થયું છે. તો એક નેપાળી વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે.આ ઘટનાથી આજુબાજુ રહેલા લોકો ચિંતામાં આવ્યા છે.જાણકારી મુજબ મંગળવાર 3 નવેમ્બરના રોજ સવારે નેપાળના માઉન્ટ એવરેસ્ટ વિસ્તારમાં ફેરિચે હેલીપેડ પર ઉતરતી વખતે 2 હેલિકોપ્ટર સામ સામે અથડાયા હતા અને મોટો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યું થયું છે. એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે.

ફિશટેલ એરના હેલિકોપ્ટરમાં સવાર એક યાત્રિકનું મૃત્યું

સોલુખુમ્બુના પોલીસ ચીફ મૌસમ તમાંગે જણાવ્યું કે, ટકકરમાં સામેલ હેલિકોપ્ટર ફિશ ટેલ એર અને ડાયનેસ્ટી એરનું હતુ. ફિશટેલ એરના હેલિકોપ્ટરમાં સવાર એક યાત્રિકનુ મૃત્યું થયું છે. જ્યારે એર ડાયનેસ્ટીના હેલિકોપ્ટરને ઉડાવી રહેલા કેપ્ટન રબિંદ્ર પ્રજાપતિ ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં મૃતક વિદેશી નાગરિકની ઓળખ થઈ નથી. જેને ઈજા થઈ છે. તેને લુક્લા સારવાર માટે લઈ જવામાં આવ્યો છે.

ઘટનાનો વીડિયો સામે આવ્યો

સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દુર્ઘટના બાદ હેલિકોપ્ટર અને તેની આસપાસ લોકોની ભીડ જોવા મળી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, કેવી રીતે બે હેલિકોપ્ટર અલગ અલગ દિશામાંથી આવે છે અને ટકકર થાય છે. આ દરમિયાન હાજર લોકો ચોંકી જાય છે. જીવ બચાવવા આમતેમ ભાગે છે.

ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે

સિમ્રિક એરનું હેલિકોપ્ટર ઘટનાસ્થળે પહોંચી ગયું છે અને બચાવ કામગીરી ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફિશટેલ એર હેલિકોપ્ટર કેપ્ટન પ્રજ્જવલ કેસી ઉડાડી રહ્યા હતા, જ્યારે એર ડાયનેસ્ટી હેલિકોપ્ટરનું નેતૃત્વ કેપ્ટન રવિન્દ્ર પ્રજાપતિ કરી રહ્યા હતા. ઘટનાસ્થળે હાજર અધિકારીઓએ જાનહાનિની ​​પુષ્ટિ કરી અને કહ્યું કે તેઓ ઘટના વિશે વધુ માહિતી એકત્રિત કરી રહ્યા છે.

રવિવારે, અમેરિકાના ફ્લોરિડામાં નવ લોકો સાથેનું એક બિઝનેસ જેટ ક્રેશ થયું હતું. તેમાં સવાર તમામ લોકોના મોત થયા હતા. જેટ આકાશમાંથી જમીન પર પડી ગયું હતું અને ટક્કર થતાં જ તેમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો. આ અકસ્માત પામ કાઉન્ટીના ક્રેસ્થેવન નજીક થયો હતો.

નેપાળ દક્ષિણ એશિયામાં સ્થિત દેશ છે. તે મુખ્યત્વે હિમાલયની તળેટીમાં આવેલું છે. નેપાળમાં ભારત-ગંગાના મેદાનોનો પણ સમાવેશ થાય છે. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">